અધિક માસમાં પૂજા-પાઠ કરવાથી થાય છે આટલા ગણો વધારે લાભ, જાણો શા માટે તે વિષ્ણુનો પ્રિય માસ છે

આ ખાસ સંયોગ આ વર્ષે અધિક માસને બનાવે છે વધારે ખાસ, વાંચો ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલી કથા. પૂજા પાઠ સહીત દરેક શુભ કાર્યોનું સો ગણું ફળ આપનારો ભગવાન વિષ્ણુનો પ્રિય 29 દિવસીય અધિક માસ 18 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયો છે. અને તે 16 ઓક્ટોબર સુધી ચાલશે. ત્રણ વર્ષમાં એક વાર આવતા અધિક માસમાં મંદિરોમાં ભાગવત પારાયણ, યજ્ઞ-હવન અને અનુષ્ઠાન થશે. જોકે, કોરોના સંક્રમણને કારણે મંદિરોના દરવાજા શ્રદ્ધાળુઓ માટે બંધ રહેશે. આ વખતે ધાર્મિક અનુષ્ઠાનનો લાભ ઘરે બેઠા ઓનલાઇન જ લઇ શકશો.

જ્યોતિષ પં. વિજય અડીચવાલે જણાવ્યું કે, અધિક માસને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. આસો મહિના સાથે અધિક માસનો સંયોગ 19-19 વર્ષના અંતરાળમાં બને છે. આ પહેલા 2001, 1982, 1963 માં બે આસો માસ આવ્યા હતા. 2020 પછી બે આસો માસ 2039 માં આવશે. આ વખતે અધિક માસ હોવાથી ચાતુર્માસ પણ ચારની જગ્યાએ પાંચ મહિનાનો થઈ જશે. શક્તિની ઉપાસનાનું પર્વ શારદીય નવરાત્રીની શરૂઆત એક મહિના મોડેથી 17 ઓક્ટોબરથી થશે.

અધિક માસને ભગવાન વિષ્ણુએ આપ્યું પોતાનું નામ : ડો. ગિરીશાનંદ મહારાજ, શંકરાચાર્ય મઠના પ્રભારીનું કહેવું છે કે, પુરાણો અનુસાર અધિક માસ દર ત્રણ વર્ષે આવે છે. 12 મહિનાના અંશથી ઉત્પન્ન અધિક માસનું નામ મલ માસ પડ્યું. આ કારણે તેને પહેલા વધારે મહત્વ આપવામાં આવ્યું ન હતું. જયારે દરેક મહિનાએ તેનો તિરસ્કાર કર્યો, તો તે દુઃખી થઈ ગયો અને તે નારદજી પાસે ગયો. નારદજીએ જયારે તે મહિનાની વ્યથા સાંભળી તો તેઓ તેને લઈને ભગવાન વિષ્ણુ પાસે લઇ ગયા. ભગવાન વિષ્ણુએ કહ્યું કે, આજથી હું તમે મારું નામ આપું છું, હવે તારું નામ પુરુષોત્તમ માસ રહેશે અને તું દરેક મહિનામાં શ્રેષ્ઠ કહેવાશે.

શહેરમાં થશે આ આયોજન : નિપાનિયા સ્થિત ઇસ્કોન મંદિરના પ્રમુખ એવા સ્વામી મહામનદાસે જણાવ્યું કે, આખી દુનિયાના ઇસ્કોન મંદિરોમાં ભાગવત કથાનું આયોજન થશે. નામ, કીર્તન અને કથાના આયોજનોનું ઓનલાઇન પ્રસારણ પણ થશે. લક્ષ્મી વેંકટેશ દેવસ્થાન છત્રીબાગના સ્વામી વિષ્ણુપ્રપન્નાચાર્ય મહારાજે જણાવ્યુ કે, મંદિરમાં દરરોજ સવારે 9 થી 12 વાગ્યા સુધી હવન-પૂજન થશે. ભગવાન વિષ્ણુની 1008 નામો સાથે તુલસીના પાનથી આરાધના થશે.

મોટા ગણપતિ પીલિયાખાલમાં આવેલા પ્રાચીન હંસદાસ મઠ પર ભાગવતના મૂળ પાઠની પારાયણ અને અખંડ રામાયણ પાઠ, હંસ પીઠાઘીશ્વર મહંત રામચરણદાસ મહારાજના સાનિધ્યમાં થશે. પદ્માવતી વેંકટેશ દેવસ્થાન ટ્રસ્ટ વિદ્યા પેલેસ કોલોનીના પ્રચાર પ્રમુખ નિતિન તાપડિયાનું કહેવું છે કે, આખો મહિનો તુલસીના પાનથી ભગવાનની પૂજા-અર્ચના કરવામાં આવશે.

બનશે આ વિશેષ સંયોગ : આચાર્ય શિવપ્રસાદ તિવારી અનુસાર, આ મહિનામાં ઘણા ખાસ સંયોગ બનશે જે કાર્યોમાં સિદ્ધિ પ્રદાન કરશે. 19 અને 27 સપ્ટેમ્બરે દ્વિપુષ્કર અને 2 ઓકોટોબરે અમૃત સિદ્ધિ યોગ રહેશે. તેની સાથે જ 10 ઓક્ટોબરે રવિ પુષ્ય અને 11 ઓક્ટોબરે સોમ પુષ્ય નક્ષત્ર રહેશે.

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.