જુના સ્કૂટર કે બાઇકના બદલામાં ઘરે લઇ આવો નવો Ampere સ્કૂટર, કંપનીએ શરૂ કર્યો એક્સચેન્જ ઓફર

કંપનીએ શરુ કરી એક્સચેન્જ ઓફર, જુના સ્કૂટર કે બાઇકના બદલામાં ઘરે લઇ આવો નવો Ampere સ્કૂટર. ભારતમાં ઇલેક્ટ્રિક સ્કૂટર નિર્માતા કંપની એમ્પીયર વ્હીકલ્સ (Ampere Vehicles) એ ગ્રાહકો માટે નવો પ્રોગ્રામ શરુ કર્યો છે, જેમાં ગ્રાહકો પોતાની જૂની બાઈક અથવા સ્કૂટરના બદલામાં એમ્પીયર સ્કૂટર (મોપેડ) ઘરે લાવી શકે છે. તમને જણાવી દઈએ કે, આ કંપનીએ એક્સચેન્જ ઓફર શરૂ કરી છે, જેનો હેતુ વેચાણ વધારવાનો છે, અને તેના માટે કંપનીએ ક્રેડ આર સાથે ભાગીદારી કરી છે.

આ એક્સચેન્જ ઓફરનો ફાયદો વધારેમાં વધારે લોકોને મળી શકે એટલા માટે કંપની ફક્ત ઇલેક્ટ્રિક વાહનના બદલામાં ઇલેક્ટ્રિક વાહન જ નહિ, પણ પેટ્રોલ મોપેડ અને બાઈકના બદલામાં પણ ગ્રાહકોને એમ્પીયર ઇલેક્ટ્રિક સ્કૂટર ઘરે લઇ જવાની તક આપી રહી છે. આ પ્રોગ્રામનો ફાયદો ગ્રાહકોને મળવાની સાથે જ દેશમાં ઇલેક્ટ્રિક મોબિલિટીને પણ પ્રોત્સાહન મળશે.

એમ્પીયર વ્હીકલ્સે આ વર્ષે જૂન મહિનામાં મૈગ્નસ પ્રો ઇલેક્ટ્રિક સ્કૂટર (મોપેડ) લોન્ચ કર્યું હતું, તે કંપનીની લાઇનઅપમાં પ્રમુખ મોડલ છે. તેની સાથે એમ્પીયર પાસે હવે દેશમાં ઇલેક્ટ્રિક સ્કૂટરની વધુ એક વિસ્તૃત શૃંખલા છે, જેમાં લીડ એસિડ બેટરી મોડલથી લઈને લિથિયમ આયર્ન ઈ સ્કૂટર શામેલ છે. પણ વેચાણ વધારવા માટે ઈવી (ઇલેક્ટ્રિક વ્હીકલ) નિર્માતાએ હવે એક્સચેન્જ પ્રોગ્રામ શરૂ કરવા માટે ક્રેડ આર સાથે ભાગીદારી કરી છે.

જો તમારી પાસે પણ કોઈ પેટ્રોલ મોપેડ અથવા બાઈક છે, જેના બદલામાં તમે એમ્પીયર ઇલેક્ટ્રિક મોપેડ ઈચ્છો છો, તો સૌથી પહેલા તમારે પોતાના નજીકના એમ્પીયર ડીલર પાસે જવું પડશે. ત્યારબાદ અમુક પ્રોફેશનલ્સ તમારી જૂની બાઈક અથવા મોપેડની કંડિશન ચેક કરશે. ત્યારબાદ તમારા વાહનના ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ કરવામાં આવશે. વેરિફિકેશન પ્રક્રિયા પુરી થયા પછી તમે તમારું મનપસંદ ઇલેક્ટ્રિક મોપેડ પસંદ કરી શકો છો, અને જુના વાહનના ભાવને નવા વાહનના ભાવમાંથી ઘટાડી દેવામાં આવશે.

આ ઓફરને કારણે તમે ન ફક્ત નવી એમ્પીયર મોપેડ ખરીદી શકો છો, પણ તેનાથી જુના વાહનોને પણ રસ્તા પરથી હટાવી શકાશે જે વધતા પ્રદુષણ માટે જવાબદાર છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.