આ ચમત્કારીક મંદિરે તોડ્યો હતો અકબરનો અહંકાર.

અકબરના અહંકારને ચકનાચૂર કર્યો હતો આ ચમત્કારીક મંદિરે જાણો તેની કથા. પંડિતજીના જણાવ્યા મુજબ હિમાચલ પ્રદેશમાં કાંગડાથી 30 કી.મિ. દુર આવેલું છે જ્વાળામુખી દેવી મંદિર. જ્વાળામુખી મંદિરને વાલી માતાનું મંદિર અને નગરકોટ પણ કહેવામાં આવે છે. જ્વાળામુખી મંદિરને શોધવાનો શ્રેય પાંડવોને જાય છે. તેમની ગણતરી માતાના મુખ્ય શક્તિપીઠોમાં થાય છે.

ધાર્મિક માન્યતા મુજબ, અહિયાં દેવી સતીની જીભ પડી હતી. આ મંદિર માતાના બીજા મંદિરોની સરખામણીમાં અનોખું છે કેમ કે અહિયાં કોઈ મૂર્તિની પૂજા થતી નથી પરંતુ પૃથ્વીના ગર્ભ માંથી નીકળી રહેલી, નવ જ્વાળાઓની પૂજા થાય છે. અહિયાં પૃથ્વીના ગર્ભ માંથી નવ અલગ અલગ જ્વાળા નીકળી રહી છે, જેની ઉપર જ મંદિર બનાવવામાં આવ્યું છે.

આ નવ જ્યોતિઓને મહાકાળી અન્નપુર્ણા, ચંડી, હિંગલાજ, વિંધ્યાવાસની, મહાલક્ષ્મી, સરસ્વતી, અંબિકા, અંજીદેવીના નામથી ઓળખવામાં આવે છે. આ મંદિરનું પ્રાથમિક નિર્માણ રાજા ‘ભૂમિ ચંદે કરાવ્યું હતું. પાછળથી મહારાજા રણજીત સિંહ અને રાજા સંસારચંદ્રએ 1835માં આ મંદિરનું પૂર્ણ નિર્માણ કરાવ્યું હતું.

અકબર અને માતાના ચમત્કારની કથા : જ્વાળામુખી મંદિરના સંબંધમાં એક કથા ઘણી પ્રચલિત છે. જયારે અકબર દિલ્હીના રાજા હતા આ કથા તે દિવસોની છે. ધ્યાનભક્ત માતા જોતાવાલીના પરમ ભક્ત હતા. એક વખત દેવીના દર્શન માટે તે પિતા અને ગામ લોકો સાથે જ્વાળાજી જવા નીકળ્યા. જયારે તેમનો કાફલો દિલ્હીથી પસાર થયો તો મુગલ બાદશાહ અકબરના સિપાઈઓએ તેને રોકી લીધા અને રાજા અકબરના દરબારમાં રજુ કર્યા. અકબરે જયારે ધ્યાનુને પૂછ્યું કે તે પોતાના ગામ લોકો સાથે ક્યાં જઈ રહ્યા છે? તો જવાબમાં ધ્યાનુએ કહ્યું કે માં જોતાવાલીના દર્શન માટે જઈ રહ્યા છીએ.

અકબરે કહ્યું તારી માં ની અંદર શું શક્તિ છે? અને તે શું શું કરી શકે છે? ત્યારે ધ્યાનુએ કહ્યું તે તો સમગ્ર સંસારનું રક્ષણ કરવા વાળી છે. એવું કોઈ પણ કામ નથી જે તે ન કરી શકે. અકબરે ધ્યાનુના ઘોડાનું માથું કપાવી નાખ્યું અને કહ્યું કે જો તારી માં માં શક્તિ છે, તો ઘોડાનું માથું જોડીને તેને જીવતો કરી દે. તે વચન સાંભળીને ધ્યાનુ દેવીની સ્તુતિ કરવા લાગ્યા અને પોતાનું માથું કાપીને માતાને ભેંટના રૂપમાં પ્રદાન કર્યું.

માતાની શક્તિથી ઘોડાનું માથું જોડાઈ ગયું. આ રીતે અકબરને દેવી શક્તિનો અહેસાસ થયો. બાદશાહ અકબરે દેવીના મંદિરમાં સોનાનું છત્ર પણ ચડાવ્યું. પરંતુ તેના મનમાં અભિમાન આવી ગયું કે તે સોનાનું છત્ર એણે ચડાવ્યું છે, તો માતાએ તેના હાથ માંથી છત્ર પાડી દીધું અને તેને એક વિચિત્ર (નવી) ધાતુનુ બનાવી દીધું. જે આજે પણ એક રહસ્ય છે. આ છત્ર આજે પણ મંદિરમાં રહેલું છે.

મંદિરમાં મુખ્ય આયોજન : જ્વાળામુખીમાં નવરાત્રીના સમયમાં વિશાળ મેળાનું આયોજન કરવામાં આવે છે. વર્ષની બંને નવરાત્રી અહિયાં ઘણી ધામધૂમ સાથે મનાવવામાં આવે છે. નવરાત્રીમાં અહિયાં આવનારા શ્રદ્ધાળુની સંખ્યા બમણી થઇ જાય છે. આ દિવસોમાં અહિયાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. અખંડ દેવી પાઠ રાખવામાં આવે છે અને વૈદિક મંત્રોચ્ચારણ સાથે હવન વગેરે કરવામાં આવે છે. નવરાત્રીમાં આખા ભારતમાંથી શ્રદ્ધાળુઓ અહિયાં આવીને દેવીની કૃપા પ્રાપ્ત કરે છે. ઘણા લોકો દેવી માટે લાલ રંગની ધજા પણ લાવે છે.

મંદીરમાં કરવામાં આવતી આરતીઓનો સમય :

1) સવારની આરતી 5.00

2) પુંજુઉપચાર પૂજા સવારની આરતી પછી

3) બપોરની આરતી 12.00 વાગે

4) સંધ્યા આરતી 7.00 વાગે

5) શયન આરતી 10.00