રેલવે સ્ટેશનની દીવાલો પર અંબાણીની વહુ લગાવી રહી છે રંગ, વાયરલ થયા ફોટા

દેશના સૌથી મોટા બિઝનેસમેન એટલે કે મુકેશ અંબાણી અને એમનો પરિવાર હંમેશા ચર્ચમાં રહે છે. ઘણી વાર તે પોતાની વૈભવી જીવનશૈલીને કારણે ચર્ચામાં રહે છે, તો ઘણી વાર એમણે આપેલી પાર્ટીને કારણે. ઘણીવાર તેમની સંસ્થાએ લીધેલા કોઈ નિર્ણયને લીધે પણ તેઓ ચર્ચામાં આવી જાય છે. અને જયારે તેઓ કોઈ સાવર્જનિક સ્થળ પર જોવા મળે તો ત્યાંના એમના ફોટા પણ પુષ્કળ વાયરલ થાય છે. પણ આજે અમે તમને મુકેશ અંબાણી વિષે નથી જણાવવાના, પણ એમની વહુ વિષે જણાવવાના છીએ.

જાણકારી માટે જણાવી દઈએ કે, મુકેશ અંબાણીની વહુ શ્લોકા અંબાણીનો એક ફોટો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને તેમના ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે. હંમેશા સોશિયલ મીડિયા પર લોકો શ્લોકા અંબાણીને એમના રોમાંટિક ફોટા અને એમની ડ્રેસિંગ સેન્સને ઘણી પસંદ કરે છે. આ બધા વચ્ચે હાલના દિવસોમાં શ્લોકા અંબાણીનો એક જૂનો ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેને લોકો ખાસ પસંદ પણ કરી રહ્યા છે.

જણાવી દઈએ કે આ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શ્લોક અંબાણીના ફેન પેજ પર શેયર કરવામાં આવ્યો છે. જેમાં શ્લોકા અંબાણી એક રેલવે ટ્રેક પર પોતાના થોડા મિત્રો સાથે રંગ લગાવતા દેખાઈ રહી છે. સમાચારોનું માનીએ તો શ્લોકાનો આ ફોટો વર્ષ 2017 નો છે. સાથે જ પોસ્ટમાં એ દાવો કરવામાં આવ્યો છે કે, શ્લોકાનો આ ફોટો ઉત્સવ વીક સમયનો સેન્ડહર્સ્ટ (Sandhurst) રોડ રેલવે સ્ટેશન, મુંબઈનો છે. આ ફોટામાં તમે કોઈ શકો છો કે, કેવી રીતે શ્લોકા રેલવે સ્ટેશનની દીવાલો પર રંગ લગાવી રહી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ ફોટામાં શ્લોકા અંબાણીએ સફેદ રંગની ટી શર્ટ પહેરી છે. આ પહેલા સોશિયલ મીડિયા પર શ્લોકા અંબાણીનો દિવાળી પાર્ટીનો ફોટો વાયરલ થયો હતો. આ ફોટા દરમ્યાન શ્લોકા અંબાણીએ હલકા ગુલાબી રંગનો લહેંગો પહેર્યો હતો. સાથે જ ગળામાં એક ડાયમંડનું નેકલેસ પણ પહેર્યું હતું.

આ ફોટા જે સમયના છે એ સમયે શ્લોકાનાં લગ્ન થયા ન હતા. પણ તે ત્યારે પણ એક શ્રીમંત ઘરની જ સભ્ય હતી. આ કારણે મોટા ઘરની સભ્ય હોવા છતાં પણ સમાજ માટે તેમનું કામ કરવું લોકોને પસંદ આવ્યું છે, અને લોકો એમની ખુબ પ્રશંસા કરી રહ્યા છે.

આ માહિતી યુપીવાર્તા ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.