આળસ આવવાના પ્રમુખ કારણ અને તેને દૂર કરવાના કારગર ઘરેલુ અક્ષીર ઉપાય.

આળસ આ શબ્દથી તો બધા પરિચિત છો. જો કોઈ વ્યક્તિની અંદર કામ કરવાની ભાવના ન આવે અને તે સતત કામ ન કરવાના તે બહાના બનાવતા રહે તો સામાન્ય રીતે તે વ્યક્તિને આળસુ વ્યક્તિ કહેવામાં આવે છે. કોઈનો આળસુ સ્વભાવ તેના જીવનમાં પ્રગતિ પ્રાપ્ત કરવા માટેના માર્ગને અટકાવી દે છે.

તમારા ઓળખીતા જો આ આળસ રૂપી રાક્ષસના શિકાર હોય તો આવશ્ય શેયર કરો. આ એમના સુધી પહોચી જશે અને તમે એમ માનતા હોય કે કોમેન્ટ બોક્ષમાં એમનું નામ લખવાથી એમને ખોટું નહિ લાગે તો આવશ્ય એમનું નામ ટેગ કરો પણ એવું કરી શકો નહિ તો શેયર આવશ્ય કરશો.

કારણ કે આળસુ વ્યક્તિની અંદર કામ કરવાની ભાવના જ નથી હોતી અને કામ કર્યા વગર કોઈ પ્રગતિ પ્રાપ્ત કરી શકતા નથી. જો વૈજ્ઞાનિકોનું માનીએ તો આળસની ભાવના ખરાબ નથી. પરંતુ જ્યારે તે એક મર્યાદાથી વધી જાય છે તો પછી નુકસાનકારક બને છે.

આળસ આવવાના મુખ્ય કારણ :

પૂરતી ઊંઘ આપણા શરીરને ચુસ્ત સ્ફૂર્તિલું બનાવે છે. જો આપણા શરીરને પૂરતી ઊંઘ નહીં મળે તો શરીરમાં આળસ જળવાયેલી રહે છે.

ઘણું વધારે ખાવું પણ શરીરને ભારે બનાવે છે. જેનાથી શરીરમાં આળસ રહે છે. તે ઉપરાંત, ખાવાનો અનિયમિત સમય પણ આળસુ શરીર માટે જવાબદાર હોય છે.

કોઈ કામને કાલ ઉપર ટાળવાની આદત પણ શરીર અને સ્વભાવને આળસુ બનાવી દે છે.

જ્યારે કોઈ વ્યક્તિ ઘણા વધારે સુખની લાલચ કરે છે અને આરામદાયક જીંદગી જીવે છે, ત્યારે તે આળસુ બની જાય છે.

ખુબ વધુ મનોરંજન અથવા કૉમેડી પણ માણસને આળસુ બનાવી શકે છે. હસવું શરીર માટે ફાયદાકારક હોય છે, પણ જ્યારે તે ટેવ બની જાય છે, ત્યારે શરીરને આળસુ બનાવી દે છે.

આજના સમયની વાત કરવામાં આવે તો તે જોવા મળે છે કે આજે દરેક જગ્યાએ ટેકનોલોજી છે. સવારે ઉઠવાથી લઇને સાંજે સુતા સુધી આપણે અલગ અલગ રીતે આપણા જીવનને ઉત્તમ બનાવવા માટે ટેક્નોલૉજીનો ઉપયોગ કરીએ છીએ. પણ આ જ ટેક્નોલૉજીનો ઉપયોગ જ્યારે હદથી વધી જાય છે, તો વ્યક્તિને આળસુ બનાવી દે છે.

યુટ્યુબ અને અન્ય શોસીયલ મીડિયાની મર્યાદાથી વધુ પડતો ઉપયોગ પણ માણસને આળસુ બનાવી દે છે.

આળસને દુર કરવાના સામાન્ય ઉપાય :

આળસ દૂર રાખવામાં પૂરતી ઊંઘ ઘણી અસરકારક હોય છે. જો તમે પણ આળસ દૂર કરીને એક સક્રિય જીવન જીવવા માંગો છો, તો સૌ પ્રથમ તમારી સુવા અને જાગવાનો સમય સુનિશ્ચિત કરો.

સવારે ઉઠ્યા પછી કસરત શરીર માટે ખૂબ ફાયદાકારક હોય છે. તેનાથી આપણા શરીરમાં સકારાત્મક શક્તિનો પ્રવાહ થાય છે. જે શરીર સાથે સાથે મનને પણ કાર્યશીલ બનાવી દે છે. જે લોકોને ખૂબ વિચારવાની આદત હોય છે, તેમને કસરત જરૂર કરવી જોઈએ, જેથી મન સ્થિર રહે.

ખોરાકમાં ઘણી વધારે ચરબી, શુગર અને કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ શરીરમાં આળસને વધારી દે છે. તેથી તેનું સેવન ઘણું વધારે ન કરો.

કોઈપણ કામને કાલ ઉપર ટાળવાની ટેવ ધીરે ધીરે ધીરે આપણા સ્વભાવને આળસુ બનાવે છે. તેથી પોતાને આ સ્વભાવથી બચાવું ખૂબ જરૂરી છે. આ સ્વાભાવમાં જો કોઈ ફેરફાર ઈચ્છો છો, તો તેનો સૌથી સારો ઉપાય છે, To Do List. જેમાં તમે રાત્રે સુતા પહેલા બીજા દિવસે બધા મુખ્ય કાર્યોની યાદી તૈયાર કરી લો. અને તે બધા કાર્યોને આગામી દિવસે પૂર્ણ કરવા માટે સંપૂર્ણ પ્રયાસ કરો.

એક વાત વિચારવા જેવી છે કે શું આપણેને ક્યારેય ફિલ્મ જોવામા આળસ આવે છે? શું ક્યારેય એવું મન થાય છે, આજે યુટ્યુબ નથી જોવું. જી હા, એવું ક્યારેય નહીં થતું. આ પ્રકારના વર્તનના કારણ, ઊંડાણથી સમજવાથી સમજાય છે કે જે કામોમાં આપણા મનને આનંદ મળે છે, તે કરવામાં આપણું શરીર પણ સાથ આપે છે. તેથી તમારા કામ સાથે પ્રેમ કરો. જે પણ કામ કરો છે, તે સકારાત્મકતા સાથે કરો.

ક્યારેક ક્યારેક કામનો વધુ બોજ પણ થોડી આળસ પેદા કરી દે છે. તેથી કામ કરવા માટે પહેલાં તેને ઘણા ભાગોમાં વહેચી દો. પછી આ નાના નાના કામ કરવામાં આળસ નહિ ચડે.

આપણે કોઈ પણ કામ કરીએ છીએ, તેની પાછળ એક પુરસ્કાર જરૂર છુપાયુ હોય છે. જેમ કે એક વિદ્યાર્થી એટલા માટે મહેનત કરે છે, જેથી તે સારા માર્ક્સ લાવી શકે. ચા બનાવવાની મહેનત એટલા માટે કરીએ છીએ. કારણ કે તે પીધા પછી આપણે ખુશી અનુભવીશું. અહીંયા એક વાત સમજાય છે કે કોઈ પણ કામ કરવા પાછળ જો આપણે એક પુરસ્કાર રહેલો હોય તો આપણે તે કામ કરવાથી કંટાળતા નથી.

તેથી પોતાને પુરસ્કાર આપો. જેમ તમે તમારી જાતને કહી શકો છો કે આ કામ કર્યા પછી હું મારા સૌથી સારા મિત્ર સાથે વાત કરીશ અથવા ત્યાર પછી હું થોડા કલાક કોમેડી શો જોઇશ. તેનાથી તમને તરત જ પુરસ્કાર મળવાની આશા રહેશે અને આળસ નહિ આવે.

આળસ ભગાડવના ઘરેલું ઉપાય :

આપણે કેવું ભોજન કરીએ છીએ, તે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. વધુ તીખું અને મસાલાદાર ભોજન કરવાથી શરીરમાં મોટાપો વધે છે, કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે, જેનાથી આપણા શરીરમાં ઘણા પ્રકારની બિમારીઓ જન્મે છે. શરીરમાં હંમેશા થાકનો અહેસાસ થાય છે. તેથી અત્યંત મસાલાદાર ભોજન કરવાનું છોડી દો.

કેટલાક લોકોને દિવસ આખો ઊંઘ આવવાની સમસ્યા રહે છે. તે કેટલું પણ સૂઈ લે, પણ તેમની ઊંઘ પૂરી જ નથી થતી. આ સમસ્યામાંથી નીકળવા માટે વરીયાળીનો ઉપયોગ કરી શકો છો.

10 ગ્રામ વરીયાળીને એક તપેલીમાં નાખીને તેને ઉકાળો જ્યાં પાણી ચોથા ભાગનું રહે. ત્યાર પછી પાણી ઠંડું કરીને સિંધા મીઠું ભેળવીને તે પીવો. આમ સવાર સાંજ રોજ કરવાથી વધારે ઊંઘથી છૂટકારો મળશે.

શરીરમાં ગ્લુકોઝનો અભાવ પણ થાક ઉત્પન્ન કરે છે, જેનાથી કામ કરવામાં આળસનો અનુભવ થાય છે. આવી સ્થિતિમાં કેળાનું સેવન કરો. તેમાં નેચરલ ગ્લુકોઝ હોય છે.

કોઈ પણ પ્રકારની નબળાઈ હોય તો, દૂધનું સેવન કરો. તેમાં ઘણા પ્રકારના વિટામિન્સ, મિનરલ્સ હોય છે, જે શરીરને અંદરથી સ્વસ્થ બનાવે છે.

આળસ દૂર કરવા માટે લીંબુનું સેવન કરી શકાય છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં વિટામીન સી હોય છે, જે આળસને દૂર કરે છે.

તુલસીની ચા આળસને દૂર કરે છે. તેમાં ઘણા એન્ટિ ઑક્સીડેન્ટ હોય છે, જે શરીરને ઉત્સાહી બનાવે છે. તુલસીની ચા બનાવવા માટે તુલસીના 10-15 પાંદડાઓ પાણીમાં ઉકાળી લો, ત્યાર પછી તે પીવો. તેનું સેવન દિવસમાં ઘણી વાર કરી શકાય છે.

અંકુરિત અનાજ શરીરની નબળાઈને દૂર કરીને તેને ઉત્સાહી બનાવે છે. તેમાં પૂરતા પ્રમાણમાં વિટામીન રહેલા હોય છે. તેનું નિયમિત સેવન શરીરમાંથી આળસ અને નબળાઈ દૂર કરે છે.

ફળ અને શાકભાજીનું સેવન કરો. ઘણા ફિઝિશીયન શરીરને સ્વસ્થ રાખવા માટે ફળનો રસ અને લીલા શાકભાજી નિયમિતપણે ખાવા માટે કહે છે. શાકભાજી અને ફળ ઘણા મિનરલ્સથી ભરપુર હોય છે. જેનાથી આપણા શરીરની ઇમ્યુન સિસ્ટમ મજબૂત બને છે. આ બધા ઉપાયો અપનાવીને આપણે આળસ મુક્ત, ઉત્સાહી જીવન જીવી શકીએ છીએ.