ગીતા મુજબ આ ત્રણ પ્રકારના લોકો સાથે રહેવાથી જીવન થઈ જાય છે નષ્ટ, બચીને રહેજો આમનાથી

ગીતામાં જણાવ્યા પ્રમાણે આ 3 પ્રકારના લોકો સાથે રહેવાથી નષ્ટ થઈ જાય છે જીવન, આમનાથી બચીને રહેવું જોઈએ

શ્રીમદ્ ભગવદ્ ગીતા ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા અર્જુનને અપાયેલા ઉપદેશો ઉપર આધારિત છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણએ અર્જુનને જ્ઞાન આપતાં એવા ત્રણ લોકો વિષે જણાવ્યું છે, જેની સાથે રહેવાથી જીવન સંપૂર્ણ રીતે નાશ પામે છે. અને તમે હંમેશાં દુઃખી જ રહો છો.

આ ત્રણ પ્રકારના લોકોના કારણે જીવનમાં ક્યારે પણ સુખ નથી મળતું, અને મન દરેક વખતે અશાંત રહે છે. તેથી તમારે આ પ્રકારના લોકો સાથે મિત્રતા ન કરવી જોઈએ. અને ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા જણાવવામાં આવેલા આ પ્રકારના લોકોથી દુર રહેવું જોઈએ.

શ્રીમદ્ ભગવદ્ ગીતામાં લખાયેલા છે શ્લોક :

अज्ञश्चाश्रद्दधानश्च संशयात्मा विनश्यति।

नायं लोकोऽस्ति न परो न सुखं संशयात्मन:।।

અજ્ઞાની લોકો :

ઉપરોક્ત શ્લોકો દ્વારા શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું છે કે, જીવનમાં અજ્ઞાની લોકોથી દૂર રહેવું જોઈએ. અજ્ઞાની લોકોને ધર્મનું જ્ઞાન હોતું નથી અને તે સાચા ખોટાને ઓળખી શકતા નથી. આવા લોકો સાથે રહેવાથી તમારી વિચારસરણી ઉપર પણ ખરાબ અસર પડે છે અને તમે પણ અજ્ઞાની બની જાવ છો.

અજ્ઞાની વ્યક્તિ પાસેથી કોઈપણ વ્યક્તિ સરળતાથી પોતાની વાત મનાવી શકે છે, અને આવા લોકો સાથે મિત્રતા કરવાથી તમને જ નુકશાન થાય છે. અજ્ઞાની વ્યક્તિ સાથે રહેવાથી મુશ્કેલીઓમાં વધારો થાય છે, અને આવા લોકો તમને હંમેશાં મુશ્કેલીમાં મુકી દે છે.

જે પોતાને સૌથી મહાન સમજે છે :

જ્ઞાન પ્રાપ્ત કરવાની કોઈ મર્યાદા નથી હોતી. ક્યારે પણ કોઈ વ્યક્તિ સંપૂર્ણ રીતે જ્ઞાની બની શકતો નથી. ભગવાન શ્રીકૃષ્ણના જણાવ્યા મુજબ એવા લોકોથી દુર રહેવું જોઈએ, જે પોતાને સૌથી મહાન સમજે છે અને જ્ઞાન પ્રાપ્ત કરવાની ઇચ્છા ધરાવતા નથી. વ્યક્તિને હંમેશાં જીવનમાંથી કંઇકને કંઈક શીખવાનું મળે છે, પરંતુ જે લોકો પોતાને જ્ઞાની સમજે છે તે નવી વસ્તુઓ શીખવાની ઇચ્છા ધરાવતા નથી, અને આવા માણસો ખૂબ જ ઝડપથી નાશ પામે છે.

પોતાને જ્ઞાની સમજવા વાળા લોકો સાથે દોસ્તી કરીને તમારી વિચારસરણી પણ તેમના જેવી બની જાય છે, અને તમે જીવનમાં કંઇક નવું શીખવાની ઇચ્છા ગુમાવી દો છો. તેથી તમારે એવા લોકો સાથે મિત્રતા ન કરવી જોઈએ જે પોતાને સૌથી વધુ જ્ઞાની સમજે છે.

શંકામાં રહેતા વ્યક્તિ :

શંકામાં રહેતો વ્યક્તિ ક્યારેય તેના નિર્ણયો યોગ્ય રીતે લઈ શકતો નથી, અને આવા પ્રકારના વ્યક્તિ સાથે રહેવાથી તમે પણ સાચા ખોટાની ઓળખ કરી શકતા નથી. શંકામાં રહેવા વાળા લોકો કોઈ પણ કામ કરવાનું વિચારતા પહેલા એવું વિચારે છે કે તેઓ કામ કરે કે નહીં.

આ દુનિયામાં શંકાનું કોઈ સમાધાન નથી, અને શંકા કરવા વાળા લોકો હંમેશા નિષ્ફળ જ રહે છે. તેથી તમારે આવા લોકો સાથે મિત્રતા ન કરવી જોઈએ. કારણ કે જ્યારે સમય આવે છે, ત્યારે આ લોકો તમારી મદદ કરતા પહેલા પણ શંકાસ્પદ રહે છે.

જો તમે સુખી જીવન જીવવા માગો છો તો ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા જણાવેલા આ ત્રણ લોકોથી દૂર રહો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.