3 મે પછી લોકડાઉન વધારવાના મૂડમાં નથી કેંદ્ર, તૈયાર કર્યો એક્ઝિટ પ્લાન

લોકડાઉનને લઈને નવા સમાચાર, હવે કેંદ્ર સરકાર 3 મે પછી લોકડાઉન વધારવાના મૂડમાં નથી, એક્ઝિટ પ્લાન કર્યો તૈયાર

ન્યુ દિલ્લી. ભારતમાં કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. કોરોનાને ફેલાતો અટકાવવા માટે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ દેશ વ્યાપી લોકડાઉનને લંબાવીને 3 મે સુધી કરી દીધો છે. સોમવારથી અમુક શરતો સાથે લોકડાઉનમાં છૂટ આપવામાં આવી રહી છે. આ બધા વચ્ચે સરકારી સૂત્રોનું માનીએ તો કેંદ્ર સરકાર 3 મે પછી લોકડાઉન આગળ વધારવાના મૂડમાં નથી. તેમજ લોકડાઉન પૂરું થયા પછીનો પ્લાન પણ તૈયાર કરી દીધો છે.

ન્યુઝ 18 ને મળેલી એક્સક્લુઝિવ જાણકારી અનુસાર, 3 મે પછી લોકડાઉનને ધીરે ધીરે હટાવવામાં આવશે, અને અમુક શરતો સાથે વધારે છુટછાટ મળશે. જો કે, રેડ અને ઓરેંજ ઝોન વાળા વિસ્તારોને હાલમાં છૂટ નહિ મળે. કોરોનાના કેસ ઓછા થવાની સાથે સાથે છૂટનો વિસ્તાર વધારવામાં આવશે.

આ છે લોકડાઉનનો એક્ઝિટ પ્લાન :

ન્યુઝ 18 ના સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર, સરકારે લોકડાઉન પછીના સમય માટે આ પ્લાન તૈયાર કર્યો છે.

3 મે પછી પણ ટ્રેન, પ્લેનથી પરિવહન કરવું મુશ્કેલ છે. તેના પર હજી કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો.

ગ્રીન ઝોન વાળા વિસ્તારમાં ફક્ત શહેરની અંદર જ પરિવહનની મંજૂરી મળશે.

સોશિયલ ડિસ્ટેંસિંગ અને માસ્ક લોકોની રોજિંદી લાઇફસ્ટાઈલનો ભાગ હશે. તેને લાંબા સમય સુધી ફરજિયાત રાખી શકાય છે.

ઘરેથી નીકળવાની છૂટ મળી શકે છે, પણ માસ્ક પહેરવું પડશે અને એક બીજા વચ્ચેના અંતરનું ધ્યાન રાખવું પડશે.

ઓફિસોમાં સોશિયલ ડિસ્ટેંસિંગનું ધ્યાન રાખીને કામ કરવાની પરવાનગી મળી શકે છે.

કોઈ પણ જગ્યાએ ભીડ થવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

લગ્ન સમારોહ, ધાર્મિક સ્થળો જેવી જગ્યાઓને લઈને હાલમાં રાહત નથી મળી શકતી. લગ્નમાં વધુમાં વધુ કેટલા મહેમાન આવી શકે છે, તેના માટે તમારે ડીએમ પાસેથી લેખિત મંજૂરી લેવી પડશે.

3 મે પછી જીવનજરૂરિયાતની વસ્તુની દુકાનોને પણ થોડી શરતો સાથે રાહત આપવામાં આવી શકે છે.

લોકડાઉન પૂરું થયા પછી પણ મુંબઈ, દિલ્લી, નોએડા, ઈંદૌર જેવા વિસ્તારમાં ખાસ દેખરેખ રાખવામાં આવશે. અહીં લોકડાઉનના અમુક નિયમોનું પાલન થશે.

સૂત્રોનું કહેવું છે કે, 15 મે પછી જ દેશમાં કોરોનાની સ્થિતિનું સારી રીતે મૂલ્યાંકન કર્યા પછી આગળની રણનીતિ નક્કી થશે.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.