તમારી ફેવરેટ આ ટીવી એક્ટ્રેસ હંમેશા રહે છે સિંદૂર અને મંગળસૂત્રની સાથે, પતિને માને છે પરમેશ્વર.

ટીવીની દુનિયામાં અમુક એવી અભિનેત્રીઓ છે, જેમણે ગ્લેમરમાં આવવા માટે એક તક પણ નથી છોડી પરંતુ પોતાના લગ્ન, પતિ અને સિંદૂર સાથે કોઈ સમજૂતી કરી નથી, કંઈક આવી સ્ટાઇલ છે આ બધાની.

ભારતમાં પતિને સૌથી ઊંચો દરજ્જો આપવામાં આવ્યો છે અને ઘણા બધા એવું માને છે કે પતિ ખરેખર પરમેશ્વર હોય છે. ભારતીય છોકરીઓને નાનપણથી શીખવાડવામાં આવે છે કે એમણે પારકા ઘરે જવાનું છે અને પછી છોકરીઓ પણ પોતાને એવું રીતે બનાવી લે છે. લગ્ન બાદ છોકરાઓમાં કોઈ પરિવર્તન થતો નથી. પરંતુ છોકરીઓના બેસવા ઉઠવામાં, ખાવા પીવામાં, કપડાં પહેરવામાં અને સાથે સાથે વર્તનમાં પણ પરિવર્તન આવે છે.

એમાંથી એક છે સિંદૂર અને મંગળસૂત્ર, જેને દરેક ભારતીય નારી પોતાના સેંથામાં અને ગળામાં સજાવીને રાખે છે. એવામાં માત્ર સામાન્ય મહિલાઓ જ નહીં, પરંતુ ફિલ્મી હસીનાઓ પણ કરે છે. હંમેશા રહે છે સિંદૂર અને મંગલસૂત્ર સાથે ટીવીની આ એક્ટ્રેસ , આમાંથી તમારી ગમતી કોણ છે?

હંમેશા રહે છે સિંદૂર અને મંગળસૂત્રની સાથે ટીવીની આ એક્ટ્રેસ :-

ફેશનની આ દોડમાં મહિલાઓએ સિંદૂર માથામાં બરાબર લગાવવાનું શરૂ કર્યું છે ત્યારે અહીંયા હંમેશા ગ્લેમરસ લુકમાં આવવા વાળી આ અભિનેત્રીઓ એ એક ભારતીય નારી હોવાનો મતલબ પોતાની રહેણી કરનીથી બતાવ્યો છે. કાંઈક આવું જ છે આ અભિનેત્રીઓનું જેવા વિશે અમે જણાવવા જઈ રહ્યા છીએ.

અનિતા હસનંદાની :-

ટીવીની દુનિયાની ખલનાયિકા અનિતાએ પોતાના જીવવાનની શરૂવાત ૧૨ વર્ષ પહેલાં કાવ્યાંજલીથી કરી હતી. આના બાદ કોણ જાણે કેટલાય ટીવી શૉ અને રિયાલિટી શો કર્યા છે. એમની ખૂબસુરતીમાં કોઈ કમી આવી નથી. અનિકા એ રોહિત શેટ્ટી સાથે લગ્ન કર્યા અને તે એમને પ્રેમ પણ કરે છે, ત્યારે જ તો તમે એમના માથામાં સિંદૂર જોઈ શકો છો, તે એમના પતિનું બહુ સન્માન કરે છે.

રુબીના દિલાઈક :-

ટીવી દુનિયાની આ ખૂબસૂરત અને ટેલેન્ટેડ અભિનેત્રીએ પોતાના અભિનયથી બધાનું દિલ જીતી લીધું છે. હાલમાં જ એમની એક સીરીયલ શક્તિમાં એમણે ખૂબસૂરત કિન્નરનું પાત્ર નિભાવ્યું હતું, જેને ઘણી પ્રસંશા મળી. રુબીનાએ ૯ મહિના પહેલા અભિનવ શુક્લા સાથે લગ્ન કર્યા અને એ પછી ગળામાં મંગળસૂત્ર અને સેંથામાં સિંદૂર હંમેશા જોવા મળ્યું છે.

સુહાસી ધામી :-

ઝી ટીવીની પોપ્યુલર શો “આપકે આ જાને સે” માં લિડ એક્ટ્રેસનો કિરદાર નિભાવવા વાળી સુહાસી ધામી પણ પોતાની ખૂબસુરતીથી લોકોનું દિલ જીતી લે છે, પરંતુ એમણે એમનું દિલ ૧૧ વર્ષ પહેલાં કોઈ બીજાને આપી દીધું હતું. એમના લગ્ન ૧૧ વર્ષ પહેલાં થયા પરંતુ આજે પણ તેઓ સિંદૂર લગાવે છે અને કોઈ પણ દ્રશ્ય હોય એમનું સિંદૂર કયારેય દુર કરતા નથી.

દ્રષ્ટિ ધામી :-

મધુબાલા, દિલ મિલ ગયે અને ગીત જેવી લોકપ્રિય ધારાવાહીકોમાં લીડ એક્ટ્રેસ તરીકે કામ કરી ચુકેલી દૃષ્ટિએ નીરજ ખેમકા સાથે લગ્ન કર્યા. દ્રષ્ટિ પોતાના પતિને ખૂબ પ્રેમ કરે છે અને આની સાબિતી રૂપે એ હંમેશા ઘાટું સિંદૂર લગાવે છે.

દિવ્યાંકા ત્રિપાઠી :-

દિવ્યંકાની ખૂબસુરતીની ચર્ચા તો સલમાન અને શાહરૂખ ખાન પણ કરી ચુક્યા છે. આમની સુંદર સ્માઈલ ઉપર બધાનું દિલ આવી જાય છે, પરંતુ આમનું દિલ તો વિવેક દાહીંયાં પર આવ્યું અને એમની સાથે જ લગ્ન કર્યા લગ્ન પછી દિવ્યંકા સિંદૂર વગર ક્યાંય જતી નથી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.