લગ્ન પછી ભગવાન શિવ અને માતા પાર્વતીએ પણ રહેવું પડ્યું હતું આઈસોલેશનમાં, જાણો આ રસપ્રદ કિસ્સો.

શું તમને ખબર છે? શિવ અને પાર્વતીએ પણ લગ્ન પછી આઈસોલેશનમાં રહેવું પડ્યું હતું, જાણો તેના વિષે વિસ્તારથી

કોરોનાના ડરને કારણે આખું વિશ્વ હાલના સમયમાં અસ્વસ્થ છે. તેના ચેપથી બચવા માટે લોકડાઉન, શારીરિક અંતર, આઈસોલેશન વગેરેને વર્તમાન સમયમાં મુખ્ય હથિયાર માનવામાં આવી રહ્યા છે. આ સમયે આ રોગચાળા સામે લડવાની કોઈ પણ પ્રકારની દવા ઉપલબ્ધ નથી. તેથી સમજદારી એમાં છે કે, જો તમને થોડી પણ શંકા હોય તો તરત જ પોતાને ક્વારંટીન કરી લો. અને આજકાલ ઘણા લોકો પોતાને આઈસોલેશન કરી રહ્યા છે.

પરંતુ આજે અમે તમને ભગવાન શિવના આઈસોલેશન વિશે જણાવીશું. પૌરાણિક કથાઓમાં એવું માનવામાં આવે છે કે ભગવાન શિવે માતા પાર્વતી સાથે લગ્ન કર્યા પછી ઘણી વખત આઈસોલેશનમાં ગયા હતા. તો ચાલો જાણીએ, ખરેખર શું છે ભગવાન શિવના આઈસોલેશનની કહાની.

ભગવાન શિવનાં લગ્ન :-

ભગવાન શિવે બ્રહ્મા, વિષ્ણુ અને સપ્તઋષિને જાનૈયા બનાવીને માતા પાર્વતી સાથે લગ્ન કરવા, રાજા હિમાલયના દ્વાર ઉપર પહોંચ્યા. ત્યાં શુભ મુહુર્તમાં તે બંનેના લગ્ન થયા. બ્રહ્મા, વિષ્ણુ અને સપ્તઋષીઓએ શિવ અને પાર્વતીને આશીર્વાદ આપ્યા. અને ત્યાંથી વિદાય લીધી. લગ્ન સમાપ્ત થયા પછી, બધા દેવતાઓએ ભગવાન શિવને વિનંતી કરી કે કામદેવને જીવિત કરે. આ વિનંતી ઉપર શિવે કામદેવને સજીવન કરી દીધા. અને પછી ભગવાન શિવ, માતા પાર્વતીને લઈને વિનોદ ભવનમાં જતા રહ્યા. તે ભગવાન શિવ અને માતા પાર્વતીનો આ પહેલો આઈસોલેશન હતો.

ભગવાન શિવનો આઈસોલેશન :-

મહાદેવે રાજા હિમાલયના ઘરે એક મહિના માટે માતા પાર્વતી સાથે આઈસોલેશનમાં રહ્યા. અને ત્યાર પછી રાજા હિમાલયના ઘરેથી નંદી ઉપર સવારી થઈને પાર્વતી સાથે સુમેરુ પર્વત તરફ ચાલતા થયા. સુમેરુ પર્વતમાં એક રાત આરામ કર્યા પછી, કૈલાસ પર્વત ઉપર ગયા. કૈલાસ પર્વત ઉપર થોડા દિવસો વીતાવ્યા પછી તેમણે બ્રહ્માંડ સાથે જોડાયેલા ઘણા કાર્યો કર્યા. અને ત્યાર પછી ત્યાંથી મલય પર્વત, પછી નંદન વન અને ત્યાર પછી ગન્ધમાર્દન પર્વત તરફ આગળ વધ્યા.

ગન્ધમાર્દન પર્વત ઉપર આઈસોલેશન :-

ગન્ધમાર્દન પર્વત ઉપર સેંકડો વર્ષ સુધી પાર્વતી સાથે પોતાને આઈસોલેટ કરી લીધા. અને ત્યાં કામ ક્રીડામાં મગ્ન થઈ ગયા. આ રીતે ભગવાન શિવે ઘણી વખત પોતાને આઈસોલેટ કર્યા હતા. આ ઘટનાનો ઉલ્લેખ કાલિદાસે પોતાના પુસ્તક કુમારસંભમાં કરી છે. એવું માનવામાં આવે છે કે આ રચનાને કારણે દેવી પાર્વતી નારાજ થઈ ગયા હતા. અને તેમણે કાલિદાસને રક્તપિત્ત થવાનો શ્રાપ આપી દીધો હતો.

આઈસોલેશનમાં બની આ ઘટના :-

જ્યારે ભગવાન શિવ અને પાર્વતી કામ ક્રીડામાં મગ્ન હતા. ત્યારે તેણે આ કાર્યમાં વિઘ્ન નાખવા માટે એક કબૂતર આવી ગયું. કબૂતરને જોઈને શિવજીને એ વાતની ખબર પડી ગઈ કે તે નિર્ણય જ અગ્નિદેવનો છે, જેમણે પોતાનો વેશ બદલી લીધો છે. ત્યાર પછી ભગવાન શિવને ગુસ્સો આવ્યો, અને અગ્નિદેવ ભગવાન શિવ સામે હાથ જોડીને ઉભા રહી ગયા.

અગ્નિદેવે કહ્યું કે, પ્રભુ, તમે ઘણા વર્ષોથી તમારી પ્રિયા સાથે કામ ક્રીડામાં વ્યસ્ત છો. બધા દેવતા ગણ તમારા દર્શન કરવા માંગે છે. અગ્નિદેવ કહે છે, તરકાસૂરે ત્રણેય લોકમાં ત્રાસ ફેલાવી રાખ્યો છે. અગ્નિદેવ ભગવાન શિવને વિનંતી કરે છે કે હે પ્રભુ એક એવો પુત્ર ઉત્પન્ન કરો, જે સેનાપતિ બનીને તરકાસુરનો વધ કરી શકે.

માતા પાર્વતીએ અગ્નિદેવને રક્તપિત્ત વાળા બનવાનો શ્રાપ આપ્યો. ત્યાર પછી ભગવાન શિવે પોતાની વાતોથી માતા પાર્વતીના ક્રોધને શાંત કર્યો.

ભગવાન શિવ દ્વારા શ્રાપિત વન :-

માતા પાર્વતીની સાથે ભગવાન શિવ એક સમયે અંબિકા જંગલમાં ફરતા હતા. ત્યારે ત્યાં ઋષીઓનો એક સમૂહ ત્યાં આવી પહોચ્યો. તે વાત દેવી પાર્વતીને ગમી નહીં. તે વાતને ધ્યાનમાં રાખીને, ભગવાન શિવે શ્રાપ આપ્યો કે જે પણ અંબિકાના જંગલમાં આવશે. તે સ્ત્રી બની જશે. એવી રીતે માનવામાં આવે છે કે અંબિકા વનને પણ ભગવાન શિવ દ્વારા આઈસોલેશન માટે પસંદ કર્યું હતું. પછી એકવાર રાજા ઈલ આ જંગલમાં પ્રવેશ કરી ગયા. અને તે કાયમ માટે સ્ત્રી બની ગયા, અને ઈલા કહેવાયા. ઈલા અને બુધના સંબંધથી ચંદ્રવંશના રાજા પુરૂરવાબો જન્મ થયો હતો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.