ઓછા રોકાણ નાં ધંધા ની ખોજ માં હોય તો આવી રીતે શરૂ કરી શકો છો અગરબત્તી બનાવવાનો ઉદ્યોગ

અગરબત્તી એક બત્તી (સ્ટિક) છે જેને સળગાવવાથી સુગંધિત ધુમાડો નીકળે છે. અગરબત્તી નો ઉપયોગ લગભગ દરેક ભારતીય ઘર,દુકાન તથા પૂજા-અર્ચના ના સ્થાનો માં સામાન્ય રીતે જોવા મળે છે.

સવારની દિનચર્યા ની શરૂઆત કરતા પહેલા દરેક ઘરમાં અગરબત્તી સળગાવવામાં આવે છે,જે પોતે જ આ ઉત્પાદનનો વધુ ઉપયોગ બતાવે છે.

અગરબત્તી વિભિન્ન સુગંધો જેવી કે ચંદન ,કેવળ,ગુલાબ વગેરે માં બનાવવામાં આવે છે. ખાસ કરીને વાપરવા વાળાઓ કોઈ વિશેષ સુગંધ પ્રત્યે પ્રભાવિત થઇ જાય છે તથા તે સવારે તે સુગંધ વળી અગરબત્તી ખરીદે છે. આ સિવાય વિદેશોમાં જેમ કે લંડન,મલેશિયા,નેપાલ,ભૂટાન,બર્મા,મૉરીશઈયશ,શ્રીલંકા અન્ય દેશોમાં પણ અગરબત્તી નો ઉપયોગ કરવામાં આવે છે.

એટલા માટે અગરબત્તી બનાવવા નો બિઝનેશ હંમેશા ચાલવાવાળો બિઝનેશ છે. કેમ કે તેની માંગ ફક્ત આપણા દેશમાં જ નહિ,પરંતુ વિદેશોમાં પણ બરોબર બની રહે છે. આ કારણ છે કે ,કોઈ પણ વ્યક્તિ આ બિઝનેશ માં પોતાનો લઘુ ઉદ્યોગ,કુટિર ઉદ્યોગ,ગૃહ ઉદ્યોગ વગેરે સ્થાપીને પોતાની કમાણી કરી શકે છે.

અગરબત્તી બનાવવા માટે કઈ વસ્તુ જોઈએ મોટા ભાગે અગરબત્તી નું ઉત્પાદન કરવા માટે નીચે જણાવેલ સામગ્રીનો પણ ઉપયોગ કરવામાં આવે છે .

ચારકોલ પાવડર

જીગત પાવડર (Gigatu)

વ્હાઇટ ચિપ્સ પાવડર

કુપ્પન ડસ્ટ

DEP (DIE thyl phthalate)

અગરબત્તી કેવી રીતે બનાવવી

1. ઉપર ઉલ્લેખ કરેલા મટીરીયલ માં દર્શાવેલ માત્રાની ગણતરીથી, સારી રીતે મિલાવીને મિશ્રણ તૈયાર કરવામાં આવે છે.

2. ત્યાર પછી આ મિશ્રણમાંથી પાણીના પ્રમાણ ને ઓછું કરવા માટે છાણ લેવામાં આવે છે.

3. મિશ્રણ માંથી પાણીનું પ્રમાણ ઓછું થયા પછી મિશ્રણનું જે અવશેષ બાકી રહે છે. તેને સારી રીતે ગુંદી લેવામાં આવે છે,જેથી તે એક લસાદાર મિશ્રણ બનીને સ્ટીક પર સરળતાથી ચોંટી શકે.

4. પછી મિશ્રણ ને સંપૂર્ણ ઓટોમેટિક મશીન ની અંદર નાખી દેવામાં આવે છે અને એક બાજુ સ્ટિક રાખી દેવામાં આવે છે.

5. ત્યાર પછી મશીન ખુબ ઝડપથી પોતાની મેળે જ બધી સ્ટીક્સ ઉપર અગરબત્તી નું મિશ્રણ લગાવતું જાય છે.

ઉપર જણાવેલ રીતથી તમને આઈડિયા આવી ગયો હશે,કે અગરબત્તી કેવી રીતે બનાવવામાં આવે છે. અને જે આ રીતમાં સામગ્રી આપેલ છે તે જરૂરી નથી કે અગરબત્તી બનાવવામાં ફકત આ સામગ્રીનો જ ઉપયોગ થાય છે. કેમ કે અગરબત્તીનો ઉદ્દેશ સુવાસ ફેલાવવાનું હોય છે. એટલા માટે કોઈ પણ વ્યક્તિ આ પ્રોસેસમાં અન્ય સુગંધ નો પણ ઉપયોગ કરી શકે છે.

મશીન ૬૫ હજાર નું આવે છે જે રોજ નાં ૬૦ થી ૯૦ કિલો અગરબત્તી બનાવે છે.

વિડીયો