ખુશખબર : તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં ફરી દેખાશે આ અભિનેત્રી, જાણો ક્યાં હતી ગાયબ?

ઘણા સમય પછી ફરી તારક મેહતા શોમાં એન્ટ્રી કરવા જઈ રહી છે આ અભિનેત્રી, જાણો ક્યારે દેખાશે?

એક્ટ્રેસ પ્રિયા અહુજાને તારક મેહતા કા ઉલ્ટા ચશ્માથી ઘણી પોપ્યુલારિટી મળી. શો માં તે રીટા રિપોર્ટરના પાત્રમાં જોવા મળતી હતી. પણ લાંબા સમયથી તે શો માંથી ગાયબ છે. તેની પાછળનું કારણ હતું તેમની પ્રેગ્નેન્સી. નવેમ્બર 2019 માં તેમણે બાળકને જન્મ આપ્યો. એટલા માટે તેમણે શો માંથી મેટરનિટી લીવ લીધી હતી.

શો માં રીટા રિપોર્ટર પાછી આવશે :

હવે સમાચાર આવ્યા છે કે, એક્ટ્રેસ શો માં પાછી આવવાની છે. હકીકતમાં પ્રિયાના પતિ માલવ રાજદાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરતા હિંટ આપી છે કે, એક્ટ્રેસ શો માં પાછી આવવાની છે. તે શો માં જલ્દી જ રીટા રિપોર્ટરના રોલમાં જોવા મળશે. માલવે પોસ્ટ કરીને લખ્યું – ‘અને રીટા પોતાના મેટરનિટી બ્રેક પરથી પાછી આવી ગઈ છે. તે જોઈને ઘણું સારું લાગે છે કે, તેણે મારા ઓર્ડર ફોલો કરવા પડે છે.’

તેની સાથે જ માલવે રીટા રિપોર્ટરના ગેટઅપમાં પ્રિયાનો એક વિડીયો પણ શેયર કર્યો છે. પ્રિયાના શો માં પાછા આવવાને લઈને તેમના ફેન્સ ઘણા ઉત્સાહિત છે. જણાવી દઈએ કે પ્રિયા લાંબા સમયથી શો માંથી ગાયબ છે. શો માં તેમની એક્ટિંગને ઘણી પસંદ કરવામાં આવી હતી. પોપટલાલ સાથે તેમની લડાઈને ફેંસ ઘણી મિસ પણ કરી રહ્યા હતા.

શો ની વાત કરીએ તો જણાવી દઈએ કે, ટીવી સિરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્માને સતત દર્શકોને પ્રેમ મળી રહ્યો છે. શો સતત 11 વર્ષથી પણ વધારે સમયથી ચાલી રહ્યો છે, અને સતત લોકોને હસાવવાનું કામ કરી રહ્યો છે. તેમજ શો હંમેશા ટીઆરપીની રેસમાં પણ બની રહે છે. આ સમયે શો માં કોરોના વાયરસને લઈને કઈ રીતે સાવધાની રાખવી તેના વિષે જણાવવામાં આવી રહ્યું છે.

જો કે શો માં દયા ભાભીની ભૂમિકા ભજવનારી દિશા વાકાણી છેલ્લા કેટલાય સમયથી પાછી આવી નથી. શો ના મેકર્સ દયા ભાભી પિયર ગઈ હોવાનું બહાનું બનાવીને એપિસોડ તેમના વગર જ ખેંચી રહ્યા છે. તેમજ બાવરી એટલે કે મોનિકા ભદોરિયા પણ શો છોડી ચુકી છે, હવે તેની જગ્યાએ કઈ નવી એક્ટ્રેસ આવે એ જોવાનું રહ્યું. હાલમાં તો તેમણે બાવરી વિદેશ ગઈ હોવાનું બહાનું બનાવી દીધું છે. જો શો ના મેકર્સ બાવરીની ફી વધારવા રાજી થઈ જાય તો જૂની બાવરી કદાચ પાછી આવી શકે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.