માઈગ્રેન એટલે કે અધાસીસીના જોરદાર અસરકારક આયુર્વેદિક ઉપચાર.

આજે આપણે માથાના દુઃખાવા વિષે જાણીશું. માથામાં ઘણા પ્રકારના દુઃખાવા થતા હોય છે. એમાંના એક પ્રકારને લોકો આધાશીશી તરીકે જાણે છે. અને આજે આપણે તેના વિષે જાણીશું.

આ દુઃખાવામાં જયારે સૂર્ય ઉગે ત્યારે માથામાં થોડું થોડું દુઃખતું હોય છે. અને જેમ જેમ સૂર્ય ઊંચે આવતો જાય તેમ તેમ માથું વધારે દુઃખે છે. પછી બરાબર બપોરે જયારે માથા પર સૂર્ય આવે ત્યારે સખત દુઃખાવો થાય છે. ત્યારબાદ જેમ જેમ સમય પસાર થતો જાય અને સૂર્ય નીચે આવતો જાય તેમ તેમ દુઃખાવો ઓછો થતો જાય છે. અને સૂર્ય આઠમી જાય એટલે દુઃખાવો સાવ મટી જાય છે.

એટલે આ માથાના દુઃખાવાને સૂર્ય સાથે સંબંધ છે. અને સૂર્ય સાથે સંબંધ હોય એ માથાના દુઃખાવાને આપણે આધાશીશીના નામથી ઓળખીએ છીએ. આ આધાશીશી છે તે સામાન્ય દવાથી મટી જાય એવો દુઃખાવો છે. આવો તેના ઘરેલુ અને દેશી ઉપચાર વિષે જાણીએ.

જેમને આધાશીશી હોય તેમને પલંગ પર સુવડાવી માથું સહેજ લટકતું હોય એ રીતની સ્થિતિમાં રાખી તેમના બંને નસકોરમાં આદુના તાજા રસના 1-2 ટીપાં નાખવા. અને 1 મિનિટ એમને એમ રહેવા દેવું. જો આદુ ના મળે તો સૂંઠને પથ્થર પર ઘસી તેને કપડામાં ભરીને નીચોવી તેનો રસ કાઢી તેનો ઉપયોગ કરવો. આ બંનેમાંથી કોઈ એકના રસનો ઉપયોગ કરવાનો છે.

આ રસ થોડા તેજ હોય છે એટલે નસકોરા થોડા બળશે, આંખમાં આંસુ આવી જશે. એટલે ગભરાવું નહિ. પછી 2 મિનિટ બાદ તે ઉભા થાય અને જરૂર પડે તો તેમને સામાન્ય રીતે સુવડાવી ઘી ના 1-2 ટીપાં નાખી દેવા.

આ ક્રિયાને વૈદિક ભાષામાં નસ્ય કર્યું કહેવાય. આ રીતે નસ્ય કરવાથી આધાશીશી મટી જાય છે. 2-4 દિવસ આ પ્રયોગ કરવાથી આધાશીશીથી છુટકારો મળી શકે છે.

જો આ માહિતી તમને પસંદ આવી હોય તો લાઈક અને શેયર કરવાનું ભૂલશો નહિ.