આવો જાણીએ ભગવાન વિષ્ણુના 10 પ્રખ્યાત મંદિર.

આવો જાણીએ ભગવાન વિષ્ણુના ૧૦ પ્રસિદ્ધ મંદિર જેના દર્શન કરવા દેશ વિદેશ માંથી આવે છે ભક્તો

કહે છે કે પાપનો નાશ કરવા માટે સમય સમય ઉપર ભગવાન વિષ્ણુ આ ધરતી ઉપર યુગે યુગે પ્રગટ થયા છે. ક્યારેક મર્યાદા પુરુષોત્તમ રામ, તો ક્યારેક શ્રીકૃષ્ણના અવતારમાં ભગવાને પોતાના ભક્તોના કષ્ટ દુર કર્યા. આ કલયુગમાં પણ તેમના ભક્તોની શ્રદ્ધા આ મંદિરોમાં જોવા મળે છે.

૧. બદ્રીનાથ :- શ્રી બદ્રીનાથ ઉત્તરાખંડના ચમોલી જીલ્લામાં અલકનંદાના કાંઠે બિરાજમાન છે. તે હિંદુ ધર્મના ચાર ધામ માંથી એક તીર્થસ્થળ છે. તે ભગવાન વિષ્ણુના સમર્પિત ૧૦૮ મંદિરોમાં સામેલ છે, જેનું તામિલ સંતોએ છઠ્ઠીથી ૯મી સદી વચ્ચે ઉલ્લેખ કર્યો હતો.

૨. વેંકટેશ્વરયહ ભગવાન વિષ્ણુના સૌથી જુના અને પ્રસિદ્ધ મંદિરો માંથી એક છે. વેંકટેશ્વર મંદિર તિરુપતિ પાસે તિરુમાલા પહાડી ઉપર છે. દર વર્ષે અસંખ્ય લોકો અહિયાં આવીને ભગવાન વેંકટેશના આશીર્વાદ અને દર્શનનો લાભ લે છે.

૩. વિઠ્ઠલ રુકમણીયહ વૈષ્ણવ મંદિર મહારાષ્ટ્રના પંઢરપુરમાં છે. વિઠ્ઠલ રુકમણી ભગવાન વિષ્ણુના રૂપ વિઠોબાને સમર્પિત છે. અહિયાં શ્રી હરી અને તેમના પત્ની રુકમણી બીરાજમાન છે.

૪. જગન્નાથયહ મંદિર પણ વૈષ્ણવોની ચાર ધામમાં રહેલું છે. જગન્નાથ પૂરી સાથે જોડાયેલી ઘણી અદ્દભુત કથાઓ છે જે આજે પણ જોવા મળે છે. અહિયાં દર વર્ષે નીકળતી વિશેષ રથયાત્રામાં લાખો શ્રદ્ધાળુ સામેલ હોય છે.

૫. દ્વારકાધીશ આ મંદિર ભગવાન વિષ્ણુનો અવતાર શ્રી કૃષ્ણને સમર્પિત છે. માનવામાં આવે છે દ્વારકાધીશ લગભગ ૨૦૦૦ વર્ષ જુનું મંદિર છે. આ મંદિરને ભગવાન કૃષ્ણના પૌત્ર વજ્રનાભે બનાવરાવ્યુ હતું. તે એટલા માટે મહત્વપૂર્ણ છે કેમ કે દ્વારકામાં છે, જ્યાં કૃષ્ણનો નિવાસ હતો. દ્વારકાધીશ ચાર ધામ માંથી એક છે.

૬. બાંકે બિહારીયહ કૃષ્ણ મંદિર ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં છે. અહિયાં ગોપાલની મૂર્તિ ત્રિભંગ રૂપમાં છે. માનવામાં આવે છે કે આ મૂર્તિમાં ભગવાન કૃષ્ણનું સૌથી મોહક અને આકર્ષક રૂપ દેખાય છે. બાંકે બિહારીમાં જન્માષ્ટમી ઉપર નીકળતી ઝૂલન યાત્રા અને અક્ષય તૃતીયનું પર્વ જોવા લાયક હોય છે.

૭. સિહાચલમ મંદિર આ મંદિર વિશાખાપટ્ટમની પાસે છે. સિહાચલમમાં ભગવાન વિષ્ણુના નરસિંહ અવતારને પૂજવામાં આવે છે.

૮. રંગાનાથ સ્વામીયહ દક્ષીણ ભારતના તિરુચીરાપલ્લી શહેરના શ્રીરંગમાં આવેલુ છે. રંગાનાથ સ્વામી શ્રી હરીના વિશેષ મંદિરો માંથી એક છે. કહેવામાં આવે છે ભગવાન વિષ્ણુના અવતારમાં શ્રી રામે લંકાથી પાછા ફરતી વખતે અહિયાં પૂજા કરી હતી.

૯. કનક ભવનઅયોધ્યાનું રામ મંદિરને કનક ભવનના નામથી પણ ઓળખવામાં આવે છે. અહિયાં શ્રી હરીના રામ અવતારને પૂજવામાં આવે છે. આ મંદિરમાં રામ નવમીનો ઉત્સવ ખુબ ધામ ધૂમથી મનાવવામાં આવે છે. માનવામાં આવે છે કે કનક ભવનમાં શ્રી રામ એ કૌશલ્યાના ગર્ભમાં જન્મ લીધો હતો.

૧૦ શીનાથજી કહે છે આ એક માત્ર એવું મંદિર છે, જ્યાં શ્રી કૃષ્ણની બાળ સ્વરૂપમાં પૂજવામાં આવે છે. તે મૂર્તિ નાથદ્વારા મંદિર બનતા પહેલાથી જ અહિયાં સ્થાપિત હતી. શ્રીનાથજીના દર્શન માટે અહિયાં દર વર્ષે ભક્તોની ઘણી ભીડ ઉમટે છે.

આ માહિતી ધ ઇન્ડિયન પોસ્ટ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.