તમે પણ ધોવો છો અંડર ગારમેન્ટ બધા કપડા સાથે તો થઇ જાવ સાવચેત જાણો આ સંશોધન

આપણા અંદર પહેરવાના કપડા આપણા કબાટના તે અસંખ્ય કપડાઓ માંથી એક હોય છે જેનો ઉપયોગ કરવામાં આપણે શરમ અનુભવીએ છીએ. આપણા બીજા કપડા અંદર પહેરવાના કપડા જેવા કે બ્રાં અને અન્ડરવેર જેવા કપડાની જેમ છુપાયેલા નથી હોતા અને આપણે છૂટથી તેનો ઉપયોગ કોઈપણ સામે કરીએ છીએ.

અંદર પહેરવાના કપડા આપણી તે જરૂરત માંથી એક છે જે આપણા શરીરની સાફ સફાઈ રાખવામાં મદદ કરે છે. જો હકીકતમાં આપણે નાજુક, ખાસ વસ્તુઓ-નાની વાતનું ધ્યાન રાખીએ છીએ તો આપણે અંદર પહેરવાના કપડાનું પણ ધ્યાન રાખવું જોઈએ. ધ્યાન રાખવું એટલે તેની સાફ સફાઈ માટે છે.

આપણે લોકો કપડા ધોતા વખતે આવી કોઈ ખાસ વાતને ધ્યાન બહાર કરી દઈએ છીએ જે ખરેખર ખુબ જરૂરી હોય છે. ઘણા લોકો લોન્ડ્રી વગેરે કે વોશિંગ મશીનમાં બધા કપડા સફેદ ટીશર્ટ, મોજા, જેકેટ અને ત્યાં સુધી કે અંડરવિયર પણ મૂકી દઈએ છીએ. કપડા ધોતા સમયે બધા કપડાને એક સાથે ધોઈ લેવામાં આવે છે. આમ તો કપડાને સાચી રીતે ધોવા માટે ઘણી વાતોનું ધ્યાન રાખવું પડે છે. સૌથી જરૂરી તે છે કે આપણે બધા કપડાની સાથે અંડરવિયર ન ધોવા જોઈએ.

100 માંથી 90 મહિલાઓ કપડાની સાથે જ અંદર પહેરવાના કપડા પણ ધોઈ નાખે છે :

સંશોધકો એ તે વાતને ધ્યાનમાં રાખીને અદ્યયન શરુ કર્યું તો તે જાણવા મળ્યું કે 100 માંથી 90 મહિલાઓ કપડાની સાથે જ અંડરવિયર ને ધોઈ નાખે છે. ખાસ કરીને મહિલાઓ સમય, પાણી અને ડીટરજન્ટ બચાવવા માટે તેને કપડાની સાથે જ વોશિંગ મશીનમાં ધોઈ નાખે છે. સંપૂર્ણ રીતે જાતે ચાલતું વોશિંગ મશીનને આપણા માટે વસ્તુઓને વધુ સરળ બનાવી દીધી છે. કપડાને ધોવા માટે હવે આપણે વોશિંગ મશીનમાં કપડાઓને ડીટરજન્ટ સાથે નાખીને બીજું પાણી નાખીએ છીએ અને થોડા સમય પછી બધા કપડા ધોવાઇ જાય છે. આવું કરવાથી આપણે બચવું જોઈએ. તેની પાછળના નીચે જણાવેલ કારણો છે.

અંડરવિયર આપણા શરીરના એવા ભાગ સાથે જોડાયેલ હોય છે જ્યાંથી આપણે મળ-મૂત્ર ત્યાગીએ છીએ. એવામાં તે કપડામાં ઇન્ફેકશન વગેરે હોય છે જેનાથી બીજા કપડાઓમાં પણ ઇન્ફેકશન બેક્ટેરિયા જતા રહે છે.

મોટાભાગે વોશિંગ મશીન 15 ડીગ્રી સેલ્સિયસ કપડાને ધુવે છે પણ આપણા અંડરવિયર માં બેક્ટેરિયા હોવાને લીધે તેમને જરૂરી તાપમાન ન્યુનતમ 40 ડીગ્રી સેલ્સિયસ જરૂરી હોય છે. આપણે આપણા અંડરવિયર ને જુદા ગરમ પાણીમાં ધોવાની જરૂર હોય છે જેનાથી સંક્રમણ નો ભય ન રહે.

શિશુઓ અને ઘરડા લોકોમાં ઓછું પ્રતિરક્ષા હોય છે અને તેઓ આપણા પ્રમાણમાં સંક્રમણ સામે વધુ સંવેદનાત્મક હોય છે. તેમના કપડાને બીજા કપડાથી જુદા ધોવાની જરૂર હોય છે. જો ઘરમાં કોઈ બીમાર કે નબળા છે તો તેમના કપડા અને અંડરવિયર ના કપડા સૌથી જુદા ધોવા જોઈએ જેનાથી એક બીજાના કપડામાં જંતુઓ લાગવાનો ડર ન રહે અને ઇન્ફેકશનથી દુર રહી શકાય.