અખાત્રીજના દિવસે ખરીદો આ વસ્તુઓ, માં લક્ષ્મીની કૃપા આખું વર્ષ જળવાઈ રહશે.

અક્ષય તૃતીયાના દિવસે આ વસ્તુ ખરીદવાથી અને આ વસ્તુઓનું દાન કરવાથી માં લક્ષ્મી થઇ જશે પ્રસન્ન.

આ વર્ષે ૭ મેં ના દિવસે અક્ષય તૃતીયા આવવાની છે. અક્ષય તૃતીયાના દિવસે ઘણા પ્રકારની વસ્તુઓ ખાસ કરીને સોનું ખરીદવું ઘણું શુભ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ દિવસે સોનું ખરીદીને તેને ઘરમાં લાવવાથી ઘરમાં હંમેશા બરકત જળવાઈ રહે છે.

વસ્તુ ખરીદવા ઉપરાંત અક્ષય તૃતીયાના દિવસે વસ્તુનું દાન કરવાનું પણ ઘણું મહત્વ માનવામાં આવે છે અને તે દિવસે વસ્તુનું દાન કરવાથી ઘણું પુણ્ય મળે છે. તે ઉપરાંત એ પણ કહેવામાં આવે છે કે તે દિવસે વસ્તુનું દાન કરવાથી માં લક્ષ્મી ખુશ થઇને મનપસંદ વરદાન પણ આપે છે.

અક્ષય તૃતીયા ક્યારે આવે છે અને આ વખતનું શુભ મુહુર્ત :-

વૈશાખ માસના શુક્લ પક્ષના ત્રીજા દિવસે કે ત્રીજી તિથીના રોજ અક્ષય તૃતીયા આવે છે. અને આ વખતે અક્ષય તૃતીયા ૭ મેં એટલે મંગળવારના દિવસે આવી રહી છે. જો કે સવારે ૫ વાગીને ૨૮ મિનીટથી શરુ થઇ જશે અને રાત્રે ૨ વાગીને ૩૦ મિનીટ સુધી રહેશે. એટલે તમે આ મુહુર્ત દરમિયાન શુભ વસ્તુ ખરીદી શકો છો અને વસ્તુનું દાન કરી શકો છો.

અક્ષય તૃતીયા ઉપર ખરીદો આ વસ્તુઓ, માં લક્ષ્મીની કૃપા આખું વર્ષ જળવાઈ રહેશે.

સોનું અને ચાંદી :-

અક્ષય તૃતીયાના દિવસે તમે સોનું કે ચાંદીની ધાતુ માંથી બનેલી વસ્તુ જરૂર ખરીદો. એવું કહેવામાં આવે છે કે આ દિવસે સોનું અને ચાંદી ખરીદીને ઘરમાં લાવવાથી લક્ષ્મી માંનો પ્રવેશ ઘરમાં થઇ જાય છે અને માં ની કૃપા જળવાઈ રહે છે.

માટીનું વાસણ :-

સીના ચાંદી ઉપરાંત તે દિવસે માટી માંથી બનેલા વાસણ ખરીદવા પણ ઘણા શુભ માનવામાં આવે છે. એટલા માટે તમે અક્ષય તૃતીયાના દિવસે તમારા ઘરમાં માટી માંથી બનેલુ કોઈ એક વાસણ જરૂર ખરીદીને લાવો. ઘણા લોકો તે દિવસે માટીના માટલા જરૂર ખરીદી કરે છે.

કપડા :-

અક્ષય તૃતીયાના દિવસે રેશમ માંથી બનેલા કપડા ખરીદવા શુભ માનવામાં આવે છે. તે દિવસે ઘરના બધા લોકો જો તેમના માટે નવા વસ્ત્ર ખરીદે છે અને તે પહેરે છે તો ઘર માં હંમેશા સમૃદ્ધી જળવાઈ રહે છે. એટલા માટે તમે તે દિવસે તમારા માટે અને ઘરના બીજા સભ્યો માટે નવા વસ્ત્ર જરૂર ખરીદો.

ખાવાની વસ્તુઓ :-

જો તમે તે દિવસે કપડા કે સોનું કોઈ કારણથી નથી ખરીદી શકતા તો તમે તેને બદલે સાકર, ચોખા, હળદર અને મખાને જેવી ખાવાની વસ્તુ ખરીદી શકો છો. આ ખાવાની વસ્તુને પણ શુભ માનવામાં આવે છે અને તે ખરીદવાથી તમારા ઘરમાં આખુ વર્ષ સુધી ક્યારે પણ ખાવાની કમી નથી આવતી.

શંખ અને મોરપીછું :-

શંખને માં લક્ષ્મી અને વિષ્ણુ ભગવાન સાથે જોડીને જોવામાં આવે છે. એટલા માટે તમે તે દિવસે શંખ જરૂર ખરીદો. શંખ ઉપરાંત તમે મોરપીછું પણ તે દિવસે ખરીદી શકો છો. તે બન્ને વસ્તુ ખરીદ્યા પછી તમે તેને તમારી તિજોરીમાં રાખી દો.

દાન કરો આ વસ્તુઓ :-

અક્ષય તૃતીયાના દિવસે તમે માટલી, કપડા, તેલ ખડાઉ(ચાખડી), કામળો, છત્રી, ચોખા, મીઠું, દાળ, ઘી, ફળ, ખાંડ અને વગેરે પ્રકારની વસ્તુનું દાન જરૂર કરો. તે દિવસે આ બધી વસ્તુનું દાન કરવાથી માણસ ઉપર માં લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે અને માં ખુશ થઇને માણસની દરેક મનોકામનાને પૂરી કરી દે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.