અહિ શ્રી કૃષ્ણે બનાવ્યો હતો પોતાનો મહેલ, આજે પણ થાય છે શ્રી કૃષ્ણ હાજર હોવાનો અહેસાસ.

પૃથ્વી ઉપર ભગવાન કૃષ્ણના નિવાસ સ્થાનના નામથી પ્રસિદ્ધ દ્વારિકાધીશ ભક્તો માટે એક મહાન તીર્થ છે. કહેવામાં આવે છે કે અહિયાં ચાંદીના સિંહાસન ઉપર ભગવાન કૃષ્ણના હાથોમાં શંખ, ચક્ર, ગદા અને કમળ ધારણ કરી શ્યામવર્ણી ચતુર્ભુજી મૂર્તિ બિરાજમાન છે. એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ એ પોતાના યાદવ પરિવારો સહીત મથુરા માંથી નીકળ્યા પછી ૫,૦૦૦ વર્ષ પૂર્વે દ્વારકાની સ્થાપના કરી હતી.

દ્વારકા નગરી આદી શંકરાચાર્ય દ્વારા સ્થાપિત દેશના ચાર ધામો માંથી એક છે. એટલું જ નહિ દ્વારકા નગરી પવિત્ર સપ્તપુરીઓ માંથી એક છે. જે સ્થળ ઉપર તેમનો પોતાનો મહેલ ‘હરી ગ્રહ’ હતો, ત્યાં આજે પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર છે.

મંદિરનું આકર્ષણ અને મહત્વ : સમુદ્રના મોજાઓથી ઘેરાયેલું દ્વારકાધીશ મંદિરનું અદ્દભુત સોંદર્ય જોતા જ મન આનંદિત થઇ જાય છે. મંદિરની આજુબાજુ દરિયાના મોટા મોટા મોજા ઉભરે છે અને તેના કાંઠાને એ પ્રકારે ધુવે છે. જેમ કે તેના ચરણો ધોઈ રહ્યા હોય. આકર્ષક નિર્માણ શૈલી દ્વારા નિર્મિત આ મંદિરની ઉત્તરમાં મોક્ષ દ્વાર અને દક્ષીણમાં સ્વર્ગ દ્વાર મુખ્ય છે. શિખર ઉપર લહેરાતા બહુરંગી ધજા મંદિરની ભવ્યતામાં ચાર ચાંદ લગાવે છે.

મુખ્ય મંદિર પાસે ત્રીવીક્રમ ભગવાન અને રાજા બલીની મૂર્તિ બીરાજમાન છે. મંદિરમાં માં અમ્બાની સુંદર મૂર્તિ સાથે દક્ષીણમાં કાળા રંગની એક મૂર્તિ સ્થાપિત છે, જેને પદ્યુમ્નજીની મૂર્તિ કહે છે. ત્યાં બલદેવજી અને અનિરુદ્ધની મૂર્તિ પણ છે. મંદિરમાં ભગવાનની બનેલી તમામ મૂર્તિઓ એટલી સુંદર છે કે તે કોઈને પણ મોહી લે છે. જન્માષ્ટમીનો પર્વ શ્રી કૃષ્ણની નગરીમાં ઘણો ધામધૂમ પૂર્વક મનાવવામાં આવે છે.

બીજા પર્યટન સ્થળ : ભગવાન શ્રીકૃષ્ણનું પાટનગર દ્વારિકા નગરીમાં દ્વારિકાધીશ મંદિર ઉપરાંત બીજા પણ ઘણા સુંદર દર્શનીય સ્થળ છે. જે અહિયાં શ્રી કૃષ્ણ હોવાનો અહેસાસ દર્શાવે છે. દ્વારિકાધીશ મંદિરની પાસે પંચતીર્થ છે. જ્યાં પાંચ કુવાના પાણીથી સ્નાન કરવાની પરંપરા છે. નાગેશ્વર મંદિર, જ્યોર્તિલિંગ મંદિર, બેટ દ્વારકા, સિદ્ધનાથ મહાદેવ, જ્ઞાન કુંડ, દામોદર કુંડ, ભગીરથી ઘાટ, કૃકલાસ કુંડ અને સૂર્યનારાયણ મંદિર દર્શનીય છે.

કેવી રીતે પહોચી શકાય : દ્વારકાધીશના દર્શન માટે સૌથી નજીક વિમાન મથક પોરબંદર, ગુજરાત છે. રલવે રસ્તા દ્વારા દ્વારકા રેલ્વે સ્ટેશનથી આગળ બસ-ટેક્સીની સુવિધા મળી રહે છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.