અક્ષર પગલે આવ્યા રે પ્રમુખ સ્વામી કોરા કાગળ સા જીવતર ને કરી ગયા રે કાશી હો… – ગઝલ

 

અક્ષર પગલે આવ્યા રે પ્રમુખ સ્વામી

કોરા કાગળ સા જીવતર ને કરી ગયા રે કાશી હો…

અક્ષર પગલે આવ્યા રે પ્રમુખ સ્વામી

૩૩ કોટી દેવ હવે તો ઘૂમે અમારી ગલીએ

ઓમ કાર નું અમૃત પિતા અંજલિએ અંજલિએ

છંદ છંદ ગંગા લહરી કઈ શબ્દ સુરે આ કાશી હો

અક્ષર પગલે આવ્યા રે પ્રમુખ સ્વામી

ભજન ભીના ઘટના ઘાટો ને દીપ તરે દર્શન નાં

ભીતર ઝાંજ પખાવજ બાજે નાદ બ્રમ્હ

ઝરમર હરિરસ કવિતા ઝીલે ચાતક મીન પિયાસી હો

અક્ષર પગલે આવ્યા રે પ્રમુખ સ્વામી કોરા કાગળ સા જીવતર ને કરી ગયા રે કાશી હો

– ગાયક ; પુરુશોતમ ઉપાધ્યાય

આ ગઝલ પ્રમુખ સ્વામી મહારાજ ની સવાર ની પૂજા માં લાઈવ પુરુશોતમ ઉપાધ્યાય દ્વારા રજુ થયેલી છે થોડું રેકોર્ડીંગ ખરાબ છે. ભવિષ્ય માં કોઈ સારી રીતે સ્ટુડિયો માં રેકોર્ડીંગ કરે તો વધુ સારું સાંભળવા મળી શકે છે.

વિડીયો