અમેરિકાની માંસાહારી ગાયોના ઉત્પાદનોની આયાતનો વિરોધ કરી રહ્યું છે ભારત.

અમેરિકા ઈચ્છે છે કે ભારત તેમની પાસેથી ડેરી પેદાશ વધુ ખરીદે પરંતુ ભારત આસ્થા અને સંસ્કૃતિને કારણે આમ નથી કરવા માંગતુ.

આ લેખ ખાસ પૂરો વાંચવો અને શેયર કરી બીજાને વંચાવવો. બની શકે લખવામાં ક્ષતિ રહી ગઈ હોય તો સુધારીને વાંચશો.

ભારતનું કહેવું છે કે તેના આ નિર્ણયની પાછળ “સંસ્કૃતિક અને ધાર્મિક સંવેદનાઓ છે” જેની પર “સંમતિ નથી” કરી શકાય તેમ.

અમેરિકા અને યુરોપના ઘણા દેશોમાં ગયોને ખવડાવવા માટેના ચારામાં ગાયો-સુઅરો અને ઘેટાંનું માંસ અને લોહીને ભેળવવામાં આવે છે, તેના કારણે ‘બ્લડ મિલ’ પણ કહેવામાં આવે છે.

આવા ખાદ્ય પર પાળવામા આવેલી ગાયના દૂધ માંથી બનેલી વસ્તુઓની આયાત કરવાથી લઇને ભારતનું વલણ સ્પષ્ટ છે, તેમનું કહેવું છે કે એવી ગાયોના દૂધ માંથી બનેલી પ્રોડક્ટ નથી ખરીદી શકતા. જેને બ્લડ મિલ આપવામાં આવ્યો હોય.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા એક મોટો નિર્ણય લઇને ભારતને વ્યવસાયમાં જોડાવા વાળા દેશોની યાદી માંથી કાઢી નાખવામાં આવ્યો છે, જાણકારના જણાવ્યા મુજબ કે તેનું કારણો ભારતનો અમેરિકન ડેરી ઉત્પાદનો ખરીદવાની ના કહે છે.

તમને પણ રસપ્રદ લાગશે :-

10 વર્ષોમાં દુનિયા ક્યાંથી ક્યાં આવી ગઈ

ચીની રાજા 15 દિવસ અને 121 મહિલા

દરરોજ બે લાખ લોકો ગરીબી રેખા ઉપર આવી જાય છે

તે સાત મોટા પડકારો જે ભવિષ્ય પર અસર કરશે

ટ્રમ્પ દ્વારા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ભારત સરકાર સાથે ખૂબ ચર્ચા કર્યા પછી હું આ પગલુ એટલા માટે ઉઠાવી રહ્યો છું કારણ કે હું આ વાતથી સંતુષ્ટ છું કે ભારત હજુ સુધી અમેરિકાને એ વાતની ખાતરી આપતું કે તે પોતાની બજારો સુધી અમેરિકાની વસ્તુ અને બીજું પહોચવા દેશે.”

પસંદગીયુક્ત યાદીમાં હોવાના લીધે ભારત 5.6 અબજ ડૉલર એટલે કે 560 કરોડ ડૉલરની ચીજવસ્તુ અમેરિકન બજારોમાં આયાત વગર પહોચાડે છે અને બદલામાં અમેરિકાની ચીજવસ્તુઓ ભારતીય બજારો સુધી આવે છે, કેસ ડેરીથી લઇને બગડી ગયો છે.

ભારત સરકાર વલણ :-

ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે ભારતએ પોતાનો પક્ષ અમેરિકા સામે મુક્યો છે કે ‘બ્લડ મીલ’ના ખાદ્યપદાર્થોના ઢોરનું ઉત્પાદન ભારત નહિ ખરીદી શકે છે.

કથનમાં કહેવામાં આવ્યું છે કે, “ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે કે, પ્રમાણપત્ર પ્રક્રિયા મુજબ, આયાત કરવામાં આવતા ઉત્પાદન તે જાનવરો દ્વારા બનવા જોઈએ જેને ક્યારેય બ્લડ મીલ ન ખવરાવવામાં આવ્યા હોય, એટલે કે તે માંસાહારી ન હોય.”

“ભારતની આ શરત સાંસ્કૃતિક અને ધાર્મિક ભાવનાઓ સાથે જોડાયેલી છે અને સમજૂતી શક્ય નથી. સર્ટિફિકેશન પ્રક્રિયાનું પાલન કરવામાં આવે તો ભારતને કોઈ સમસ્યા નથી.”

‘બ્લડ મીલ’ શું છે?

‘બ્લડ મીલ’ મીટ પૅકિંગ વ્યવસાયનું બાય-પ્રોડક્ટ થાય છે અને તે બીજા પ્રાણીઓને ખવડાવવા માટે વપરાય છે.

પ્રાણીઓને મારતી વખતે (વિશેષ કરીને ગૌવંશ) તેમનું લોહી જમાવીને તેને સુકવીને (સૂર્યમાં અથવા હીટરમાં) એક વિશેષ પ્રકારનો ચારો બની જાય છે – તેને ‘બ્લડ મિલ’ કહેવાય છે.

આ લાઈસીન નામનો એમિનો એસીડ (ગાયના માટે પ્રોટીનમાં ભેળવવા વાળા દસ જરુરી એમિનો એસીડ માંથી એક) નો સારો સ્ત્રોત માનવામાં આવે છે અને આનો ઉપયોગ ખાસ કરીને પશુપાલન વ્યવસાયમાં થાય છે.

દૂધવાળા પ્રાણીઓ સારા આરોગ્ય માટે (તેમને મોટા-તાજા બનાવવા માટે) અને તેમની પાસેથી વધુ દૂધ મળે તે માટે તેમને નિયમિત રીતે ખાવામાં ‘બ્લડ મીલ’ આપવામાં આવે છે.

દુધવાળા પશુઓ સિવાય મરઘીઓ, ઢોરઢાંખર, બીજા પાળેલા પશુઓ અને માછલીઓ અને ઝીંગા આપવામાં આવે છે. અને ખેતીમાં પણ તેનો ઘણો ઉપયોગ થાય છે અને તેનો ઉપયોગ કરીને ખાતર તરીકે કરવામાં આવે છે અને તેનાથી નાઈટ્રોજનનું પ્રમાણ વધારવામાં મદદ મળે છે.

ગયોના શરીરમાં મળતા પ્રોટીનમાં લગભગ દસ પ્રકારના જરુરી એમિનો એસીડ હોય છે. જેમાંથી બે અત્યંત મહત્વપૂર્ણ છે- લાઈસિન અને મિથિયોનાઇન. ગાય તેના ખાવાથી પ્રોટીન નથી શોષતી તે જુદા જુદા એમીનો એસીડ શોષી શકવામાં સક્ષમ હોય છે. તે કારણે તેને ખાવામાં ‘બ્લડ મિલ’ અને મકાઇ આપવામાં આવે છે. જ્યાં ‘બ્લડ મિલ’ લાઈસીનનો સ્ત્રોત છે, મકાઇ મીથોયોનાઈનનો સારો સ્ત્રોત છે.

જો કે દૂધ આપનારા પશુઓ અને તેમને આપવામાં આવતાં ખોરાક વિશે સંશોધન કરનારા ઘણા જાણકાર માને છે કે ‘બ્લડ મીલ’ માં એમિનો એસિડનું અસંતુલન હોય છે અને એ કારણે તે દૂધવાળા પશુઓ માટે વધુ સારું ભોજન નથી.

ડેરી હર્ડ મેનેજમેંટમાં છાપવામાં આવેલા એક સમાચાર અનુસાર મિનેસોટા યુનિવર્સિટીએ એક સંશોધનમાં શોધી કાઢ્યું છે કે આ કારણે લોહીમાં લાઈસીનનું પ્રમાણ બગડી જાય છે. ઘણા લોકો માને છે કે વધુ ગરમ કરવાથી બ્લડ મીલનું તત્વ સમાપ્ત થઈ જાય છે અને તેવામાં તેની જગ્યાએ સોયાબીન પણ લાઈસીનનો સારો સ્રોત છે.

ભારતમાં ઘણા ઑનલાઇન ઇકોમર્સ પ્લેટફોર્મ પર પણ ખેતી માટે ‘બ્લડ મીલ’ વેચાય છે.

ફીડિપિડિયા નામની વેબસાઇટ મુજબ ‘બ્લડ મીલ’ બનાવવાથી બુચડખાણનો કાચરો ઓછો થાય છે અને પોલ્યુશન ઘટાડે છે, પરંતુ જાણનારા માને છે કે લોહી સુકાઈ જવાની પ્રક્રિયામાં ખૂબ વીજળીનો વપરાશ થઇ શકે છે.

‘બ્લડ મીલ’ વિરોધ કેમ?

તેનો વિરોધ કરવા પાછળ ભારત સરકાર પાસે ફક્ત સંસ્કૃતિક અથવા ધાર્મિક માન્યતાને કારણે જ નહિ પરંતુ વૈજ્ઞાનિક દલીલો પણ છે.

1980 ના દાયકામાં મેડકાઉ નામના એક રોગ એ અમેરિકામાં અને બ્રિટનમાં ઘણો કેર વરસાવ્યો હતો. સેન્ટ્રલ ઓફ ડીઝિઝ એંડ પ્રીવેન્શન મુજબ, આ દુધવાળા પશુઓને થતો એક રોગ છે જે પ્રિયોન નામના પ્રોટીનને કારણે થાય છે અને તેની અસર પશુઓની નર્વસ સિસ્ટમ પર થાય છે. માનવ પણ તેની ઝપટમાં આવી શકે છે અને આવા કિસ્સાઓમાં ચેપ તેમની નર્વસ સીસ્ટમ પર હુમલો કરે છે.

કહેવામાં આવે છે કે તેનું એક કારણ પશુપાલનમાં પ્રાણીઓના હાડકાઓ માંથી બનાવવામાં આવતા ચારાનો ઉપયોગ હતો. આ જ કારણ હતું કે અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા 1997 અને 2008 માં પશુપાલનમાં પ્રાણીઓના માંસ અને લોહીમાંથી બનેલા ચારા સંબંધમાં નિયમો બનાવવામાં આવ્યા હતા અને દૂધવાળા પશુના હાડકાઓના ભૂકા માથી ખાદ્ય પદાર્થોના રૂપમાં ઉપયોગ કરવામાં ઉપર પ્રતિબંધ લગાવ્યો હતો.