પાકિસ્તાનના 68 ફાઈટર જેટ પાછા લઇ લેશે અમેરિકા, ભારત વિરુદ્ધ F-16 ઉડાવીને ફસાઈ ગયું પાકિસ્તાન

ભારત વિરુદ્ધ એફ -16 ઉપયોગ કરીને પાકિસ્તાન ખરાબ રીતે ફસાઈ ગયું છે. અમેરિકાએ પાકિસ્તાનને પૂછ્યું છે કે એણે ભારત વિરૂદ્ધ એફ-16 ફાઈટર જેટનો ઉપયોગ કેવી રીતે કર્યો. અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે પાકિસ્તાન પાસે આ અંગેનો પૂરો અહેવાલ માંગ્યો છે.

જણાવી દઈએ કે ભારતીય મીડિયાએ એ વાતનો ખુલાસો કર્યો હતો કે પીઓકેમાં જે પાકિસ્તાનનું જેટ પડ્યું હતું, તેના કાટમાળમાં એફ 16 નું એન્જિન જોવામાં આવ્યું હતું. આ સાથે જ ભારતીય વાયુસેનાએ પણ પોતાની એક પ્રેસ કોન્ફરેન્સમાં એફ 16 એમરૈમ મિસાઈલના ટુકડા જોવા મળ્યા હતા.

હવે આ વાત પર અમેરિકાએ જવાબ માંગ્યો છે. જણાવી દઈએ કે અમેરિકાએ ખૂબ જ કડક શરતો કરીને પાકિસ્તાનને આ પ્લેન આપ્યા હતા. આ ફાઈટર જેટનો ઉપયોગ પાકિસ્તાન કેવળ આતંક વિરોધી લડાઈમાં જ કરી શકે છે. એનો કોઈ દેશ વિરોધી ઉપયોગ કરવાનો હતો નહીં.

અમેરિકા તરફથી દબાણ વધ્યા બાદ પાકિસ્તાને ભારતીય રક્ષા પ્રતિસ્થાનો પર હુમલો કરવા માટે F 16 નો ઉપયોગ કર્યો નથી એવું જણાવ્યું હતું છે. જોકે ભારતીય સેનાના ઉચ્ચ અધિકારીઓએ આ હુમલામાં એફ 16 જેટનો ઉપયોગ થયો છે, એની સાબિતી આપતા પુરાવા રજૂ કર્યા છે. મીડિયાના અહેવાલ મુજબ અમેરિકી અધિકારી ભારતીય સેનાના અધિકારીઓ દ્વારા રજૂ કરેલા પુરાવા અને રિપોર્ટ પર અધ્યયન કરી રહ્યા છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.