બેંક લોન લેનાર માટે રિજર્વ બેંક તરફથી બીજા ખુશીના સમાચાર, જાણો કોને અને કઈ રીતે મળશે તેનો લાભ.

બેંક લોન ધારક માટે રિજર્વ બેંક તરફથી બીજા જોરદાર સમાચાર, જાણો કોને અને કઈ રીતે મળશે તેનો ફાયદો.

લોનના હપ્તા પર 6 મહિના સુધી રાહત આપવાની રિઝર્વ બેંકની જાહેરાત, જાણો કોને અને કઈ રીતે મળશે તેનો લાભ?

રિઝર્વ બેંકે તેને પહેલા માર્ચથી લઈને મેં સુધી કર્યું હતું, હવે તેને 1 જૂનથી 31 ઓગષ્ટ સુધી ત્રણ મહિના વધુ વધારવામાં આવ્યું, તેનો અર્થ એ છે કે જે લોકો ઓગષ્ટ સુધી પોતાનું EMI નહિ ચૂકવી શકે, તેમને બેન્ક પરેશાન નહિ કરે અને તેના ઉપર કોઈ પેનલ્ટી નહિ લગાવામાં આવે. પરંતુ આ સમયગાળા દરમિયાણાનું વ્યાજ તેમને આપવું પડશે.

રિઝર્વ બેન્કએ લોન EMI ઉપર મોરેટોરિયમ 6 મહિના સુધી કરી દીધું છે.

રિઝર્વ બેન્કના ગવર્નર શક્તીકાંત દાસે કરી જાહેરાત

આને 31 મેં થી વધારીને હવે 31 ઓગષ્ટ કરવામાં આવી છે.

ભારતીય રિઝર્વ બેન્ક એ કોરોના સંકટ વચ્ચે લોકો અને કોર્પોરેટ જગતને પરેશાનીથી બચવા માટે EMI રકમ ટાળવા એટકે કે મોરેટોરિયમની સુવિધા ત્રણ મહિના સુધી વધારે વધારી દીધી છે. આવો જાણીએ આ સુવિધા કોને અને કેવી રીતે મળશે.

ખરેખર તો કોરોના લોકડાઉન ચાલુ રહેવાને કારણે ખાસ કરીને કોર્પોરેટ જગત દ્વારા આ વાત માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું કે મોરેટોરિયમની સુવિધા 3 મહિના માટે વધુ વધારવામાં આવે.

રિઝર્વ બેંકે પહેલા આને માર્ચથી મે સુધી કરી હતી. હવે આને 1 જૂનથી 31 ઓગષ્ટ ત્રણ મહિના સુધી વધુ વધારવામાં આવી છે. આનો મતલબ એ છે કે જે લોકો ઓગષ્ટ સુધી પોતાની EMI નથી ભરી શકતા, તેમને બેન્ક દ્વારા પરેશાન નહિ કરવામાં આવે અને તેમના ઉપર કોઈ પેનલ્ટી નહિ લગાડવામાં આવે, પરંતુ આ સમયગાળા દરમિયાનનું વ્યાજ તેમને આપવું પડશે.

આવા લોકોની ક્રેડિટ રેન્કિંગ પણ ખરાબ નહિ થાય અને તેમને ડિફોલ્ટર નહિ માનવામાં આવે. આવી રીતે લોકો કુલ 6 મહિના સુધી લોનની EMI નહિ આપવાનો એક વિકલ્પ તેમને મળ્યો છે. આ સુવિધા હોમ લોન, ક્રેડિટ કાર્ડ લોન જેવા ટર્મ લોન માટે આપવામાં આવશે.

શું કહ્યું રિઝર્વ બેંકે.

ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે વિડિઓ કોન્ફરન્સ દ્વારા આયોજિત એક પ્રેસ કોન્ફ્રેસમાં કહ્યું “રિઝર્વ બેંકે પહેલા બે વાર કેટલાક ઉપાય કર્યા હતા, ટર્મ લોનની EMI ઉપર 3 મહિનાનું મોરેટોરિયમ આપ્યું હતું, અને EMI ના આપવા વાળા કોર્પોરેટને ડિફોલ્ટર ના જાહેર કરવાની પણ છૂટ આપી હતી.”

કોને અને કેવી રીતે મળશે સુવિધા.

આ સુવિધા બધા પ્રકારના ટર્મ લોન ગ્રાહકો (સામાન્ય લોકો, કોર્પોરેટ, કારોબારી) ને મળશે.આ હોમ લોન, ઓટો લોન, ક્રેડિટ કાર્ડ લોન જેવી ટર્મ લોન ઉપર મળશે, એમ તો તમને લોનની EMI નહિ ચૂકવી શકો, તો બેન્ક જાતે જ તમારી લોનને મોરેટોરિયમમાં મોકલી દેશે. પરંતુ ઓટોમેટિક સિસ્ટમ હોવાને કારણે એવું થઇ શકે છે કે પહેલા તમારા લોન ડિફોલ્ટ ઉપર પેનલ્ટી કપાઈ જાય, એટલા માટે જો તમે લોન ચુકવવાની હાલતમાં નથી, તો જાતે જ બેન્કને જાણ કરીને લોન મોરેટોરિયમ સુવિધા લેવા માટે અરજી કરી દો.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.