આ વખત દિવાળી પર ‘સ્વદેશી અને આત્મનિર્ભર ઝાકમઝોળ’ ની થઇ રહી છે તૈયારી.

દર વખતે દિવાળીમાં બજારોમાં ચીની માલનું પુર આવતું હતું પણ આ વખતે સ્વદેશી સામાન મચાવસે ધૂમ.

ચાઇનીઝ પ્રોડક્ટનો બહિષ્કાર કરો : દર વખતે દિવાળીના બજારમાં ચીની વસ્તુઓનો માહોલ જોવા મળે છે, પરંતુ આ વખતે દેશી માલ જોવા મળી શકે છે.

ચાઇનીઝ પ્રોડક્ટનો બહિષ્કાર કરો : આ વખતે દિવાળી ખૂબ જ અલગ હશે. ચીનની વિરુદ્ધ વિરોધની લહેર જોતાં એવું લાગે છે કે આ વખતે દિવાળી ઉપર સ્વદેશી રોશની જોવા મળશે. આ દેશી રોશનીની તૈયારી અત્યારથી જ શરૂ થઈ ગઈ છે.

દર વખતે દિવાળીના બજારમાં ચીની વસ્તુઓનો માહોલ જોવા મળે છે, પરંતુ આ વખતે તેમની જગ્યાએ દેશી માલ જોવા મળી શકે છે. ફટાકડા, વિદ્યુત ઉપકરણોનો સામાન, સુશોભનની વસ્તુઓ, દીવા, ભેટો, રમકડા, ગણેશ-લક્ષ્મીની મૂર્તિઓ વગેરે જેવો ઘણો સામાન ચીનથી આવે છે. પરંતુ આ વખતે ચીનના પરાક્રમથી લોકો એટલા નારાજ છે કે તેઓ સતત ચીની વસ્તુઓનો બહિષ્કાર કરી રહ્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ વોકલ ફોર લોકલનું સ્પષ્ટ સૂત્ર દેશને આપી ચુક્યા છે. તમામ પરિસ્થિતિ વચ્ચે તહેવારની સિઝન માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને આ વખતે બજારો દેશી રંગમાં જોવા મળે તેવી સંભાવના છે.

ચીની ઉત્પાદનોના બહિષ્કારને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો એક પ્રોજેક્ટ સેવા ભારતી પણ સક્રિય ભૂમિકામાં છે. જયપુરમાં સેવા ભારતીએ ઇલેક્ટ્રિકલ સામાન (એલઇડી લાઇટ) બનાવવાનું કામ શરૂ કર્યું છે. આના માધ્યમથી શહેરની પછાત વસ્તીઓના જરૂરીયાતમંદ યુવાનોને રોજગાર પણ આપવામાં આવી રહ્યો છે.

સેવા ભારતીના જયપુર પ્રાંતના સહપ્રધાન ધર્મચંદ જૈને જણાવ્યું કે જયપુરમાં સેવા ભારતી દ્વારા કૌશલ્ય વિકાસ યોજના ચલાવવામાં આવે છે. ચાઇનીઝ ઉત્પાદનોના બહિષ્કારની દેશવ્યાપી અપીલને ધ્યાનમાં રાખીને આ વખતે દેશી લાઈટસ તૈયાર કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. દિવાળી ઉપર તેને સેવા ભારતીના કૌશલ્ય વિકાસ કેન્દ્રના માધ્યમથી સંઘના કાર્યકરો દ્વારા જ વેચવામાં આવશે.

તેમણે કહ્યું – અમે નજીકની વસાહતોના બેરોજગાર યુવાનોને એલઇડી બલ્બની રંગીન લાઈટસ બનાવવાની મફત તાલીમ આપી રહ્યા છીએ, જેથી તેઓ સ્વરોજગારમાં જોડાઇ શકે. આ એક એવું કામ છે, જે સરળતાથી શીખી શકાય છે. આ લાઈટસનો સારો વપરાશ પણ થાય છે, જેને ધ્યાનમાં રાખતા આ વખતે લક્ષ્યમાં વધારો કરવામાં આવ્યો છે.

લાઈટસ બનાવવા માટે દેશમાં જ ઉત્પાદિત વાયર, કેપ્સ, એલઇડી બલ્બ વગેરે સામાનનો ઉપયોગ કરવામાં આવે છે. તાલીમ કેન્દ્રમાં દરરોજ 6 તાલીમાર્થીઓ દ્વારા 40 ફુટ લાંબી 120 થી વધુ લાઈટસ બનાવવામાં આવે છે. દરેક લાઈટસમાં 50 એલઇડી બલ્બ લગાવવામાં આવે છે. તેની કિંમત લાઈટસ દીઠ 110 રૂપિયા જેટલી છે. યુવાનોનું એક જૂથ કામ શીખી લે છે, તો બીજો યુવાઓને તે શીખવી શકે છે. આ રીતે આ ક્રમ અવિરતપણે ચાલુ રહે છે.

તેમણે કહ્યું કે આ બેરોજગાર યુવાનોને આ લાઈટસ બનાવવાની તાલીમ આપવાની સાથે-સાથે લાઈટસ દીઠ 20 રૂપિયાના દરે તેમને મહેનતાણું પણ આપવામાં આવે છે. આ કામ શીખ્યા પછી તેઓ તેમના સ્તર ઉપર આ કામ કરે છે. સેવા ભારતીના કેન્દ્ર સિવાય જયપુરમાં વધુ બે સ્થળોએ અહીંથી તાલીમ મેળવેલા કામદારો જ પ્રદેશના જરૂરિયાતમંદ યુવાનોને આ કામ શીખવી રહ્યા છે. તેમને પણ સામાન સેવા ભારતી દ્વારા જ પૂરો પાડવામાં આવે છે.

જૈને કહ્યું કે ટૂંક સમયમાં જયપુરમાં અન્ય ત્રણ-ચાર સ્થળોએ આ કામ શીખવવાનું શરૂ કરવામાં આવશે, જેથી દિવાળી પહેલા સારી સંખ્યામાં આ લાઈટસ તૈયાર થઈ શકે અને સામાન્ય લોકો ચીની લાઈટસ છોડીને તેનો ઉપયોગ કરી શકે. આ કેન્દ્રોમાં નાના ઇલેક્ટ્રિક ઉપકરણોનું નિર્માણ અને મહિલાઓને સિલાઈ કામની તાલીમ પણ આપવામાં આવે છે, પરંતુ હાલમાં આ બધું બંધ છે અને ફક્ત લાઈટસના નિર્માણનું કામ કરવામાં આવી રહ્યું છે.

સમગ્ર રાજસ્થાનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ચીની પેદાશોના બહિષ્કારનું અભિયાન તીવ્ર ગતીથી ચલાવવામાં આવી રહ્યું છે. તેના અંતર્ગત વેપારીઓ અને સામાન્ય લોકોને સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.