આપણે પોતાની સમસ્યાઓના બહાના કાઢવાનું જાણીએ છીએ, જયારે તેનું સમાધાન આપણી જ પાસે હોય છે, વાંચો વાર્તા.

એક રાજા ઝાડીની પાછળ છુપાઈને આખી રમત જુવે છે, જે જાળ તેમણે પાથરી છે. તે ખરેખર કોણ પાર કરી શકશે.

આપણે માણસોની ટેવ હોય છે કે જ્યારે પણ આપણી સામે મુશ્કેલી આવે છે, ત્યારે આપણે તેનો ઉકેલ કાઢવા વિષે નથી વિચારતા, પરંતુ તે વ્યક્તિને જ દોષ આપતા રહીએ છીએ. જેના કારણે મુશ્કેલી ઊભી થઇ. કોઈ પણ કામ મનગમતું ન હોય તો સામે વાળા ઉપર બધો ગુસ્સો કાઢી દઈએ છીએ.

આપણે એ નથી વિચારતા કે જો સમસ્યા આવી જ ગઈ છે, તો શા માટે તેને કોઈને કોઈ બીજા ઉપર નાખવાથી ઉત્તમ છે કે આપણે તેનો ઉકેલ કરીએ. મનુષ્ય જીવનમાં હંમેશાં સમસ્યાઓ આવતી રહે છે, પણ ઘણી વાર તે સમસ્યાઓથી બહાર કાઢવાની તક પોતાની સાથે સફળતા લઇ આવે છે. તમને આ વાત એક વાર્તાના રૂપમાં સમજાવીએ છીએ.

રાજા એ રસ્તા ઉપર પથ્થર મૂકી દીધો :-

એક રાજ્યમાં ખૂબ જ સારા રાજા હતા. તેઓ તેમના રાજ્યને વિકસિત રાજ્ય બનાવવા માંગતા હતા અને હંમેશા તેમની પ્રજાની સેવામાં તત્પર રહેતા હતા. જનતાને શું મુશ્કેલી છે? તે જાણવા માટે તેમને જનતા વચ્ચે હોવું જરૂરી હતું. રાજાએ એક વખત પોતાની જનતા વિશે અને તેમના વિચારો વિશે જાણવા માટે રસ્તામાં એક મોટો એવો પત્થર મૂકી દીધો અને પાસેની ઝાડીમાં છૂપાઈ ગયા.

રાજાએ જોયું કે લોકો આજુબાજુથી પથ્થર પાસે થઇને પસાર થઇ રહ્યા હતા. ગાડી કાઢવામાં તકલીફ થઇ રહી છે, ત્યાર છતાં કોઈ પણ રીતે ગાડી કાઢીને જઈ રહ્યા હતા અને સાથે જ રાજાને દોષ પણ આપી રહ્યા હતા. આવતા જતા લોકો કહેતા હતા કે રાજાને તો લોકોની જરાપણ કાળજી જ નથી. આટલો મોટો પત્થર રાખ્યો છે અને લોકોને મુશ્કેલી પડી રહી છે, પણ કોઈને કાંઈ ભાન નથી.

રાજાએ જોયું કે દરેક તેમની વ્યવસ્થા અને સેવા ઉપર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે, પરંતુ પથ્થરની પાસેથી પસાર થઈ રહ્યા છે. ત્યાર પછી રાજાની નજર એક ખેડૂત પર પડી. તેમણે જોયું કે એક ખેડૂત પત્થર દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. પથ્થર અત્યંત ભારે હતો, પરંતુ ભારેપણાની પરવા કર્યા વગર જ તે ખેડૂત તેને દુર કરવા લાગ્યો. ત્યાર પછી તેને આટલો પ્રયત્ન કરતો જોઈ અને લોકો પણ ત્યાં એકઠા થઈ ગયા અને રસ્તા માંથી પત્થર દૂર કરવાનું શરૂ કર્યું. ધીરે ધીરે બધાના પ્રયત્નોથી પત્થર રસ્તામાંથી દૂર થઇ ગયો.

તેથી રાજા ખેડૂતને ભેંટી પડ્યા :-

ખેડૂત પોતાનું કામ કરીને જેવા આગળ વધે છે રાજા પાછળથી બહાર નીકળ્યા અને ખેડૂતને ભેંટી પડે છે. તેમણે કહ્યું – હે અન્નદાતા, રસ્તામાંથી ઘણા લોકો પસાર થયા, પણ કોઈએ આ સમસ્યાનો ઉકેલ ન કર્યો અને તમે તેને દુર કરવાનો પ્રયાસ કર્યો. આ લઇ લો સોનાની થેલી અને હું માનું છું કે જો મારા રાજ્યમાં અડધી જનતા પણ તમારી જેવી બની થઇ જાય તો રામરાજ્ય અહીં સ્થાપિત થઇ જશે. ખેડૂતે રાજાને પ્રણામ કર્યા અને તેના રસ્તે ચાલ્યા ગયા.

આ વાતથી આપણને શીખવા મળે છે કે પત્થરની જેમ મુશ્કેલીઓ આપણા જીવનમાં આવી જાય છે અને આપણે માત્ર મુસાફરની જેમ કોઈ રાજાને તેનો દોષ આપતા રહીએ છીએ. જો આપણે ખેડૂતની જેમ કોઈ પણ વ્યક્તિને દોષ આપ્યા વગર ફક્ત આપણી સમસ્યાનો ઉકેલ લાવીશું તો સમસ્યા સમાપ્ત થઇ જશે. તેના માટે આપણું ધ્યાન માત્ર સમસ્યા દુર કરવા ઉપર જ રાખવું જોઈએ.

જય જય ગરવી ગુજરાત. જય જવાન, જય કિશન. જય હિન્દ…