લોકડાઉન વચ્ચે સરકાર હવે આ ઈન્કમ ટેક્સ પર આપી શકે છે મોટી રાહત, મળશે સીધો ફાયદો.

કેંદ્ર સરકાર ઈન્ક્મ ટેક્સને લઈને મોટી રાહત આપવાની જાહેરાત કરી શકે છે, જેનો સીધો ફાયદો લોકોને મળશે

કેન્દ્ર સરકાર આવકવેરા પર મોટી રાહત જાહેર કરી શકે છે. સીએનબીસી આવાઝના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, લોકડાઉનને ધ્યાનમાં રાખીને સરકાર ટીડીએસ પરના વ્યાજ ઉપર લાગુ પડતા વ્યાજ ઉપર વધુ છૂટ આપવાની વિચારણા કરી રહી છે.

નવી દિલ્હી. કોરોના વાયરસ રોગચાળો (લોકડાઉન ભાગ 3) ના સંક્રમણને રોકવા માટે શરૂ કરાયેલા લોકડાઉનને ધ્યાનમાં રાખીને સરકાર ટીડીએસ પર લાગુ પડતા વ્યાજ ઉપર વધુ છૂટ આપવાની વિચારણા કરી રહી છે. ટીડીએસ જમા કરવા ઉપર હાલમાં 18 ટકા વ્યાજ આપવાનો નિયમ છે. જો કે સરકારે માર્ચ રાહત પેકેજમાં તેને અડધી કરી દીધી હતી. તેમજ તેના ઉપર લાદવામાં આવેલ પેનલ્ટીને દુર કરવાની પણ જાહેરાત કરી હતી. પરંતુ હવે તેને સંપૂર્ણ રીતે દુર કરવા માટે સતત માંગ કરવામાં આવી રહી છે.

હવે શું થશે – સરકારે પહેલાથી જ ટીડીએસ જમા કરવાની અંતિમ તારીખ વધારીને 30 જૂન કરી દીધી છે. ઉપરાંત, ટીડીએસ ઉપરના વ્યાજના દર પણ 18 ટકાથી ઘટાડીને 9 ટકા કરી દેવામાં આવ્યા હતા, પરંતુ હવે સરકાર તેને સંપૂર્ણ માફ કરવાની દરખાસ્ત ઉપર વિચાર કરી રહી છે.

કોને મળશે રાહત – ચાલો તમને જણાવી દઈએ કે ઘણા ટીડીએસ ઉપરના વ્યાજને દૂર કરવા માટે ઉદ્યોગપતિઓ અને સાંસદોએ પત્રો પણ લખ્યા છે. વેપારીઓની દલીલ છે કે લોકડાઉનને કારણે વેપારીઓની તમામ ચુકવણી અનેક જગ્યાએ સ્થગિત થઈ ગઈ છે.

ઉદ્યોગપતિઓની દલીલ છે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ઓફિસ બંધ હોવાને કારણે વેરાની ગણતરી કરવી મુશ્કેલ છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ પણ કરની ગણતરી કરવામાં અસમર્થ છે.

શું છે ટીડીએસ – ટીડીએસ એ આવકવેરાનો એક ભાગ છે. તેનો અર્થ થાય છે ‘સ્રોત ઉપર કપાત કર’. આ આવકવેરાની આકારણી કરવાની આ એક રીત છે. ઇન્કમ ટેક્સથી ટીડીએસ વધુ હોય તો રિફંડ દાવા કરવામાં આવે છે અને ઓછો હોય તો એડવાન્સ ટેક્સ અથવા સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ જમા કરાવવો પડે છે.

કંપનીના કિસ્સામાં જો કરપાત્ર આવક ઉપર ચૂકવવાપાત્ર વેરો કુલ નફાના 15% કરતા ઓછો હોય તો કુલ રકમને આવક તરીકે ગણીને 15 ટકા આવકવેરો ભરવાનો રહેશે.

સામાન્ય માણસ માટે ટીડીએસનો અર્થ શું થાય છે – ટીડીએસ દરેક આવક ઉપર અને દરેક વ્યવહાર ઉપર લાગુ પડતી નથી. ઉદાહરણ તરીકે જો તમે ભારતીય છો અને તમે ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કર્યું છે તો તેની ઉપર જે આવક પ્રાપ્ત થઇ તેની ઉપર કોઈ ટીડીએસ ચૂકવવાનું રહેશે નહીં પરંતુ જો તમે એનઆરઆઈ છો, તો તે ભંડોળમાંથી થતી આવક ઉપર તમારે ટીડીએસ ચૂકવવુ પડશે.

જે વ્યક્તિ ચુકવણી કરી રહ્યા છે ટીડીએસ સરકારના ખાતામાં જમા કરાવવાની જવાબદારી પણ તેમની રહેશે. ટીડીએસ બાદ કરવાને ડીડકટર કહેવામાં આવે છે. તે જેને કર કપાતની ચુકવણી મળે છે તેને ડીડકટી કહે છે.

ફોર્મ 26AS એક ટેક્સ સ્ટેટમેંટ છે. જે એ દર્શાવે છે કે કપાત કરવામાં આવેલો ટેક્સ અને વ્યક્તિના પાનકાર્ડમાં જમા કરવામાં આવ્યું છે. દરેક ડીડકટરને ટીડીએસ સર્ટિફિકેટ આપીને એ કહેવું પણ જરૂરી છે કે તેણે કેટલું ટીડીએસ કપાત કર્યું છે અને સરકારમાં જમા કરાવ્યું છે.

કોઈપણ સંસ્થા (જે ટીડીએસના દાયરામાં આવે છે) જે ચૂકવણી કરે છે, તે એક ચોક્કસ રકમ ટીડીએસ તરીકે કાપે છે. જેની પાસેથી ટેક્સ લેવામાં આવ્યો છે તને પણ ટીડીએસ કપાતનું પ્રમાણપત્ર જરૂર લેવું જોઈએ. કપાત કરનાર તેના પેઇડ ટેક્સના ટીડીએસનો દાવો કરી શકે છે. જો કે, તે જ નાણાકીય વર્ષમાં દાવો કરવો પડશે.

એક નિયત રકમથી વધુ ચૂકવણી ઉપર જ ટીડીએસ કાપવામાં આવે છે. જુદી જુદી આવક મર્યાદા ઉપર ટીડીએસ કાપવામાં આવે છે, આવકવેરા વિભાગે પગાર, વ્યાજ વગેરે ઉપર ટીડીએસ કાપવાના કેટલાક નિયમો નક્કી કર્યા છે જેમ કે એક વર્ષમાં એફડીમાંથી 10 હજારથી ઓછું વ્યાજ મળે છે, તો તમારે તેના ઉપર ટીડીએસ ચૂકવવું પડશે નહીં.

જો એક નાણાકીય વર્ષમાં વ્યક્તિની આવક આવક આવકવેરા મુક્તિની મર્યાદાથી ઓછી હોય તો તે તેના એમ્પ્લોયર પાસે ટીડીએસ ફોર્મ 15 G / 15 H ભરીને ટીડીએસ ન કાપવા માટે કહી શકે છે.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.