અનોખી ગણેશ પ્રતિમાની પૂજા પછી કરો મંત્રનો જાપ, ભગવાન ગણેશ બધા વિઘ્નોનો કરશે નાશ.

વિધ્નહર્તા ગણેશની અનોખી મૂર્તિની પૂજા કર્યા પછી જરૂર કરો આ મંત્રોનો જાપ, તમારા બધા વિઘ્નોનો થશે નાશ

બુધવારને ભગવાન ગણેશજીની ઉપાસના કરવા માટે એક વિશેષ દિવસ માનવામાં આવે છે, જો કોઈ વ્યક્તિ આ દિવસે ભગવાન ગણેશજીની વિધિ પૂર્વક પૂજા કરે છે, તો તેની ઉપર ભગવાન ગણેશજીની કૃપા દ્રષ્ટિ હંમેશા જળવાઈ રહે છે અને તેમને તેના જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ થાય છે. ઘણા એવા લોકો છે જે બુધવારના દિવસે ગણેશજીની પૂજા કરીને તેમની કૃપા પ્રાપ્તિ કરવા માગે છે, તો તેના માટે અમે તમને આના કેટલાક ઉપાય જણાવીશું.

હકીકતમાં, મોટાભાગના લોકો બજારમાં ઉપલબ્ધ ગણેશ મૂર્તિ ખરીદે છે અને તેને તેમના ઘરે લાવીને તેની પૂજા કરે છે, પરંતુ આજે અમે તમને કેટલીક વિશેષ વસ્તુઓ ભેળવીને ગણેશ મૂર્તિ બનાવવાની માહિતી આપવા જઈ રહ્યા છીએ, જો તમે આ વસ્તુઓ ભેળવીને ગણેશની મૂર્તિ બનાવીને તેની પૂજા કરો, તો તેનાથી તમારી બધી મનોકામનાઓને પૂર્ણ થઇ શકે છે.

આ વસ્તુઓનું મિશ્રણ કરીને ગણેશજી બનાવો

જો તમે ભગવાન ગણેશજીનો આશીર્વાદ મેળવવા માંગતા હોય, તો તેના માટે તમારે તમારા ઘરમાં છાણ અને લોટમાં હળદર મિક્સ કરીને એક નાની એવી ગણેશજીની મૂર્તિ બનાવવી પડશે, હવે તમે આ મૂર્તિને પીળા કપડા પહેરાવીને વિધિ પૂર્વક પૂજા કરો, તેની સાથે જ તમે 108 નંગ સફેદ દુર્વા તમારી મનોકામના પૂરી કરવાની પ્રાર્થના સાથે ગણેશજીની આ મૂર્તિ ઉપર અર્પણ કરો.

ઉપરોક્ત પૂજા પધ્ધતિ પછી તમારી સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે આ મંત્રોનો જાપ કરો.

જો તમે કોઈ કોર્ટ કેસથી પરેશાન છો અને તમે ઈચ્છો છો કે તેમાં તમારો વિજય થાય તો તમારે તેના માટે વિધિ પૂર્વક ગણેશ મૂર્તિની પૂજા કરીને “ॐ वर वरदाय विजय गणपतये नमः” મંત્રનો જાપ 108 વાર કરવો જોઈએ, તેનાથી તમને કોર્ટ કેસમાં સફળતા પ્રાપ્ત થશે.

જો તમે તમારા દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવા માગો છો, તો તેના માટે તમે વિધિ પૂર્વક હરિદ્રા ગણેશજીની ઉપાસના કરીને “ॐ हुं गं ग्लौं हरिद्रा गणपत्ये वरद वरद सर्वजन हृदये स्तम्भय स्वाहा” મંત્રનો જાપ ૧૦૮ વાર કરો, તેનાથી તમારા બધા કાર્યો સફળ થશે

હંમેશા જોવામાં આવ્યું છે કે લોકોના પરિવારમાં હંમેશા ગરીબી પ્રવર્તે છે, જો તમે આ ગરીબીનો નાશ કરવા માગો છો તો તેના માટે તમે ગણેશજીની પૂજા કર્યા પછી “ॐ गं लक्ष्म्यौ आगच्छ आगच्छ फट्” મંત્રના જાપ કરવો જોઈએ.

જો કોઈ વ્યક્તિના ધંધામાં કોઈ પણ પ્રકારની અડચણ ઉભી થઇ રહી છે, તમારે તમારા વ્યવસાયમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, તો આવી સ્થિતિમાં તમે ગણેશજીની પૂજા કર્યા પછી “ॐ गणेश महालक्ष्म्यै नमः” મંત્રના જાપ કરો. આમ કરવાથી વ્યવસાયમાં ચાલતી તમામ અડચણો અને મુશ્કેલીઓ દૂર થઈ જશે અને તમે તમારા વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત કરશો.

જો તમે ભૌતિક સુખ સુવિધાઓ પ્રાપ્ત કરવા માગો છો, તમારી મનોકામનાઓને વહેલી તકે પૂર્ણ કરવા માંગો છો, તો ભગવાન ગણેશજીની વિધિ પૂર્વક બુધવારના દિવસે પૂજા કરીને ગણેશ મંત્ર “ॐ अन्तरिक्षाय स्वाहा” ના જાપ કરો.

જો તમને કોઈ લાંબી બિમારીથી પરેશાન થઇ રહ્યા છો, તો તમારા આ બધા રોગોથી મુક્તિ મેળવવા માટે તાંત્રિક ગણેશ મંત્ર “ॐ गं रोग मुक्तये फट्” ના જાપ કરો.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.