આ અભિનેતાઓએ પોતાની દીકરીઓને બોલીવુડમાં કરવા દીધું નહિ કામ, એકે તો આપી દીધી હતી હાથપગ ભાંગી નાખવાની ધમકી

બોલીવુડમાં એવા ઘણા બધા પરિવાર આપણી સામે છે, જેમની કેટલીય પેઢીઓએ લોકોનું મનોરંજન કર્યુ છે અને આજે પણ કરતા રહે છે. દાદાના સમયથી લઇને આજ સુધી પણ એક પરિવારના લોકો ફિલ્મોમાં જોવા મળી રહ્યા છે. ઘણા બધા સ્ટાર કિડ્સ બોલીવુડમાં ડેબ્યુ કરી ચુક્યા છે, અને ઘણા બધા સ્ટાર કિડ્સ હજુ પણ ડેબ્યુ કરવાના છે. આમ તો તેમાંથી અમુક કલાકાર એવા પણ છે જેમણે પોતાની દીકરીઓને બોલીવુડમાં નો એન્ટ્રીનું બોર્ડ લગાવી દીધું. તમને જણાવી દઈએ આ કલાકાર વિષે જેમણે ફિલ્મી દુનિયાથી રાખી પોતાની દીકરીઓને દુર.

અમિતાભ બચ્ચન :

બચ્ચન પરિવારના લગભગ દરેક સભ્યો ફિલ્મોમાં એક્ટીવ છે. જયા બચ્ચન હંમેશાથી ઇન્ડસ્ટ્રીનો ભાગ રહ્યા છે, અને અભિષેક પણ પોતાનું કેરિયર બનાવવામાં લાગેલા છે. જ્યાં સુધી વહુ એશ્વર્યાની વાત છે તો તે ગ્લેમરસ જગતનો સૌથી ઉત્તમ ચહેરો છે. બીગ બી ૭૦ ની ઉપર હોવા છતાં પણ સતત ફિલ્મો અને ટીવી સાથે જળવાયેલા છે. આમ તો પરિવારમાં એક બીજા સભ્ય છે જેમનું ફિલ્મો સાથે કોઈ સંબંધ નથી અને તે છે શ્વેતા બચ્ચન નંદા. અમિતાભ ક્યારેય ઇચ્છતા ન હતા કે શ્વેતા ફિલ્મોમાં આવે અને એવું જ થયું. શ્વેતા એક વખત એક ટીવી જાહેરાતમાં અમિતાભ સાથે જોવા મળી હતી, પરંતુ તે જાહેરાત કાંઈ વિશેષ ચાલી નહિ.

રાજ કપૂર :

બોલીવુડ ઇન્ડસ્ટ્રીના મહાન અભિનેતા અને નિર્માતા રાજ કપૂર પોતાની ફિલ્મોમાં હિરોઈનોને ઘણી બોલ્ડ દેખાડતા હતા. આમ તો તેમણે ક્યારે પણ પોતાની દીકરીઓને ફિલ્મોમાં કામ કરવા ન દીધું. જ્યાં ઋષિ કપૂર, રણબીર કપૂર આ પેઢીને આગળ વધારી રહ્યા છે અને ઋષિની બહેનોએ ફિલ્મોમાં કામ નથી કર્યુ. આમ તો તેમની ભત્રીજી કરિશ્મા અને કરીનાએ ફિલ્મોમાં ઘણી ખ્યાતી મેળવી અને આજે પણ હીટ છે.

સંજય દત્ત :

બોલીવુડના બાબા સંજય દત્તએ ત્રણ લગ્ન કર્યા હતા, જેમાં તેની પહેલી પત્નીથી તેને એક દીકરી છે ત્રિશાલા. તે સોશિયલ મીડિયા ઉપર પણ ઓછી જોવા મળે છે. સંજય દત્તનું પરિવાર હંમેશા ફિલ્મો સાથે જોડાયેલું રહ્યું. સુનીલ દત્ત એક ઉત્તમ કલાકાર હતા અને નરગીસ દત્ત તો બોલીવુડનો જીવ હતી. ત્યાર પછી સંજય દત્તએ પણ ફિલ્મોમાં પોતાનો સિક્કો ચલાવ્યો અને સુપરસ્ટાર બન્યા. આમ તો તેને ત્રિશાલાનું બોલીવુડમાં કામ કરવું પસંદ નથી. તેમણે તો ત્યાં સુધી કહી દીધું હતું કે જો ત્રિશાલા ફિલ્મોમાં આવશે તો તેના પગ તોડી નાખશે.

ઋષિ કપૂર :

બોલીવુડના હીટ સ્ટાર ઋષિ કપૂર તે ફેમીલીનો ભાગ છે, જેનું પરિવાર સૌથી વધુ ફિલ્મોમાં એક્ટીવ રહ્યું છે. તેમની ફેમીલીમાં લગભગ તમામ લોકો ફિલ્મોમાં એક્ટીવ રહ્યા છે અને આજે પણ છે. પરંતુ પોતાના પિતાની જેમ તેમણે પણ પોતાની દીકરી રિદ્ધીમાને ફિલ્મોમાં કામ કરવા નથી દીધું. રણબીર કપૂર જ્યાં ફિલ્મોથી લોકોના દિલમાં છવાયેલા છે તે રિદ્ધીમા લાઈમલાઈટથી દુર રહે છે.

નીના ગુપ્તા :

આજકાલ સફળતા મેળવનારી નીના ગુપ્તા ૬૦ ની ઉંમર વટાવી જવા છતાં પણ ફિલ્મોમાં એક્ટીવ છે. પરંતુ તેમણે પણ ક્યારેય નથી વિચાર્યુ કે તેમની દીકરી ફિલ્મોમાં આવે. નીનાની દીકરી ફિલ્મી જગતથી તો દુર રહે છે, પરંતુ એક ફેશન ડિઝાઈનર છે.