રોટલી વગેરે પર જો તમે પણ એલ્યુંનીનીયમ ફોઈલનો ઉપયોગ કરો છો તો આ જરૂર વાચો !!

તેમના માટે ખરાબ સમાચાર છે જે નિયમિત રીતે પોતાનું ભોજનને ગરમ અને ચોખ્ખુ રાખવા માટે એલ્યુમીનીયમ ફોઈલ નો ઉપયોગ કરે છે. તેનો ઉપયોગ કરતા પહેલા તમે સમજો વિચારો કેમ કે ફોઈલમાં મળી આવતા મેટલ તમારા ભોજનમાં ભળી જાય છે. હાલના તાજા રીપોર્ટ પ્રમાણે ટીનફોઈલમાં ભોજન ન બનાવવું જોઈએ કેમ કે તે આપણા સ્વાસ્થ્ય માટે ખતરનાક છે.

એઇન શેમ્સ યુનીવર્સીટીના વડા બસ્સિયોની પાસેથી મિરરે ખુલાશો કર્યો કે એલ્યુમીનીયમ ફોઈલ કેવી રીતે આપણા સ્વાસ્થ્યને નુકશાન પહોચાડી શકે છે. તેમણે કહ્યું, અમારા સંશોધનથી ખબર પડી છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા મંજુર એલ્યુમીનીયમ ફોઈલ જયારે ખાદ્ય પદાર્થો ઉપર લપેટીને ભોજન રાખવાની કામગીરીમાં લેવામાં આવે છે ત્યારે એલ્યુમીનીયમ ભોજનમાં ભળી જાય છે.

બસ્સિયોનીએ જણાવ્યું કે પોટસ ઓફ પૈન્સ પણ એલ્યુમીનીયમમાં બનેલું હોય છે. પણ તેનું બાષ્પીભવન થઇ જાય છે. તેમાં પડ હોય છે. જે આપણા ભોજનમાં એલ્યુમીનીયમને ભળવાથી રોકે છે. બીજા હેલ્થ અધ્યયનએ તપાસ કરી છે કે આપણા શરીરમાં વધુ પ્રમાણમાં એલ્યુમીનીયમ જવાથી બ્રેન કોશિકાની વૃદ્ધી અટકી શકે છે. તે લોકોમાં હાડકાની બીમારીઓમાં વધારો કરી શકે છે. હાલમાં વેજ્ઞાનિકોએ જણાવ્યું કે અલ્જાઈમર ના રોગીને બ્રેન ઉત્તકોમાં એલ્યુમીનીયમ વધુ પ્રમાણમાં મળી આવે છે. અધ્યયન થી જાણવા મળ્યું કે એલ્યુમીનીયમ નો ઓવર ડોઝ થી ઓસ્ટીયોપોરોસીસ અને કીડની ફેઈલ થવાની ભય વધી જાય છે.