આ Trick થી કોઈની પણ સાથે કરો વાત, દેખાશે નહિ તમારો મોબાઈલ નંબર

ઘણી વખત તમારે એવા લોકોને ફોન કરવો પડે છે. જેને તમે તમારો મોબાઈલ નંબર આપવાનું જરા પણ પસંદ નથી કરતા. જો તમે એવા વ્યક્તિને ફોન કરો છો. તો તમારો નંબર તે વ્યક્તિની મોબાઈલ સ્ક્રીન ઉપર દેખાતો છે. જેથી તે વ્યક્તિ તમારા નંબરને સેવ કરી લે છે. અને પછી તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટની જાણકારી પ્રાપ્ત કરી શકે છે.

પરંતુ અમે તમને એવી ટ્રીક બતાવી રહ્યા છીએ. જેનાથી તમે કોઈ પણ વ્યક્તિને કોલ કરી શકો છો. અને તે વ્યક્તિની મોબાઈલ સ્ક્રીન ઉપર તમારો નંબર દેખાશે પણ નહિ. જેન તમે ફોન કરશો. તેની મોબાઈલ સ્ક્રીન ઉપર માત્ર પ્રાઈવેટ નંબર જ દેખાશે. આ ટ્રીક દ્વારા તમે તમારો કોલર આઈડી બ્લોક કરીને તમારા મોબાઈલ નંબરને પ્રાઈવેટ નંબર બનાવી શકો છો.

અમે જે તમને ટ્રીક બતાવી રહ્યા છીએ. તે કર્યા પછી તમારો ૧૦ ડીઝીટલ નંબરનો મોબાઈલ નંબર પ્રાઈવેટ નંબરના નામે મોબાઈલ સ્ક્રીન ઉપર દેખાશે.

આ ટ્રીક છે ૪.૦ એન્ડ્રોઇડ અને તેના પહેલાના OS વાળા યુઝર્સ માટે :

સૌપ્રથમ તમે તમારા ફોનના સેટીંગ્સને ખોલો અને પછી તમે Call -> Additional Settings -> Caller ID -> Hide number ઓપ્શન ઉપર ક્લિક કરો. ત્યાર પછી તમારો મોબાઈલ નંબર પ્રાઈવેટ નંબર જ દેખાશે.

આ ટ્રીક છે ૪.૧ એન્ડ્રોઇડ અને ત્યાર પછી OS વાળા યુઝર્સ માટે

સૌ પ્રથમ તમે ફોન એપને ખોલો અને પછી ઉપરની તરફ આપવામાં આવેલા ત્રણ ડોટ્સ ઉપર ક્લિક કરો. એમ કર્યા પછી Call -> More Settings -> Show My Caller ID ઉપર ક્લિક કરો ત્યાર પછી તમારું ઓપ્શન પસંદ કરો.

આ ટ્રીક છે iPhone ના યુઝર્સ માટે.

iPhone ના સેટિંગ્સ ઓપ્શન ઉપર ક્લિક કરો. અને પછી તમે અહિયાં Show My Call ID ના ઓપ્શનને પસંદ કરો. એમ કરવાથી તમારો મોબાઈલ નંબર Hide થઇ જશે.

આ ટ્રીક વિન્ડો ફોન વાળા યુઝર્સ માટે :

વિન્ડો ફોન માટે તમે સ્માર્ટફોનના સેટિંગ્સને ઓપન કરો અને ત્રણ ડોટ્સ (…) વાળા ઓપ્શનને પસંદ કરો. અને એમ કર્યા પછી Settings -> Show My Call ID To ઉપર જઈને તમારી રીતે ઓપ્શન પસંદ કરો.

દરેક ફોનમાં આ સગવડ હોય છે, બની શકે કે ટ્રીકથી તમારો નંબર પ્રાઇવેટ નંબર ના પણ બને કારણ કે તમારા નંબરની સર્વિસ પ્રોવાઈડર કંપની આ હાઇડ નંબરને સપોર્ટ ના પણ કરતી હોય.

અમારા તરફથી રજુ કરવામાં આવેલો આજનો આ આર્ટીકલ તમને જરૂર પસંદ પડ્યો જ હશે એવી અમને આશા છે. તો તમે આ આર્ટીકલ ને તમારા મિત્રો, સગા સંબંધિઓ તથા અન્ય સાથે જરૂર શેર કરશો જેથી તેઓ પણ તેના વિષે જાણકારી મેળવી શકે અને જરૂર પડ્યે તેમાં રજુ કરવામાં આવેલી માહિતી પોતાના જીવન માં ઉપયોગ માં લઇ શકે. અને આપના તરફ થી અમો ને આવો જ સહકાર મળતો રહેવાથી અમારા તરફ થી પણ આવા અવનવા આર્ટીકલ તમને આપવા અને માહિતગાર કરવા હંમેશા પ્રયત્નશીલ રહીશું.
નમસ્કાર મિત્રો, જયહિન્દ.

આ માહિતી જીનાસિખો અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.