આધાર કાર્ડે બર્બાદ કરી દીધું આ યુવકનું જીવન, હેરાનગતિને કારણે સરકાર પાસેથી માગ્યું ઈચ્છા મૃત્યુ.

દરેક માણસની એક ઓળખ થઇ શકે તેના માટે સરકારે આધાર કાર્ડ અમલમાં મુક્યું છે. વર્તમાનમાં આપણા જીવનમાં આધાર જરૂરીયાત બની ગયું છે. તેના વગર તો ન તો સ્કુલમાં એડમીશન મળે છે અને ન તો નોકરી મળે છે. પરંતુ આ આધાર ડીડી નગરના રહેવાસી રોહિત સિંહ તોમર માટે મુશ્કેલી બની ગયું છે.

આધાર કાર્ડમાં થયેલી ભૂલથી તેનું જીવન જ અટકી ગયું છે. હવે ન તો તેને નોકરી મળી રહી છે અને ન તો બેંકમાં ખાતું ખોલાવી શકે છે. તેના માટે તેને જવાબદારો પાસે વિનંતી પણ કરી, પરંતુ દરેક જગ્યાએ નિરાશા જ મળી છે.

રોહિતના આધાર કાર્ડમાં ફિંગરપ્રિન્ટ તો તેના જ છે પરંતુ નામ અને જન્મ તારીખ તેના દાદાજીની છપાઈ ગઈ છે. તેને લીધે રોહિત જ્યાં પણ પોતાના કોઈ કામ માટે આધાર કાર્ડ લઇને જાય છે તેને સ્પષ્ટ ના કહી દેવામાં આવે છે અને કહેવામાં આવે છે કે આધાર કાર્ડમાં સુધારો કરાવો.

આધારની આ ભૂલને લઇને રોહિતનું ન તો બેંકમાં ખાતું ખોલાવી શકાયું છે અને ન તો કોઈ નોકરી માટે અરજી કરી શકે છે. કલેકટરથી લઇને સીએમ હેલ્પલાઇન સુધી પોતાની આ સમસ્યાની જાણ કરી ચુકેલા રોહિતનું કહેવું છે કે જીવનથી કંટાળી ગયો છું, હવે તો ઈચ્છા મૃત્યુની માંગણી કરીશ.

૨૦૧૨માં બનાવરાવ્યું હતું આધાર :-

રોહિતે જણાવ્યું અમારા ગામ ઈંડોરીમાં ૨૦૧૨ માં મેં કુટુંબ સાથે આધાર કાર્ડ બનાવરાવ્યું હતું. જયારે કાર્ડ બનીને આવ્યું તો તેમાં મારા નામની જગ્યા એ દાદાજીનું નામ વિદ્યારામ અને જન્મ તારીખ ૦૧-૦૧-૧૯૨૬ લખેલું આવ્યું. જયારે મારી જન્મ તારીખ ૦૨-૦૨-૨૦૦૨ છે. આધાર કાર્ડમાં ફિંગરપ્રિન્ટ પણ મારી જ છે. રોહિતે જણાવ્યું કે દાદાજીનું મૃત્યુ પણ થઇ ગયું છે.

મિત્રોથી અલગ પડી રહ્યો છું :-

રોહિતનું કહેવું છે કે મારા બધા મિત્રો આગળ નીકળતા જાય છે પણ હું તેનાથી અલગ પડી રહ્યો છું. આ બધું આધાર કાર્ડની એક ભૂલને કારણે થઇ રહ્યું છે. રેલ્વે અને નેવીની નોકરીનું ફોર્મ ન ભરી શક્યો અને હવે આર્મીની ભરતીમાં જોડાઈ નહિ શકું.

પહેલી વખત આવ્યો છે આવો કેસ :-

જ્યાં સુધી મને જાણ છે આ પ્રકારનો આ કેસ પહેલો જ છે. મને થોડો સમય આપો હું ભોપાલમાં વાત કરીને તેના વિષે થોડી જાણકારી આપી શકું. સંબંધિતની સમસ્યાનું નિરાકરણ કરાવી શકાય. આશિષ જૈન, મેનેજર, ઈ-ગવર્નર્સ

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.