ફિલ્મોમાં 50 વર્ષ પુરા થતા બિગ બી ને વિશ કરવા પર અભિષેક થયો ટ્રોલ, યુઝર્સ બોલ્યા ‘તું કાંઈ ના કરીશ’

અમિતાભ બચ્ચનને હિંદી સિનેમામાં 50 વર્ષ પુરા થઈ ગયા છે. 7 નવેમ્બર 1969 ના રોજ એમની પહેલી ફિલ્મ સાત હિન્દુસ્તાની રિલીઝ થઈ હતી. આ ખાસ અવસર પર એમને બધી બાજુથી અભિનંદન મળી રહ્યાં છે. આ બધા વચ્ચે અભિષેક બચ્ચને પણ પોતાના પિતાને અભિનંદન આપ્યા. આ ખાસ અવસર પર અભિષેક બચ્ચને હૃદયને સ્પર્શીલે એવી એક પોસ્ટ લખી છે.

અભિષેકે લખ્યું કે, ‘ન ફક્ત એક દીકરા પણ એકટર અને ફેન તરીકે અમે બધા મહાનતાના સાક્ષી છીએ. પ્રશંસા કરવા માટે, શીખવા માટે અને વખાણવા માટે ઘણું બધું છે. સિનેમાને પસંદ કરવાવાળાની ઘણી પેઢીઓ એ કહી શકે છે કે, એમણે બચ્ચનના જમાનાને જોયો છે.’ ‘ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 50 વર્ષ પુરા કરવા પર તમને અભિનંદન પપ્પા. હવે અમને આગળના 50 વર્ષની રાહ છે. લવ યુ.’ અભિષેકની આ પોસ્ટ ખરેખર દિલને સ્પર્શી લેનારી છે. પણ અમુક ફેન્સને એમની આ પોસ્ટ પસંદ નથી આવી. અને એકવાર ફરી એક્ટિંગને લઈને અભિષેકને ટ્રોલ કરવામાં આવ્યો.

એક યુઝરે લખ્યું, પોતે કાંઈ ના કરતો, બસ પપ્પા જ બીજા 50 વર્ષ કામ કરે. એક અન્ય યુઝરે લખ્યું કે, તમને તમારા પિતા તરફથી બધું મળ્યું છે, ફક્ત એક્ટિંગને છોડીને.

બીજા એક યુઝરે લખ્યું કે, હેલો અભિષેક તમારે પણ સારી ફિલ્મો બનાવવી જોઈએ. અમે આશા રાખીએ છીએ કે, ભવિષ્યમાં અમે તમને સારી ફિલ્મોમાં જોઈશું. અભિષેક આ પહેલા પણ ઘણીવાર એક્ટિંગને લઈને ટ્રોલ થઈ ચુક્યા છે. હાલમાં જ એક યુઝરે એમને જોબલેસ કહ્યા હતા. જો કે એ પછી એમણે ટ્રોલર્સને કરારો જવાબ પણ આપ્યો હતો.

અમિતાભ બચ્ચને વર્ષ 1969 માં ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’ થી બોલીવુડમાં એકટર તરીકે પગ મુક્યો હતો. સાત હિન્દુસ્તાની અમિતાભ બચ્ચનની પહેલી ફિલ્મ હોવા સિવાય પણ ઘણી ખાસ ફિલ્મ રહી છે. કારણ કે તે રાષ્ટ્રીય એકતા, ક્ષેત્રિયવાદ અને ભાષાઓની દીવાલોને કૂદીને આગળ નીકળતી એક ફિલ્મ હતી, જેને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ મળ્યો હતો.

અમિતાભ બચ્ચનની વાત કરીએ તો આટલી મોટી ઉંમરે પણ તે ટીવી શો કરે છે, જાહેરાત કરે છે અને ફિલ્મો પણ કરે છે, જેમાં તેમની દમદાર એક્ટિંગ જોવા મળે છે. તે દેશના કેટલાય યુવાનો માટે રોલ મોડલ છે. અને લોકો એમની એક્ટિંગના દીવાના છે. એમના દ્વારા ભજવેલા લગભગ દરેક પાત્ર પ્રખ્યાત છે. ખરેખર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એમણે ખુબ મોટું યોગદાન આપ્યું છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.