અમેરીકી છોકરી આપી બેઠી ભારતના એક ખેડૂતને દિલ, સાત સમુદ્ર પાર કરી આવીને હોળીનાં દિવસે કર્યા લગ્ન.

મધ્યપ્રદેશના રહેવાસી ખેડૂત દીપકના વિચારોથી અમેરિકી બાળા એટલી પ્રભાવિત થઈ કે તેણીએ તેની સાથે લગ્ન માટે હા પાડી દીધી. જેલી વ્યવસાયથી એચઆરડી ડિપાર્ટમેન્ટમાં અધિકારી છે.

આપણા બધાના જીવનમાં પ્રેમ એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આપણે બધાને ક્યારેય ક્યારેક કોઈ પણ સાથે પ્રેમ જરૂર થઇ જાય છે. જે સમયે એ ફીલિંગ આપણા મનમાં આવે છે, આપણે એ વિશ્વાસ કરવા લાગીએ છીએ કે આ એક એક વાત છે સાચી છે અને બાકીનું બધું ખોટું અને છેતરામણું છે.

પ્રેમ થઇ જવા ઉપર માણસ પોતાના સ્વપ્નોને કોઈ અન્યની વિચારસરણી સાથે સહમત કરવા લાગે છે. પ્રેમ અને જંગમાં બધું જ શક્ય છે… એ કહેવત તો તમે સાંભળી જ હશે. અમુક લોકો હોય છે. જે પ્રેમમાં કોઈ પણ હદ સુધી પસાર થવા માટે તૈયાર થાય છે. પ્રેમમાં ખૂબ શક્તિ હોય છે.

તે એક માણસ પાસે તે બધું કરાવી શકે છે. જે કોઈ બીજા નથી કરાવી શકતા. એવું જ કાંઈક અમેરિકાની રહેવાસી એક છોકરી સાથે જયારે થયું તો તે વગર વિચાર્યે સાત સમુદ્ર પાર આવી અને પોતાના પ્રેમી સાથે હોળીના દિવસે લગ્ન કર્યા. શું છે આખી ઘટના આવો તમને જણાવીએ છીએ.

અમેરિકાની છોકરીને થયો પ્રેમ ભારતના ખેડૂત સાથે પ્રેમ :-

આ વાર્તા છે અમેરિકાની રહેવાસી જેલિકા લિજેથ ટેરેસ (36) અર્ફ જુલી અને મધ્યપ્રદેશના હોશંગાબાદના સિવીન માલવાના ગામ બાયસોનીકલાના રહેવાસીઓ દિકપ રાજપૂત (40) કે. તમને જાણીને આશ્ચર્ય થશે કે દીપક વ્યવસાયથી એક ખેડૂત છે અને ખેતીવાડી કરીને પોતાનું ઘર ચલાવે છે. દીપક અને જુલીની મુલાકાત ઓનલાઇન ફેસબુક દ્વારા થઇ હતી અને ધીમે ધીમે બન્નેમાં પ્રેમ થયો.

હોળીના શુભ અવસર ઉપર બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. જેલિકા ઉર્ફ જૂલી માનવ સંસાધન વિભાગ (એચઆરડી) માં અધિકારી છે. બંનેની મિત્રતા સોસીયલ મીડિયા વેબસાઇટ ફેસબુક દ્વારા થઇ હતી. બંને છેલ્લા છ મહિનાથી વોટસએપ પર ચેટિંગ અને ફોન ઉપર વાત કરી રહ્યા હતા. વાત કરતા કરતા બંનેને એક બીજા સાથે પ્રેમ થઇ ગયો.

વૈદિક રીત રીવાજ મુજબ થયા લગ્ન :-

2 મહિના પહેલા જુલી અમેરિકાથી ભારત ફરવા આવી હતી. તે દરમિયાન બંનેની મુલાકાતો ચાલતી રહી બંને સતત એકબીજા સાથે મળતા રહ્યા અને આખરે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. હોળીના દિવસે દીપક અને જુલી એ હોળી રમી અને એક બીજાને રંગ ગુલાલ લગાવ્યો.

બંનેએ સાત જન્મો સુધી એકબીજાનો સાથ નિભાવવાના વચન આપ્યા. દક્ષિણ અમેરિકાના ઓવલી ટોસ બોલિવિયા શહેરની રહેવાસી જુલીની મિત્રતા દીપક સાથે 3 વર્ષ પહેલાં થઇ હતી.

દિપકના વિચારોએ કરી પ્રભાવિત :-

દીપક બી.કોમ પાસ છે અને અંગ્રેજી ભાષા ઉપર તેમની સરસ પકડ છે. વાતચીત દરમિયાન જુલી દીપકના વિચારોથી ખૂબ પ્રભાવિત થઈ. ત્યાર પછી બંનેએ વોટ્સઅપ ઉપર ચેટિંગની શરૂઆત કરી અને પછી ફોન ઉપર વાત કરતા કરતા પ્રેમ થઈ ગયો.

દીપકે જુલી સાથે લગ્ન માટે પ્રપોઝ કરી અને જુલીને હા કહી દીધી. આ લગ્નથી દીપકના ઘરવાળા ઘણા ખુશ છે. જુલીને ભારતીય સંસ્કૃતિમાં ખૂબ રસ છે. તેમનું માનવું છે કે ભારત ખૂબ પ્રિય દેશ છે. અહીંયાના લોકો તેમને ખૂબ પસંદ છે.