લોકડાઉન પછી આટલા કલાક વહેલા પહોંચવું પડશે ઍરપોર્ટ, આ 10 વાતો જાણવી છે જરૂરી

લોકડાઉન પછી એરપોર્ટ જતા પહેલા આ 10 વાતો જાણી લો, હવે આટલા કલાક પહેલા પહોંચવું પડશે ઍરપોર્ટ પર

લોકડાઉન પૂરું થયા પછી હવાઈ યાત્રા કરવાવાળા લોકોએ ઘણા નવા નિયમોનું પાલન કરવું પડશે. સેંટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોટીરી ફોર્સ (CISF) એ અમુક નવા નિયમ બનાવ્યા છે. સીઆઈએસએફે આ સંબંધમાં નવી એડવાઈઝરી જાહેર કરી છે, જેથી કોરોના વાયરસ સંક્રમણને નિયંત્રણમાં લઇ શકાય.

આવો જાણીએ સીઆઈએસએફના નિયમ કયા છે?

1. યાત્રા કરતા પહેલા એયરપોર્ટ પર દરેક પેસેંજર્સનો રિપોર્ટિંગ ટાઈમ 120 મિનિટ સુધી વધી શકે છે. દરેક યાત્રીઓના રિપોર્ટિંગ દરમિયાન આ વાતને સુનિશ્ચિત કરવામાં આવશે કે, સોશિયલ ડિસ્ટેંસિંગને ધ્યાનમાં રાખીને દરેક ચેનલ પર યાત્રીઓનું ચેકીંગ પુરી કરવામાં આવી શકે.

2. પેસેંજર્સ માટે આદેશ જાહેર કરવામાં આવી શકે છે કે, યાત્રા દરમિયાન તે વ્યક્તિગત સુરક્ષાનું સંપૂર્ણ ધ્યાન રાખે. તેમની પાસે જરૂરી પ્રોટેક્ટિવ ગિયર એટલે કે સંક્રમણથી સુરક્ષાના સાધન ઉપલબ્ધ હોય.

3. ચેકિંગ કાઉંટર્સને કાંઈક એવી રીતે ખોલવામાં આવે જેથી બે કાઉંટર્સ વચ્ચે જરૂરી અંતર હોય. સોશિયલ ડિસ્ટેંસિંગ માર્ક્સ બનાવવામાં આવે.

4. ફ્લાઇટના ક્રુ મેમ્બર દરેક પેસેન્જર માટે સેનિટાઇઝર પણ ઉપલબ્ધ કરાવશે. દરેક યાત્રીઓએ પોતાની સીટ પર બેસતા પહેલા સેનિટાઇઝરનો ઉપયોગ કરવો પડશે.

5. દરેક પેસેન્જર માટે એયરલાઈંસે એક પ્રશ્નાવલી તૈયાર કરવી પડશે. તેમાં પેસેન્જર્સે પોતાને ઘરે અથવા હોસ્પિટલમાં કોરેન્ટાઇન કર્યા હોય તો તેના વિષે જાણકારી આપવી પડશે. તેમાં પેસેન્જર્સના છેલ્લા 1 મહિનાની સંપૂર્ણ જાણકારી ઉપલબ્ધ હશે.

6. એયરપોર્ટ કેમ્પસની અંદર માસ્ક અને ગ્લવ્સ વેચવાની વ્યવસ્થા કરવામાં આવશે.

7. જો કોઈ પેસેન્જર છેલ્લા એક મહિનામાં હોમ અથવા હોસ્પિટલ કોરેન્ટાઇનમાં રહે છે, તો તેમના માટે સ્પેશિયલ ચેંકિંગ કાઉંટરની વ્યવસ્થા કરવામાં આવશે.

8. એયરપોર્ટ ઓપરેટરે દરેક એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ્સ પર થર્મોમીટરની સાથે ડેડિકેટેડ સ્ટાફની વ્યવસ્થા કરવી પડશે.

9. એયરપોર્ટની અંદર દરેક જરૂરી જગ્યા પર સેનિટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવશે.

10. દરેક એયરપોર્ટ સંચાલકોએ એન્ટ્રી પહેલા સેનિટાઈઝિંગ ટનલની વ્યવસ્થા કરવી પડશે.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.