આ ત્રણ જરૂરી વાતને તમે ધ્યાનમાં રાખશો, તો તમે સંક્રમણથી લડવાનો પાવર જનરેટ કરી શકશો.

સંક્રમણથી લડવાનો પાવર બુસ્ટ કરવા માટે ત્રણ જરૂરી વાતો, જેમાં છે એક પૂરતી ઊંઘ, બીજી અને ત્રીજી ખૂબ અગત્યની છે.

જ્યારે શરીર વાયરસને ઓળખી લે છે, ત્યારે રોગપ્રતિકારક શક્તિ વધુ સક્રિય બની જાય છે, તેને હાઈપરઈમ્યુન રિસ્પોન્સ કહેવામાં આવે છે.

રોગપ્રતિકારક શક્તિમાં સુધારો થાય ત્યારે વાયરસનો હુમલો થાય છે, ત્યારે શરીર ઇન્ટરફેરોન્સ મુક્ત કરે છે, તે વાયરસને દૂર કરે છે.

દેશભરમાં અત્યારે રોગ પતિકારક શક્તિ અંગે ચર્ચા ચાલી રહી છે. જુદા જુદા દાવા કરવામાં આવી રહ્યા છે. પરંતુ તબીબી વિજ્ઞાનની દ્રષ્ટિએ જોવામાં આવે તો, રોગ પતિકારક શક્તિ બૂસ્ટર જેવું કંઈ નથી હોતું. આપણા શરીરમાં જ રોગ પ્રતિકાર ક્ષમતા એટલી સક્ષમ હોય છે કે તે રોગનો સામનો કરી શકે છે. લોકો ઘણીવાર એન્ટિવાયરલ તત્વો અને રોગ પ્રતિકારક શક્તિ વિશે મૂંઝવણમાં મુકાઈ જાય છે.

લીમડો અને હળદરમાં એન્ટી વાયરલ તત્વો હોય છે. પરંતુ કોવિડ સામેના તેમના ઉપચારાત્મક પાસા સાબિત થવાના બાકી છે. ત્યાં સુધી કે જો વધારે માત્રામાં હળદરનું સેવન કરવામાં આવે તો પણ તે શરીર માટે જોખમી બની શકે છે. તેના સેવનથી રક્તસ્ત્રાવ જેવી પરિસ્થિતિ ઉભી થઈ શકે છે. શરીરને હંમેશાં ડિફોલ્ટ સેટિંગ ઉપર રાખો. એટલે કે જેવા ભગવાને આપણેને બનાવ્યા છે.

સારી ઊંઘ લો, નિયમિત કસરત કરો અને ટેન્સનથી દૂર રહો. તમારે રોગ પ્રતિકારક શક્તિ માટે બીજી કંઈપણ વસ્તુની જરૂર નહીં પડે. સીએમસી વેલ્લોરમાં ક્લિનિકલ ઇમ્યુનોલોજી એંડ રાહ્યુમેટોલોજીના પ્રોફેસર અને સ્થાપક ડો.દેબાશીષ દાંડા જણાવી રહ્યા છે, રોગ પ્રતિકારક શક્તિને આરામ કરવા સાથે શું સંબંધ છે.

ડોક્ટર જયારે તમને કહે છે – આરામ કરો… તેમાં પણ વિજ્ઞાન છુપાયેલું છે.

કોરોનાના હુમલા વખતે શરીરમાં પહેલી ચૂંક, ઇંટરફેરોન્સ સાથે થાય છે. જ્યારે કોવિડ પ્રોટીનના અંશોના રૂપમાં શરીરમાં પ્રવેશ કરે છે, ત્યારે શરીર તેને ઓળખી જ શકતું નથી, તેથી ઇન્ટરફેરોન્સ બહાર આવી જ નથી શકતા. એટલે કે પ્રથમ સલામતી ચક્ર નિષ્ફળ જાય છે. કોવિડ તેની પક્કડ જમાવી લે છે. જ્યારે શરીર વાયરસને ઓળખી લે છે, ત્યારે રોગપ્રતિકારક શક્તિ વધુ સક્રિય બની જાય છે.

તેને હાઈપરઈમ્યુન રિસ્પોન્સ કહેવામાં આવે છે. તેનું વધુ પડતું સક્રિય થવું શરીર માટે જોખમી બને છે. કોવિડના ગંભીર કેસોમાં આ સ્થિતિ ઉભી થાય છે. આ હાઇપરઇમ્યુનિટી શરીરના અંગોને જ નુકસાન પહોંચાડવા લાગે છે. સારવાર સમયે ડોકટરો આ હાઈપર ઈમ્યુનીટીને દવાઓની મદદથી ઘટાડવાનો પ્રયત્ન કરે છે.

રોગો સામે લડવાની ક્ષમતા વધારવા માટેના ત્રણ સ્ટેપ

રોગપ્રતિકારક શક્તિનું પ્રથમ ચક્ર : ઇન્ટરફેરોન

જ્યારે વાયરસ હુમલો કરે છે, ત્યારે શરીર ઇન્ટરફેરોન્સ મુક્ત કરવા લાગે છે. તે મોટાભાગે વાયરસના પહેલા સ્ટેજમાં જ મારી નાખે છે. જ્યારે શરીર આરામ કરે છે ત્યારે ઇન્ટરફેરોન્સ મુક્ત થાય છે. તેથી ડોકટરો આરામની ભલામણ કરે છે.

બીજું સલામતી ચક્ર : સફેદ કણો

લોહીમાં સફેદ રક્તકણો હોય છે, જેમાંથી એક ટાઈપ સાયટોટોક્સિક કોષના હોય છે. તે ચેપના સંપર્કમાં આવે છે અને પરફોરિન નામના રસાયણથી તેને વીંધે છે. ગેંજાઇમ્સ મુક્ત કરીને તેનો નાશ કરી દે છે. તેમાં તે પણ નાશ થઇ જાય છે.

ત્રીજું સલામતી ચક્ર : એન્ટિ બોડીઝ

વાયરસ સામે લડતી વખતે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ એન્ટિબોડીઝ બનાવે છે. આ એન્ટિબોડીઝ જ હોય છે, જે આપણા શરીરને ફરી વખત તે વાયરસથી ચેપ લાગવાથી સુરક્ષિત કરે છે. રસી પણ કેટલીક એવી સિસ્ટમો ઉપર કામ કરે છે.

શું કોઈ દવા અથવા ખોરાક રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી શકે છે?

જો માત્ર ખાવા કે દવા સાથે જોડીને રોગપ્રતિકારક શક્તિને જોવામાં આવે, તો તે ખોટું છે. કોઈપણ રોગ સામેના શરીરની પ્રતિક્રિયા પ્રણાલી ઘણા તત્વો ઉપર આધારીત છે. જેમ કે આઠ કલાકની ઊંઘ, સંપૂર્ણ આરામ, સંતુલિત આહાર, ટેન્સનથી અંતર, નિયમિત વ્યાયામ, તે શરીરમાં ઇન્ટરફેરોન્સ બનાવવામાં મદદ કરે છે. ઇંટરફેરોન્સ એક પ્રકારનું તત્વ હોય છે, કે જેને આપણા કોષો તે સ્થિતિમાં મુક્ત કરે છે, જ્યારે શરીર ઉપર કોઈ વાયરસ હુમલો કરે છે.

એન્ટી વાયરલ અને રોગપ્રતિકારક શક્તિ બુસ્ટર વચ્ચે શું તફાવત છે?

લીમડો અને હળદરમાં એન્ટી વાયરલ તત્વો હોય છે. બંગાળમાં લોકો શિયાળામાં લોકો ચિકન પોક્સથી બચવા માટે લીમડાને રીંગણા સાથે ખાય છે. તેના કોઈ તબીબી પુરાવા નથી કે લીમડો ચિકન પોક્સને રોકે છે. પરંતુ તે તેમાં મદદ જરૂર કરી શકે છે. તેમ જ હળદરમાં એન્ટી-વાયરલ કરકયુમિન નામનું તત્વ હોય છે. તે હળદરમાં 3% હોય છે. તેના પણ માત્ર 10% શરીર શોષી શકે છે. વધુ પ્રમાણમાં હળદરનું સેવન કરવામાં આવે તો રક્તસ્ત્રાવ થઈ શકે છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.