અધિકારી બનીને ગરીબ માતાનું ઋણ ચૂકવવા માંગતો હતો પુત્ર, માતાએ કહ્યું કરી દે મારું આ એક કામ અને પછી

અધિકારીએ દર્શાવી માતાનું દેવું ચૂકવવાની ઇચ્છા, માતાએ કહ્યું – કરી દે આ નાનું એવું કામ, પછી આગળ જે થયું તે તમારે જરુર જાણવું જોઈએ

મનુષ્યનું ઇચ્છાઓ ઘણી જ અલગ હોય છે, ઘણા લોકો દ્વારા તેમની સાથે કરેલા સારા વર્તન અને ત્યાગને ભૂલી જાય છે, તેમાં બીજા લોકોથી લઈને તેમના માતા-પિતા પણ સામેલ થાય છે. મા-બાપનો ઉપકાર ક્યારેય કોઈ નહીં ઉતારી શકાતો પણ માણસ એ વાતો ભૂલી ને પોતાના જીવન ને એવી રીતે જીવવા લાગે છે જેવી રીતે તે જીવવા માંગે છે.

વ્યક્તિને ક્યારેય ન ભૂલવું જોઈએ કે આપણે બધા જે કંઇ પણ બનીએ છીએ તે આપણા માતા પિતાનાં ત્યાગ અને સમાધાનને કારણે બનીએ છીએ. પરંતુ વિશ્વનું સૌથી મોટું તથ્ય એ છે કે આપણે ક્યારે પણ આપણી માતાનું ઋણ ચૂકવી શકતા નથી, પછી તેના બદલામાં આપણે આપણી સંપૂર્ણ કમાણી કેમ લુટાવી ન આપીએ. અધિકારી બની ગરીબ માતાનું ઋણ ચૂકવવા માંગતો હતો પુત્ર, ત્યાર પછી માતાએ એવું કહ્યું કે તે રડવા લાગ્યો.

અધિકારી બની ગરીબ માતાનું ઋણ ચૂકવવા માંગતો હતો પુત્ર :-

અમે વાત એક માતા-પુત્રની કરવા જઈ રહ્યા છીએ, જેમાં એક ગરીબ પરિવારનો પુત્ર ભણી ગણીને અધિકારી બને છે, તેના પિતા બાળપણમાં જ ગુજરી ગયા હતા અને તેની માતાએ દિવસ-રાત્રિ મહેનત કરીને તેને અધિકારી બનાવ્યો. એક દિવસ જયારે પુત્ર માતાની પાસે તેમના ઋણને ચૂકવવાની ઈચ્છાથી ગયો, તો માતાએ તેને ખૂબ જ અજોડ વાત જણાવી.

માતાએ ખૂબ જ દુઃખ સાથે તેને ભણાવ્યો ગણાવ્યો અને સફળ બનાવ્યો તેના બદલામાં એક દિવસ જ્યારે તેણે માતાને કહ્યું, ‘માતા, તમે જીવનભર મારા માટે ઘણું બધું કર્યું છે, તો આજે હું તમારૂ ઋણ ચૂકવવા માંગું છું.’ તે સાંભળીને માં આશ્ચર્યચકિત રહી ગઈ. તેના પર આશ્ચર્યજનક માતાએ કહ્યું, ‘ના પુત્ર મને મારી મમતા અને પ્રેમ બદલામાં કંઈ નથી જોઈતું.’

તેના દીકરા માટે ત્યાગ કરવો દરેક માતાનું કર્તવ્ય હોય છે. ‘ત્યાર પછી, પુત્ર વારંવાર જિદ કરવા લાગ્યો કે તે તેમના પ્રેમ, મામતા અને બલિદાનના બદલામાં તે તેમને કાંઈક આપવા માંગે છે, તો માતાએ તેની જિદ્દ માની લીધી. માતાએ કહ્યું કે શું તું મારી સાથે બાળપણની જેમ સુઈ શકે છે. ત્યારે દીકરા એ બસ એટલું જ કહીને હા પાડી દીધી. રાત થઈ અને પુત્ર, તેની માતા પાસે સુવા માટે આવી ગયો, પણ તેને ખબર નહોતી કે માતા તેને કઇ રીતે કહેશે કે માતાનું ઋણ તો ભગવાન પણ ક્યારેય નથી ઉતારી શક્ય.

જયારે પુત્ર પોતાના માતાની પાસે સુઈ ગયો ત્યારે માતાએ એક બોટલ પાણી તેની તરફ નાખી દીધું અને પછી સુવાનું બહાનું કરવાનું શરૂ કર્યું. પુત્રે થોડા પ્રયાસોથી તે ભીની જગ્યાને સૂકવવા પ્રયાસ કર્યા. પરંતુ વારંવાર તેની માતા એવું કરવા લાગી ત્યારે તે બુમો પાડવા લાગ્યો.

પછી માતાએ શિખવી પુત્રને એક મહત્વની વાત :-

પુત્રનું બુમો પાડવાથી માતા હસવા લાગી. પુત્ર એ કહ્યું, ‘હું વારંવાર તે જગ્યાને સારી કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું અને તમે વારંવાર તેને ભીનું કરી રહ્યા છો. નથી સુવરાવવા માંગતા તો કહો તો હું જતો રહીશ. તેનો માતા એ હસતાં હસતા કહ્યું કે મારૂ માત્ર બે ત્રણ વખત બોટલનું પાણી નાખવાથી તું એટલી મુશ્કેલીઓ અનુભવી રહ્યો છો, તો જરા વિચાર, તે મને 3 વર્ષ આમ કર્યું છે તો હું કેટલી બુમો પાડતી હોઈશ?

“ત્યાર પછી આંખમાં આંસુ સાથે માતા બોલી, ‘માતાનું ઋણ ક્યારેય કોઈ નહીં ઉતારી શકે પુત્ર… જે પીડાથી એક માતા બાળકને 9 મહિના પેટમાં રાખીને પોતાનો જીવ હથેળી ઉપર રાખીને તેને જન્મ આપે છે. તે ઉપરાંત બાળકો તેમને અપમાનિત કરીને તેને અંદરથી તોડી નાખે છે. ‘માતાની આ વાતો સાંભળીને અધિકારી પુત્ર રડવા લાગ્યો અને બોલ્યો,’ માતા… હું હંમેશાં ભીના પલંગ પર સુવા તૈયાર છું અને હંમેશાં તમારું ધ્યાન રાખીશ, પણ હું ક્યારેય તમારું ઋણ નહિ ઉતારી શકું.’

એવું કહેવામાં આવે છે કે માતા બાળકની સૌથી પહેલા ગુરૂ અને મિત્ર હોય છે, તેથી માતાને ભગવાનનું સ્થાન આપવામાં આવે છે, કારણ કે જ્યારે બાળક રંગ, સ્વાદ અને ઘણી બધી વસ્તુ નથી ઓળખતા તે સમયે પણ તે પોતાની માંને જોઈને હસે છે. તે ખૂબ જ સુંદર દ્રશ્ય હોય છે એક માતા અને તેના નવજાત બાળક પ્રત્યે.