જાણો અમદાવાદે બદલી કિસ્મત,ઑટો ડ્રાઇવર એ વાવ્યા આંબળાના 60 છોડ અને બન્યા કરોડપતિ

જો તમે સફળ થવા માંગતા હોવ તો, તમારી પાસે જે એક વસ્તુ હોવી જરૂરી છે તે ‘ધીરજ’ છે. મહેનત અને સાચી લગન થી કરેલા કામનું સારું પરિણામ ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે તમારી પાસે ધીરજ હોય.

આનું જીવંત ઉદાહરણ રાજસ્થાનના ખેડૂત અમરસિંહ છે. 57 વર્ષના અમરસિંહ એ બધા ખેડૂતો માટે પ્રેરણાદાયી છે જે ખેતીવાડી કરીને પૈસા કમાવા માંગતા હોય.

હકીકતમાં અમર પહેલાથી ખેડૂત નથી પરંતુ ઓટો ડ્રાઈવર છે. તેમણે વર્ષો પહેલા ફક્ત 1200 રૂપિયામાં આંબળાના 60 છોડ વાવ્યા હતા. 22 વર્ષ પછી તે છોડ મોટા થયાં. તમને જાણીને વિશ્વાસ નહિ થાય પરંતુ મીડિયા રિપોર્ટ અનુસાર આજે અમર આ જ વૃક્ષો થી 26 લાખ નું ટર્નઓવર કમાઈ રહ્યા છે.

લુપિન હ્યુમન વેલ્ફેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર સીતારામ ગુપ્તાએ આ વ્યવસાયમાં અમરસિંહને મદદ કરી હતી, તે ખુલાસો કરે છે કે તેમની મહેનતના કારણે ઘણા લોકોને રોજગારી મળી છે. જેમાં મહિલાઓ પણ શામેલ છે.

ઓટો ડ્રાઈવર અમરસિંહ આ રીતે બન્યા ખેડૂત:

અમરસિંહના પૂર્વજોનો ધંધો ખેતીનો હતો. વર્ષ 1977 માં અમરસિંહના પિતાનું મરણ થયું. જોકે તેમનું ઘર ખેતીથી ચાલી રહ્યું હતું. પરંતુ તે સમયે ખેતીથી કોઈ આવક થતી નહોતી. ઘરના સંજોગો સારા ન હતા તેથી અમરે ઓટો ચલાવવાનું શરૂ કર્યું.

જો કે તેમાં તેમનું મન ના લાગ્યું અને 1985 માં તે તેમના સાસરે, ગુજરાત, અમદાવાદ પહોંચ્યા. ત્યાં રસ્તામાં રોડ પર તેમને છાપાંનો ટુકડો મળ્યો હતો, જેમાં આમળાની ખેતી વિષે જાણકારી આપેલી હતી. તે એ આર્ટિકલ થી એટલા પ્રભાવિત થયા કે તેમણે નક્કી કરી લીધું કે તે આમળાની જ ખેતી કરશે.

તેમણે 2 એકર જમીન પર આમળાના 60 છોડ વાવ્યા. એ વાવેલા છોડનું જ પરિણામ છે કે આજે તેમની ગણતરી કરોડપતિ ખેડૂતોમાં થાય છે.