ઉતારવા છે આંખોના ચશ્માં? તો નિયમિત કરો આ ૫ કસરત આંખો ને તંદુરસ્ત રાખવા પણ અપનાવો

 

(૧) આંખોની દેખરેખ

કોઈએ સાચું કહ્યું છે કે સુંદરતા જોવાવાળાની નજરમાં હોય છે. નજર એટલે આપણે આપણી આંખોની વાત કરી રહ્યા છીએ. જે આપણને તેની સાથે આખી દુનિયાનો પરિચય કરાવે છે. જો તે ન હોત તો જીવનમાં કેટલું અંધારું હોત. તેથી આપણે આપણી આંખોની પણ એટલી જ જાણવણી કરવી જોઈએ. જેટલું કે આપણે આપણા બીજા અંગોનું રાખીએ છીએ. તો આવો અમે તમને આંખો માટે આવા પાંચ યોગ વિષે જણાવી આપીએ જે કરવાથી તમારી આંખો સ્વસ્થ રહેશે. આંખોનો થાક અને કાળા કુંડાળા જેવી તકલીફ નહી થાય.

નીચે તમે વિડીયો માં પણ શીખી શકો છો

(૨) આંખોને ઘસો

સૌથી પહેલા પોતાના બન્ને હથેળીથી આંખોને ઉપરથી ત્યાં સુધી ઘસો જ્યાં સુધી આંખો ગરમ ન થઇ જાય. ગરમ થયા પછી આ પ્રક્રિયા બંધ કરતા કરતા હથેળીઓથી આંખોને થોડી વાર સુધી ઢાંકી રાખો. આ આખી પ્રક્રિયાને થોડી થોડી વારમાં ઓછામાં ઓછું ૩ થી ૪ વખત દોહરાવો. આમ થોડા જ દિવસો સુધી કરવાથી આંખો સ્વસ્થ થાય છે. એવું પણ બની શકે છે કે તેને થોડા દિવસો સુધી કરવાથી તમારી આંખોથી ચશ્માં દુર થશે.

(૩) ક્ષિતિજમાં જુવો

હાથ આપણી આંખો સામે ફેલાવતા રહી અંગુઠાને ઉભો કરો. પોતાના માથાને ટટ્ટાર રાખો અને સીધું જુવો. હવે પૂતળીઓને જમણા અંગુઠા તરફ લઇ જાવ અને પછી ધીમેથી ડાબા અંગુઠા તરફ લઇ જાવ. આ પ્રક્રિયા ૫ વખત દોહરાવો અને પછી આંખોને થોડી વાર માટે બંધ કરી લો. ફરી વખત તે દોહરાવો.

(૪) ત્રાસુ જુવો

સૌથી પહેલા અંગુઠાને ઉંચો કરીને હાથ સામે લાવો. જમણા હાથને ડાબી અને નીચેની તરફ લઇ જાવ અને ડાબા હાથને માથા તરફ ઉપરની બાજુ લઇ જાવ. હવે તમારું પૂતળીઓથી એક વખત જમણા અંગુઠો જુવો અને પછી ડાબા અંગુઠા તરફ નજર લઇ જાવ. તે પાંચ વખત કરવાનું છે. પછી આ પ્રક્રિયા વિરુદ્ધ દિશામાં કરવાની રહેશે.

(૫) સીધમાં રાખો

સૌથી પહેલા પોતાના એક હાથના અંગુઠાને નાકની સીધમાં આંખોની નજીક રાખો. હવે અંગુઠાની આગળની તરફ વધારો. પછી પાછા તે સ્થિતિમાં આવી જાવ. આ પ્રક્રિયાને ૫ વખત દોહરાવો. હવે આંખોને આરામ આપવા માટે ૩૦ સેકન્ડ માટે તેને બંધ કરી લો. આમ કરવાથી તમને પણ ઘણો આરામ મળશે.

(૬) આંખો ની કીકીને ફેરવો

માથાને ટટ્ટાર રાખો અને સામે જુવો. ત્યાર પછી પૂતળીઓને ઘડિયાળની દિશામાં ચારે તરફ ફેરવો. આ પ્રક્રિયા એક વખતમાં ઓછામાં ઓછું ૫ વખત દોહરાવો અને પછી આંખોને ૩૦ સેકન્ડ માટે બંધ કરીને આરામ આપો. તમારે આ કસરત નિયમિત કરવાની છે. વિશ્વાસ રાખો જો તમે આ કસરત વિષે ડોક્ટરને પણ પૂછશો તો તે પણ તમને તે કરવા માટે ના નહી કહે. આંખો માટે આ કસરત ખરેખર ખુબ ફાયદાકારક છે.

નીચે તમે વિડીયો માં પણ શીખી શકો છો

આંખો નું તેજ વધારવા નાં આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>> આંખોની રોશની વધારે અને 15 વર્ષ જેવા યુવાન થઇ જાવ આ ચમત્કારી ઔષધી છે…!!

આંખો નું તેજ વધારવા નાં આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>> આંખો નીચેનાં કાળા ડાઘ દુર થશે, 1 મહિનામાં ચશ્માં દુર થશે, આંખોમાં વાસી થૂક લગાવો, જાણો રીત

વિડીયો