આપણે એવું શું કરીએ કે જેથી આવા કપરા સમયે બાળક પોતાની નિર્ણય શક્તિ ના ગુમાવે.

સુરતમાં થયેલી દુર્ઘટના માનવસર્જિત છે એટલે કે માણસની બેદરકારી, લાલચ અને ભ્રષ્ટાચારને કારણે થયેલી છે. એ કોઈ કુદરતી આપદા નથી, જેવી કે ધરતી કંપ, રેલ, સુનામી વગેરે પણ હવે પ્રશ્ન આવીને અહીં અટકે છે કે એક વાલી તરીકે આપણે આપણા બાળકોના ભવિષ્ય માટે શુ કરવું જોઈએ?

તમે સોસીયલ મીડિયા પર વાઇરલ થતા વિચલિત કરી દેતા મન અને તન બંનેને ઝાઝોળી દેતા એ અબુધ, ભોળા બાળકોના ચોથા માળેથી કંઈપણ વિચાર્યા વિના, ભયને કારણે બેબાકળા બનેલા પોતાનો જીવ બચાવવા કુદી જતા એ બાળકોને જોયા છે પણ શું ચોથા માળેથી કુદી પડેલ દરેક બાળક આપણી સાથે છે? ના, આવા આકસ્મિક સમય માટે આપણે આપણા બાળકોને તૈયાર રાખવા પડશે. જોવા જઈએ તો છેલ્લા એક વર્ષમાં આગ લાગવાની આ બીજી ત્રીજી ઘટના ફકત સુરત શહેરમાં જ છે.

તો એવું શું કરી શકે કે જેથી આવા કપરા સમયે પણ આપણા બાળકો ગભરાય નહીં અને પોતાની નિર્ણય શક્તિ જાળવી રાખી, સાચો નિર્ણય કરી પોતાનો અને પોતાના સાથી મિત્રોનો જીવ બચાવી શકે? એનો જવાબ છે મોક ડ્રિલ. હા, મોક ડ્રિલ.

મોક ડ્રિલ એટલે એવી પ્રેક્ટિકલ ટ્રેનિંગ કે જેના દ્વારા વારંવારના અભ્યાસ બાદ બાળકોમાં આવા કપરા સંજોગો સામે લડવાની એને સમજવાની એક જાતની શક્તિ કેળવાઈ જાય. જે રીતે આપણે રોગોથી બચવા રસી બાળકોને આપવીએ છીએ. જે રસી બીજું કાંઈ નહીં પણ એ જ રોગના નિષ્ક્રિય કરેલ બેક્ટેરિયા કે વાઇરસ હોય છે. જે શરીરમાં જતા તેની સામે લડવાની શક્તિ શરીર આપોઆપ કેળવવી લે છે.

તમે કેટલીક આર્મી કે ફાયર સેફટી વાળની આવી મોક ડ્રિલ જોઈ હશે. હમણાં વચ્ચે ખૂબ વાઇરલ થયેલ મોક ડ્રિલ તમને યાદ હશે. જેમાં પ્રતીક રૂપ પ્રધાનમંત્રી ભાષણ આપતા હોય છે, અચાનક હુમલો થાય ત્યારે પ્રધાનમંત્રીને કેવી રીતે બચાવમાં આવે એની મોક ડ્રિલ બતાવામાં આવે છે યાદ આવ્યું?

બસ એ જ રીતે બાળકો માટે પણ આપણે પોતાના ઘરમાં અને શાળામાં પણ સામુહિક રીતે આવી મોક ડ્રિલનું આયોજન કરવામાં આવે એમાં ફકત આગ લાગે તો જ નહીં, પણ રેલ આવે તો શું કરવું? ધરતી કંપ આવે તો શું કરવું? વગેરેનું પ્રેક્ટિકલ જ્ઞાન આપવામાં આવે.

શાળામાં 2 મહિને 1 વાર કોઈ પણ જાતના ભાષણ વગર જાણે સાચે જ આગ લાગી છે એવું દ્રશ્ય ખડું કરી બાળકોને પોતાના કલાસ રૂમ માંથી કઈ રીતે શિક્ષકના આદેશ મુજબ પોતાનો અને પોતાના સાથી મિત્રોનો જીવ બચાવી શકાય એની ટ્રેનિંગ આપવામાં આવે. તો બાળકો પોતે સમજી શકશે અને ખોટા નિર્ણય દ્વારા પોતાનો અને બીજા સાથીનો જીવ જોખમમાં નહીં મૂકે. આપત્તિ વ્યવસ્થાપન એ ફકત ભણાવાથી આવડી જતું નથી પણ એની ટ્રેનિંગ પણ જરૂરી છે. જો સુરતના ફાયર બ્રિગેડને સમયે સમયે મોક ડ્રિલ કરવી હોત, તો કૂદીને મૃત્યુ પામેલા 3 બાળકો આપણી વચ્ચે હોત.