બે લગ્ન, 5 છૂટાછેડા અને શારીરિક શોષણ… આલિયાએ ખોલી નવાઝુદ્દીન સિદ્દીકીની પોલ

આલિયાએ ખોલી નવાઝુદ્દીન સિદ્દીકીની પોલ, લગ્ન, છૂટાછેડા અને શારીરિક શોષણ વિષે જણાવી આ વાતો

આલિયા પહેલા શીબાના પતિ હતા નવાઝુદ્દીનનું તે બંને સાથે છૂટાછેડા પાછળનું કારણ પણ સમાન છે.

દેશમાં એક તરફ લોકડાઉન થવાને કારણે ફિલ્મોનું શૂટિંગ બંધ છે, પરંતુ બોલિવૂડમાં એક સમાચારે ખળભળાટ મચાવી દીધો છે. જ્યારે ઘણા કલાકારો લોકડાઉનમાં સમય પસાર કરતા ફોટા પોસ્ટ કરી રહ્યાં છે, ત્યાં કેટલાક યુગલો એવા પણ છે, જે આ લોકડાઉનમાં એક બીજાથી અલગ થઇ ગયા છે.

તાજેતરમાં નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયાએ છૂટાછેડા માટે અરજી કરી છે અને આ સાથે તેણે અભિનેતા ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે. ત્યાર પછીથી બોલિવૂડમાં એક સનસનાટી ફેલાઈ ગઈ છે. આલિયાએ પતિ નવાઝને 7 મે ના રોજ છૂટાછેડાની નોટિસ મોકલી હતી અને છૂટાછેડા લેવાનું કારણ પણ જણાવ્યું હતું.

ભાઈએ ઉપાડ્યો હતો આલિયા ઉપર હાથ

આલિયાના કહેવા મુજબ આ લગ્નમાં રહીને તેની સાથે માનસિક અને શારીરિક બંને રીતે શોષણ થયું છે. તેમણે કહ્યું કે નવાઝે ક્યારેય તેમની ઉપર હાથ ઉપાડ્યો ન હતો, પરંતુ નવાઝનો આખો પરિવાર તેને મારઝૂડ કરતો હતો. આલિયા કહે છે કે નવાઝની માતા, ભાઈ બધા એક જ ઘરમાં મુંબઇમાં રહે છે અને આખા પરિવારે તેની ઉપર અત્યાચાર કર્યો છે. તે ઘણા સમયથી આ બધું સહન કરી રહી હતી, પરંતુ હવે તે આ બધું સહન નથી કરી શકતી.

નવાઝુદ્દીન ઉપર આરોપ લગાવતા આલિયાએ કહ્યું કે તે એક સારા પિતા નથી. તેના બાળકોને યાદ પણ નથી કે પિતા છેલ્લી વખત ક્યારે તેમને મળવા આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે અમારા બંનેમાં લગ્ન પછી ઘણો તણાવ ચાલી રહ્યો હતો અને અમે તેને સુધારવાનો પ્રયાસ પણ કરી રહ્યા હતા, પરંતુ વાત હદથી આગળ વધી રહી હતી. આલિયાએ કહ્યું કે નવાઝુદ્દીનના ભાઈએ પણ તેમની ઉપર હાથ ઉપાડી લીધો હતો.

આખા પરિવારની ખોલી કાળી કરતુત

આલિયાએ તેમના બગડેલા સંબંધો માટે નવાઝ સાથે સાથે તેના સમગ્ર પરિવારને જવાબદાર ગણાવ્યું. તેમણે કહ્યું કે નવાઝનો આખો પરિવાર જ એવો છે. આખા પરિવારની મહિલાઓએ આ લોકો સામે કેસ દાખલ કરેલા છે. અત્યાર સુધીમાં સાત કેસ નોંધાયા છે અને આ એ પરિવારના પાંચમાં છૂટાછેડા છે. નવાઝ ઉપર સવાલ ઉઠાવતાં આલિયાએ કહ્યું કે તમે મોટા કલાકાર બન્યા તેનો ફાયદો શું જો તમે એક સારા માણસ ન બની શક્યા.

આલિયાએ કહ્યું કે નવાઝુદ્દીન મારું સન્માન કરતા ન હતા, બાળકોને પૂછતા નહિ. 3-4 મહિનાથી તમે તેમને મળ્યા પણ નથી તેથી સારું તો એ છે કે બાળકોનો કબજો હું લઇ લઉં. નોંધપાત્ર વાત એ છે કે નવાઝુદ્દીનના આ બીજા છૂટાછેડા છે. આ અગાઉ નવાઝના લગ્ન તેની માતાએ શીબા નામની એક યુવતી સાથે કરાવ્યા હતાં. થોડા મહિના સાથે રહ્યા પછી બંને વચ્ચે સમસ્યાઓ શરૂ થઈ ગઈ હતી.

આલિયા નથી નવાઝની પહેલી પત્ની

તે સમયે શીબાનું પણ કહેવું હતું કે નવાઝુદ્દીનના ભાઈ તેમના અંગત જીવનમાં વધારે દખલ કરતા હતા. તેથી બંનેના ઝઘડા વધ્યા અને મામલો કોર્ટ સુધી પહોંચ્યો. શીબાએ પણ નવાઝુદ્દીનના પરિવાર ઉપર શારીરિક ત્રાસ આપવાનો પણ આરોપ લગાવ્યો હતો. આ સંબંધ પહેલા જ નવાઝ અંજલિ સાથે પ્રેમ કરતા હતા. બંને લીવ ઇનમાં સાથે રહેતા હતા. આલિયા ત્યારે પણ તેનાથી નારાજ થતી તો નવાઝ તેને મનાવવા જતા.

જ્યારે શીબા સાથે નવાઝનો સંબંધ તૂટી ગયો ત્યારે આલિયા ફરીથી તેના જીવનમાં આવી ગઈ. તે સમયે આલિયાનું નામ અંજલી હતું, પરંતુ નવાઝ સાથે લગ્ન કરવા માટે તેને પોતાનું નામ બદલવું પડ્યું. એકબીજા સાથે ડેટ કર્યા પછી તેઓએ લગ્ન કરવાનું નક્કી કર્યું. જો કે લગ્ન પછી આલિયાને પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.

નોંધપાત્ર વાત એ છે કે બંને વચ્ચે મુશ્કેલી ત્યારે શરૂ થઈ હતી જ્યારે 2017 માં મીડિયાએ સત્ય જાહેર કરતા જણાવ્યું હતું કે નવાઝુદ્દીન સિદ્દીકી ઉપર તેની પત્ની દ્વારા આરોપ મૂકાયો. આલિયાએ કહ્યું કે તે લાંબા સમયથી તેના પતિથી અલગ રહેતી હતી અને હવે તે બાળકોનો કબજો અને છૂટાછેડા ઈચ્છે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.