આ હિરોઈનો છે પોતાના પતિઓ થી લાંબી, પતિઓએ હાઈટ મેચ કરવા માટે પહેરવા પડે છે હિલ વાળા ચપ્પલ

દુનિયામાં ઘણા બધા લોકો એવા છે જેમની ઉંચાઈ નાની છે. તમે પણ ઘણી વખત ટીવી ઉપર ઊંચાઈ વધારવા માટે જાહેરાત જોઈ હશે. તેનાથી વિપરીત ઘણા લોકો એવા પણ છે જેમની હાઈટ ઘણી વધુ છે. ઘણી નાની હાઈટ અને ઘણી વધુ હાઈટ પણ લોકો માટે સમસ્યા ઉભી કરી દે છે. ખાસ કરીને જો અભિનેત્રીઓની હાઈટ હદથી વધુ હોય તો તેણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

દરેક વસ્તુનો પોતાનો એક ફાયદો અને નુકશાન હોય છે. બસ એવી રીતે જ નાની અને લાંબી હાઈટના પણ પોતાના ફાયદા અને નુકશાન છે. બોલીવુડમાં ઘણી એવી અભિનેત્રીઓ રહેલી છે જે હાઈટમાં પોતાના પતિઓથી લાંબી છે. ઘણી વખત તેના પતિઓની હાઈટ મેચ કરવા માટે હિલ વાળા ચપ્પલનો સહારો લેવો પડે છે. આજની આ પોસ્ટમાં અમે તમને બોલીવુડની પાંચ એવી અભિનેત્રીઓ વિષે જણાવીશું જેમની હાઈટ પોતાના પતિઓથી વધુ છે.

દીપિકા પાદુકોણ :

બોલીવુડનું હોટેસ્ટ કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ગયા મહીને ૧૪-૧૫ નવેમ્બરના રોજ લગ્ન બંધનમાં બંધાઈ ગયા. ઇટલીના લેક કોમોમાં બન્નેએ ભવ્ય લગ્ન કર્યા. બન્નેના આ લગ્ન કોંકણી અને સિંધી રીત રીવાજો સાથે પુરા થયા. જણાવી દઈએ દીપિકાનું નામ બોલીવુડની સૌથી લાંબી અભિનેત્રીઓમાં રહેલુ છે. એટલું જ નહિ, તેની હાઈટ પતિ રણવીર સિંહથી પણ વધુ છે. જ્યાં દીપિકાની હાઈટ ૫ ફૂટ ૯ ઇંચ છે. અને રણવીર સિંહની હાઈટ ૫ ફૂટ ૮ ઇંચ છે.

પ્રિયંકા ચોપડા :

પ્રિયંકા ચોપડા આજે બોલીવુડની ટોપ હિરોઈન માંથી એક છે. પ્રિયંકા હવે માત્ર બોલીવુડ નહિ પરંતુ હોલીવુડ સ્ટાર પણ છે. આ વાતમાં કોઈ બે મત નથી કે પ્રિયંકાને કારણે જ ભારતનું નામ ઇન્ટરનેશનલ લેવલ ઉપર પણ ઊંચું આવ્યું છે. હાલમાં જ પ્રિયંકાએ અમેરિકી સિંગર નીક જોનસ સાથે લગ્ન કર્યા છે. અને તમને જાણીને નવાઈ થશે કે નીક ન માત્ર ઉંમરમાં પણ પરંતુ હાઈટમાં પણ પ્રિયંકાથી નાના છે. જણાવી દઈએ કે પ્રિયંકાની હાઈટ ૫ ફૂટ ૮ ઇંચ છે અને નીકની હાઈટ ૫ ફૂટ ૭ ઇંચ.

યકતા મુખી :

વર્ષ ૧૯૯૯ માં યુક્ત મુખીએ મિસ વર્લ્ડનો એવોર્ડ પોતાના નામે કર્યો હતો. કેરિયરમાં સફળતા મેળવવા દરમિયાન તેમણે પ્રિન્સ તુલી નામના એક બિઝનેસમેન સાથે લગ્ન કરી લીધા હતા. યુક્તાએ ફિલ્મ ‘પ્યાસા’ થી બોલીવુડમાં ડેબ્યુ કર્યુ હતું. યુક્તા મુખી બોલીવુડમાં અત્યાર સુધીની સૌથી લાંબી અભિનેત્રી છે. તેની હાઈટ ૬ ફૂટ ૧ ઇંચ છે જયારે તેના પતિની ૬ ફૂટ. આમ તો યુક્તના તેના પતિ પ્રિન્સ તુલી સાથે છૂટાછેડા થઇ ગયા છે.

સોનમ કપૂર :

હાલમાં જ બોલીવુડ દીવા સોનમ કપૂરએ પોતાના લાંબા સમયના બોયફ્રેન્ડ આનંદ આહુજા સાથે લગ્ન કર્યા છે. જણાવી દઈએ કે આંનદ આહુજા ફેશન ઇન્ડસ્ટ્રીમાં એક જાણીતું નામ છે. તે દિલ્હી બેસ્ડ બિઝનેસમેન છે. સોનમ કપૂર પણ હાઈટમાં પોતાના પતિથી લાંબી છે. જ્યાં સોનમની હાઈટ ૫ ફૂટ ૮ ઇંચ છે અને તેના પતિ આનંદ ૫ ફૂટ ૭ ઇંચની છે.

બિપાશા બાસુ :

બિપાશા બાસુએ ટીવી કલાકાર કરણ સિંહ ગ્રોવર સાથે વર્ષ ૨૦૧૬ માં લગ્ન કર્યા છે. જ્યાં બિપાશાના સાથે લગ્ન કર્યા પછી કરણના આ ત્રીજા લગ્ન હતા. બિપાશા સાથે લગ્ન પહેલા તે શ્રદ્ધા નિગમ અને જેનીફર વિંગેટ સાથે લગ્ન કરી ચુક્યા છે. હાઈટની બાબતમાં બિપાશા બાસુ પણ પોતાના પતિથી લાંબી છે. જણાવી દઈએ બિપાશાની હાઈટ ૫ ફૂટ ૯ ઇંચ છે તો કરણ સિંહ ગ્રોવર ૫ ફૂટ ૮ ઇંચના છે.