અદ્દભુત રહસ્યમય ગણેશજીની અલૌકિક મૂર્તિ. જે કરે છે દરેક ઈચ્છા પૂરી.

ગણેશજીની અદ્દભુત મૂર્તિ જે ૩૦૦૦ ફૂટની ઊંચાઈ ઉપર એક પહાડની ટોચ ઉપર ખુબ જ રહસ્યમય રીતે રાખવામાં આવી છે. આ મૂર્તિને આટલી ઊંચાઈ ઉપર કોણે મૂકી તે કોઈ નથી જાણતું, શાસ્ત્રોમાં ગણેશજીની મૂર્તિનેને લઇને પૌરાણીક માન્યતાઓ જોડાયેલી છે, જે જાણીને તમે દંગ રહી જશો. અને એવું વિચારશો કે આપણું ભારત ન જાણે કેટલાય રહસ્યમયી અને અદ્દભુત વસ્તુઓથી ભરેલું છે. અને એ કારણ છે અપણે જુના ભારતને અતુલ્ય ભારતનું સ્થાન આપવામાં આવે છે.

મિત્રો, આવો તમને લઇને જઈએ છીએ દાંતીવાડા જીલ્લામાં જો કે છત્તીસગઢના પાટનગર રાયપુરથી લગભગ ૩૫૦ના અંતરે આવેલું છે, અહિયાં તમને પારસપરની ટોચ ઉપર જોવા મળશે ઢોલકર ગણેશ ગ્ર્રેનાઈટના પથ્થરથી બનેલી આ મૂર્તિઓ ૩.૫ ફૂટ પહોળી છે. ગણપતીની મૂર્તિના ઉપરના ભાગમાં જમણા હાથની ઉપર ડાબી બાજુ તૂટેલો એક દાંત નીચે જમણા હાથમાં અક્શ્ધારા ધારણ કરાયેલા, નીચે ડાબા હાથમાં મોદક ધારણ કરેલા બીરાજમાન છે.

આ પ્રકારની મૂર્તિઓ બસ્તર વિસ્તાર સિવાય બીજેમાં ક્યાય તમને જોવા નહિ મળે, હંમેશા તમે સાંભળ્યું હશે કે ગણેશજીની આરતીમાં એક ‘દંત દયાવંત’ જેવા શબ્દોનો ઉપયોગ થાય છે શું તમે ક્યારેય વિચાર્યું છે? કે તેને એકદંત કેમ કહેવામાં આવે છે. તેનો જવાબ પણ આ પહાડની ટોચ ઉપર રહેલો છે.

ધોળકર ગણેશજીની મૂર્તિ સુધી પહોચવા માટે તમારે પાંચ કીમીનું ટ્રેકિંગ કરીને ગાઢ જંગલ પાર કરીને આ પર્વત શિખર ઉપર પહોચવું પડશે. જ્યાં તમને જોવા મળે છે. ઢોલકર ગણેશજીની મૂર્તિ જે અદ્દભુત છે, શ્રી ગણેશજી મૂર્તિ જોતા જ પ્રવાસીઓનો સંપૂર્ણ થાક દુર થઇ જાય છે.

મૂર્તિ સામે ઉભા રહેવાથી ચારે તરફ સેકડો ફૂટ ઊંડી ખાઈ અને ગાઢ જંગલ છે, આ મૂર્તિ ક્યારે અને કેવી રીતે અહિયાં આવી કોઈને ખબર નથી, પણ અંદાજ જ એવો લગાવવામાં આવે છે કે જ્યાં મૂર્તિ 9 મી શતાબ્દીમાં આ સ્થળ પર સ્થાપિત કરવામાં આવી હતી, ત્યારે અહીંયા નાગવંશી રાજાઓનું શાસન હતું, ગણપતિજીના પેટ પર એક નાગનું ચિન્હ પણ મળે છે, કહેવામાં આવે છે કે મૂર્તિ બનાવતી વખતે નાગવંશી એ એ આ ચિન્હ ભગવાન ગણેશજી ઉપર અંકિત કર્યું હશે.

આવો હવે તમને જણાવીએ કે ગણેશજીની આરતીમાં એકદંત દયાવત કેમ થાય છે? આ એ સ્થાન છે જ્યાં ભગવાન પરશુરામના ફરસાથી ખંડિત થઇને ગણેશજીનો દાંત પડ્યો હતો, તેના વિષે પૌરાણીક માન્યતાઓ પણ પ્રસિદ્ધ છે. બ્રહ્મ વૈશ્નવ પુરાણની એક આધ્યાયમાં જણાવવામાં આવ્યું છે કે એક વખત કૈલાશ ઉપર ભગવાન પરશુરામ ભગવાન શંકરને મળવા પહોચ્યા, ત્યાં ગણેશજી રખેવાળી કરતા હતા.

ભગવાન પશુશુરામએ જિદ્દ કરી તો ગણેશજીએ પોતાના સૂંઢમાં તેમને લપેટ્યા અને ત્રણે લોકોના ચક્કર લગાવતા એક ફૂલ ઉપર લઇ આવ્યા અને અહીંયા પરશુરામજીને એક પહાડી ઉપર જોરથી પછાડી દીધા, જયારે તેઓ ભાનમાં આવ્યા તો ગુસ્સે થઇને તેમણે ફરસાથી ભગવાન ગણેશજી ઉપર હુમલો કર્યો, જેનાથી ગણેશજીનો એક દાંત તૂટીને પડી ગયો.

આ ઘટનાને જીવિત રાખવા માટે ચિંતક રાજવંશી રાજા ઓ એ ટોચ ઉપર ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરી દીધી જો કે પરશુરામના ફરસાથી ગણેશજીનો દાંત તુટ્યો હતો એટલા માટે તે ટોચની નીચેના ગામનું નામ ફરજપાલ રાખવામાં આવ્યું, બાજુમાં કોતવાલ પાડા ગામ છે, કોતવાલ એટલે રક્ષક કે ચોકીદાર, ઘણા લોકો અહિયાં ભગવાન ગણેશજીને તેમના વિસ્તારના રક્ષક માને છે.

મિત્રો ભગવાન ગણેશજીની આ મૂર્તિ અદ્દભુત છે, રહસ્યોથી ભરેલી છે, અહિયાં પહોચવા માટે અને ગણપતિજીના દર્શન કરવા માટે તમારે લગભગ 3 કલાક પગપાળા ચાલતાં ચાલતા પહાડી માર્ગોથી ઉપર પહોચવું પડે છે અને એક વખત અહીં પર્વતો ઉપર બિરાજમાન ઢોલકર ગણેશજીની મૂર્તિના દર્શન કર્યા પછી સંપૂર્ણ થાક દુર થઇ જાય છે.

અને એક અલૌકિક અહેસાસ થાય છે, મિત્રો તમે જો છત્તીસગઢના પાટનગર રાયપુર આવો તો ઢોલકર ગણેશજીના દર્શન કરવાનું ન ભૂલતા, અહિયાં સુધી પહોંચવા માટેનું પૂરું સરનામું અમે તમારા માટે આ વિડિઓનીના બોક્સમાં આપેલુ છે.