આ ટીવી સેલિબ્રિટીઝે એક જ પાર્ટનર સાથે બે વખત કર્યા લગ્ન.

એક જ પાર્ટનર સાથે ટીવીના આ પ્રખ્યાત સ્ટાર્સે કર્યા બે વખત લગ્ન, નામ જાણીને ચકિત થઇ જશો

ટીવી ઇન્ડસ્ટ્રી કેટલાક એવા યુગલોના વેડિંગ સ્ટોરી, જેમણે તેમના પાર્ટનર સાથે એક વખત નહીં પરંતુ બે વખત લગ્ન કર્યા છે.

લગ્ન એ દરેકના જીવનની એક સૌથી સુંદર ક્ષણ હોય છે. સામાન્ય માણસોથી લઈને સેલિબ્રિટીઝ સુધી તેમના લગ્નને વિશેષ બનાવવા માટે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે. પરંતુ કેટલાક લોકો એવા પણ છે, જે તેમના જીવનસાથી સાથે એક વખત લગ્નની વિધિ પૂર્ણ કર્યા પછી પણ બીજી વખત લગ્ન કરે છે. જો કે, તેના કારણો પણ કંઈક અલગ જ હોય છે. પરંતુ પોતાના જ જીવનસાથી સાથે એક નહિ બે વખત લગ્ન કરવા તે કેટલું રોમેન્ટિક હોય છે, આ ટીવી યુગલોને જોઈને કોઈ અનુમાન લગાવી શકો છો.

ચાલો આજે અમે તમને એવા જ કેટલાક ટીવી યુગલોના લગ્નની વાતો સંભળાવીએ, જેમણે તેમના જ જીવનસાથી સાથે એક નહીં પરંતુ બે વખત લગ્ન કર્યા છે.

માહી વિજ અને જય ભાનુશાળી

જ્યારે આપણે ટીવી ઈન્ડસ્ટ્રીના સૌથી સુંદર યુગલોની વાત કરીએ ત્યારે સૌથી પહેલાં માહી વિજ અને જય ભાનુશાળીનો જ વિચાર આવે છે. જ્યારે માહી વિજ ટીવી ઉદ્યોગની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે, જય ભાનુશાળી એક અભિનેતા અને સારો એન્કર છે. બંનેએ વર્ષ 2011 માં સિક્રેટ મેરેજ કર્યા હતા. તેના વિષે માહી વિજે એક રિયાલિટી શો દરમિયાન જણાવ્યું પણ હતું.

માહીએ કહ્યું હતું “અમે નહોતા ઇચ્છતા કે નાચવા ગાવા સાથે અમે બધાને જણાવીએ કે અમે લગ્ન કરી રહ્યા છીએ, તેથી કોર્ટે મેરેજ કરી લીધા હતા. “પરંતુ વર્ષ 2012 માં એક એક ટીવી સેલિબ્રિટી લગ્ન સમારંભમાં જયારે માહી વીજના ગળામાં મંગલસુત્ર જોયું હતું ત્યારે તેની અને જય ભાનુશાળીના લગ્નનું રહસ્ય બહાર આવ્યું હતું.”

વચ્ચે માહી અને જય વચ્ચે છૂટા પડવાની વાત પણ શરૂ થઈ ગઈ હતી, પરંતુ વર્ષ 2014 માં માહીએ તેના ફેસબુક એકાઉન્ટ ઉપરથી જય સાથે જ તેના બીજા લગ્નની માહિતી આપીને બધાને ચોંકાવી દીધા હતા. માહીએ કેપ્શનમાં લખ્યું હતું, ‘હું અને જય બીજી વખત લગ્ન કરવા જઈ રહ્યા છીએ. આ વખતે અમે લાસ વેગાસમાં એક ચર્ચમાં લગ્ન કરીશું. ‘માહીએ પાછળથી પોતાના ફેસબુક એકાઉન્ટ ઉપર તેના લગ્નની કેટલીક તસવીરો પણ શેર કરી હતી.

આશકા ગોરાડિયા અને બ્રેન્ટ ગોબલ

ટીવી ઉદ્યોગની પ્રખ્યાત અભિનેત્રી આશકા ગોરાડિયા (આશકા ગોરાડિયા હોમમેડ આઈ માસ્ક રેસીપી) એક મહાન કલાકાર હોવા સાથે સાથે તેમની ફિટનેસને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. આશકાએ વર્ષ 2017 માં અમેરિકન ઉદ્યોગપતિ બ્રેન્ટ ગોબલ સાથે લગ્ન કર્યા હતા.

પહેલા બંનેએ ખ્રિસ્તી રીત રિવાજો સાથે ચર્ચમાં લગ્ન કર્યા હતા અને પાછળથી બંનેએ અમદાવાદમાં હિન્દુ રીત રિવાજો સાથે લગ્ન કર્યા હતા. તમને જણાવી દઈએ કે આશકા અને બ્રેન્ટ બંને જ ઇન્સ્ટાગ્રામ ઉપર હંમેશા કપલ યોગસનના નવા વીડિયો શેર કરતા રહે છે. બંનેની ઈંસ્ટાગ્રામ ઉપર રહેલી તસવીરો જોઈને કોઈને ખ્યાલ આવી શકે છે કે બંને એક બીજાને કેટલો પ્રેમ કરે છે.

ગુરમીત ચૌધરી અને દેબીના બેનર્જી

તેની વાર્તા ખૂબ જ ફિલ્મી છે. વર્ષ 2008 માં આવેલી ટીવી સીરિયલ ‘રામાયણ’માં સીતાની ભૂમિકા ભજવનારી દેબીના બેનર્જી અને રામના અવતારમાં જોવા મળતા ગુરમીત ચૌધરીએ શોના સેટ ઉપર જ એક બીજાને જીવનસાથી પસંદ કરી લીધા હતા. આટલું જ નહીં બંનેએ ઘરવાળાને કહ્યા વગર જ લગ્ન પણ કરી લીધાં હતા.

ગુરમીતે આ વાતનો ખુલાસો પોતે કર્યો હતો અને સોશિયલ મીડિયા ઉપર દેબિના સાથે થયેલા તેના પહેલા લગ્નની તસવીરો પણ શેર કરી હતી. ચાલો તમને જણાવી દઈએ કે વર્ષ 2011 માં બંનેએ તેમના માતાપિતાની મરજીથી ફરી વખત લગ્ન કર્યા હતા.

બંનેએ પહેલા કોર્ટમાં લગ્ન કર્યા અને ત્યાર પછી ઘરે સંપૂર્ણ રિવાજ સાથે તેમના લગ્ન થયા. અગાઉ દેબીનાનાં માતાપિતા આ લગ્નથી ખુશ ન હતા કારણ કે તે ઇચ્છતા હતા કે દેબીના તે વ્યક્તિ સાથે લગ્ન કરે, જે સારા પૈસા કમાતો હોય. ગુરમીત તેની પુત્રી માટે પસંદ ન હતો, પણ દેબીનાને વિશ્વાસ હતો કે ગુરમીત એક દિવસ કંઈક બનીને બતાવશે અને એવું જ બન્યું. આજે ગુરમીત ટીવી ઇન્ડસ્ટ્રીના એક પ્રખ્યાત કલાકારો માંથી એક છે. ગુરમીતે બોલિવૂડની ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યા છે.

રાજીવ સેન અને ચારુ અસોપા

બોલીવુડ અભિનેત્રી સુષ્મિતા સેનનો ભાઈ રાજીવ સેન અને તેની પત્ની અને ટીવી એક્ટ્રેસ ચારુ અસોપાના સંબંધોને લઈને આજકાલ ઘણી વાતો સાંભળવા મળી રહી છે. પરંતુ બંનેએ હજી સુધી ખુલીને તેમના રિલેશનશિપ સ્ટેટસ વિશે વાત કરી નથી. આમ તો બંનેના લગ્નનો હજી વધુ સમય પણ થયો નથી. વર્ષ 2019 માં, જૂનમાં જ બંનેએ પહેલા કોર્ટ મેરેજ કર્યા હતા અને પાછળથી બંનેએ બંગાળી રીત રિવાજો સાથે લગ્ન કર્યાં હતાં.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.