આ છે મફત મળતી દવા ગોઠણ નો દુઃખાવો અને રીપ્લેસમેન્ટ નો ઉકેલ જાણો કેવીરીતે

બાવળને તમે જરૂર જોયો હશે. તે ભારતમાં બધી જગ્યાએ વગર ઉગાડ્યે જાતે જ ઉગી જાય છે. જો આ બાવળ નામનું ઝાડ અમેરિકા કે બીજા વિદેશોમાં આટલા પ્રમાણમાં હોત તો આજે તે લોકો તેની પેટન્ટ કરાવી ને દવાઓ બનાવીને આપણી પાસેથી હજારો રૂપિયા લૂટતા હોત. પણ ભારતના લોકોને જે વસ્તુ મફતમાં મળે છે તેની કોઈ કિંમત નથી.

આજે અમે તમને આ બાવળ નો એક એવો પ્રયોગ જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી જો તમને ગોઠણમાં દુઃખાવો છે કે તેને બદલવા જેવી સ્થિતિ ઉભી થયેલ છે. તો એક વાર ગોઠણ બદલવાને બદલે આ પ્રયોગ જરૂર કરશો.

અમુક ઉંમર પછી શરીરમાં સાંધામાં લુબ્રીકેન્ટસ એટલે કેલ્શિયમ બનવાનું ઓછું થઇ જાય છે. જેના લીધે સાંધાનો દુઃખાવો, ગેપ, કેલ્શિયમની ખામી, તમામ તકલીફો સામે આવે છે. જેથી હાલના આધુનિક ડોકટરો તમને જોઈન્ટ રીપ્લેસમેન્ટ કરવાની સલાહ આપશે. જેમાં ઘણા લોકો ને ઓપરેશન પછી પણ દુખાવા મટતા નથી. તો આ પ્રયોગ તમને એવી પરિસ્થિતિ થી બચાવી શકશે. એકવાર જરૂર કરી જુયો

તો આવો જાણીએ આ પ્રયોગને

બાવળથી ગોઠણની ઘરેલું દવા તૈયાર કરવાની રીત.

પ્રયોગ આ રીતે કરવાનો છે. ‘બાવળ’ ના ઝાડ ઉપર જે ફળી (સીંગો) આવે છે તેને તોડી લાવીને, જો તમને આ શહેર માંથી ન મળે તો કોઈ ગામ જાવ, ત્યાં જેટલી જોઈએ એટલી મળી જશે, બી સાથે જ આખી સીંગો સુકવીને પાવડર બનાવી લો. બસ દવા તૈયાર છે.

હવે આવો જાણીએ તેના સેવનની રીત.

સવારે એક ચમચી ની માત્રામાં હુફાળા પાણી સાથે જમ્યા પછી એક કલાક પછી, ૨-૩ મહિના સતત સેવન કરવાથી તમને ગોઠણનો દુઃખાવો બિલકુલ સારો થઇ શકે છે. અને ગોઠણ બદલવાની જરૂર નહી રહે.

અમે હમેશા તમારા માટે નવી નવી જાણકારી લઈને આવીએ છીએ, જેથી તમારું આરોગ્ય જળવાય રહે. અને તમે દવાઓના નામ ઉપર થતી છેતરપીંડી થી બચી શકો, આયુર્વેદ જીવનધોરણને અપનાવો. આયુર્વેદ ની દવાયો ની કોઈ આડઅસર નથી હોતી બસ એ કરતી વખતે ધીરજ રાખવી જરૂરી છે કારણ કે આ દુખાવા ને પેઈન કીલર ની જેમ થોડા સમય માટે દુર નથી કરતી આ સારવાર માં થોડો સમય લાગે છે અને ખુબ સારું પરિણામ મળે જ છે.

બાવળ નાં ગુંદર વિષે પણ વાંચો આ લેખ ક્લિક કરો આની પર >>> બાવળ નો ગુંદર કમર દર્દ, ડાયાબિટીસ, માથાનો દુઃખાવો, ખાંસી, ઝાળા માટે જાણો કેવીરીતે કરવો ઉપયોગ

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.