અધધધ આટલા લાખ રૂપિયામાં વેચાયો BSNL નો એક નંબર, જાણો કોણે ખરીદ્યો?

૧૧ લાખ ૯૧ હજાર ૯૧૮ રૂપિયામાં વેચાયો BSNLનો એક નંબર. આ નંબરને કાનપુરના રહેવાસી એક બિલ્ડરે મેરઠ માંથી ખરીદ્યો. આ BSNLના કોઈ પણ નંબર માટે ખર્ચ કરવામાં આવેલી અત્યાર સુધીની સૌથી મોટી રકમ છે. આવો જાણીએ તેના વિષે વિશેષ.

મનપસંદ મોબાઈલ નંબર મેળવવા માટે લોકો લાખો કરોડો સુધી ખર્ચ કરી રહ્યા છે. મૂળ કાનપુરના રહેવાસી હિમાંશુ કેડિયાએ મેરઠના બીએસએનએલ કાર્યાલય માંથી એક ફેન્સી નંબર માટે ૧૧ લાખ ૯૧ હજાર ૯૧૮ રૂપિયા ખર્ચ કર્યા છે. હિમાંશુએ જે નંબર માટે લગભગ ૧૨ લાખ રૂપિયા ખર્ચ કર્યા છે તેના શરુઆતના બે આંકડાને છોડીને બીજા આંકડા સરખા છે. બીએસએનએલ મેરઠના પ્રવક્તા જણાવે છે કે આ બીએસએનએલના કોઈ પણ નંબર માટે ખર્ચ કરવામાં આવેલી અત્યાર સુધીની સૌથી મોટી રકમ છે, એટલે પોતાની રીતે એક રેકોર્ડ.

ફેન્સી નંબર માટે કર્યો હતો સંપર્ક

કાનપુરના રહેવાસી હિમાંશુ કેડિયાનું કહેવું છે કે તેમણે કાનપુરમાં ફેન્સી નંબર માટે સંપર્ક કર્યો હતો. ત્યાં બીડ વિષે જાણ થઇ અને વેસ્ટ યુપી સર્કલના આ નંબર વિષે મેં જાણકારી મળી. મેં બોલી લગાવી અને પહેલા દિલ્હી, પછી મેરઠ આવીને મનપસંદ નંબર પ્રાપ્ત કર્યો. મારો પ્રયાસ અને નંબર મળવામાં બે મહિનાનો સમય થયો છે. મકાન બાંધકામના ધંધામાં જોડાયેલા હિમાંશુ કહે છે કે તેને ફેન્સી નંબરનો શોખ છે, એટલા માટે તે નંબર લીધો છે. તે જીવનભર સાથે રહેશે.

દુનિયાનો સૌથી મોંઘો નંબર ૧૬ કરોડનો

અત્યાર સુધીદેશમાં સૌથી મોંઘો મોબાઈલ નંબર ખરીદવાનો રેકોર્ડ લુધિયાનાના અમિત મલ્હોત્રાના નામે જાય છે. વર્ષ ૨૦૦૭માં ધંધાથી બિજનેશમેન અમિતે મનપસંદ નંબર માટે ૧૫ લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા. દુનિયામાં જો સૌથી મોંઘો મોબાઈલ નંબરની વાત કરીએ તો કતરમાં કતર ટેલીકોમના એક બીડમાં ભારતીય ચલણ મુજબ લગભગ ૧૬ કરોડ રૂપિયામાં એક નંબર વેચાયો હતો. વર્ષ ૨૦૦૬માં ૬૬૬૬૬૬૬ નંબર માટે લાગેલી બોલીથી મળેલી રકમ સેવાકીય કામોમાં લગાવવામાં આવી હતી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.