મીઠાઈ ખાવાના શોખીન છો તો બનાવો ‘માવા અનરસા’, જાણો શું છે તેની રેસિપી.

મીઠાઈનો સ્વાદ ઘરે લેવા માટે જરૂર બનાવો ‘માવા અનરસા’, જાણો સિક્રેટ રેસિપી. મીઠાઈ ખાવાનું બહુ ગમે છે, તો ઘરમાં માવાની અનરસા બનાવી શકો છો. મીઠાઈ માં કંઈક એવી વસ્તુ હોય છે, જેને દરેક ઋતુમાં ખુબ પસંદ કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે તે તમે ઘરમાં જ રહેલી વસ્તુની મદદથી સરળતાથી બનાવી શકો છો. અમે વાત કરી રહ્યા છીએ અનરસેની. અનરસા ચોખા અને માવાની મદદથી બનાવી શકાય છે.

ગ્રામ્ય વિસ્તારોમાં તેને લોકો ચોમાસાની મીઠાઈ પણ કહે છે. એવું એટલા માટે કેમ કે તે વરસાદની ઋતુમાં ઘણી પસંદ કરવામાં આવે છે. ઉત્તર ભારતમાં આ મીઠાઈ ખુબ બનાવવામાં આવે છે. ખાવામાં ક્રંચી અને અંદરથી સોફ્ટ આ મીઠાઈ જયારે તમારા જાય છે, તો તેનો સ્વાદ તમે ભૂલી નહિ શકો. આમ તો બજારમાં 100 થી 120 રૂપિયે કિલો મળે છે, પરંતુ તેની રેસીપી જાણ્યા પછી તમે તેને ઘરે જ બનાવી શકો છો.

ઘરે બનાવો માવાની અનરસા :

સામગ્રી

ઘી

તલ

ખાંડ

ચોખાનો લોટ

ડ્રાઈ ફ્રુટ્સ

છીણેલું નારીયેલ

માવો

ગોળ

પાણી

રીત :

સ્ટેપ 1 : તે બનાવવા માટે સૌથી પહેલા અડધો કિલો ચોખાને પાણીમાં નાખીને લગભગ 24 કલાક માટે રહેવા દો. હવે આ ચોખાને ગાળીને સૂકવવા માટે મૂકી દો. જયારે તે સુકાઈ જાય તો તેને મીક્ષરની મદદથી પીસીને લોટ બનાવી લો. હવે તે રીતે સ્વાદ મુજબ ખાંડને ઝીણી વાટી લો.

સ્ટેપ 2 : ત્યાર પછી ચોખાના લોટ અને વાટેલી ખાંડને સારી રીતે ભેળવી લો. જયારે તે ભળી જાય તો તેમાં સ્વાદ માટે એક કે બે ચમચી ગોળ નાખો. જો તમે ડ્રાઈ ફ્રુટ્સ અને છીણેલું નારીયેલ ધારો તો મિક્સ કરી શકો છો. હવે આ ત્રણે વસ્તુને ભેળવીને લોટની જેમ ગૂંદો.

સ્ટેપ 3 : તે ગુંદી લીધા પછી લગભગ 2 થી 3 કલાક માટે ઢાંકીને રહેવા દો. આ રીતે લોટ સોફ્ટ થઇ જશે અને લુઈઓ સરળતાથી બનાવી શકાશે. હવે નાની નાની લુઈઓ બનાવો અને તેમાં માવાને સ્ટફ કરો. તેને ગોળ આકાર આપો અને તલમાં લપેટી લો. તલમાં લપેટ્યા પછી તેને ગોળ કે પછી ચપટો આકાર આપો.

સ્ટેપ 4 : ગેસ કડાઈ ઉપર ચડાવો અને તેમાં તળવા માટે ઘી નાખો. હળવું ગરમ થઇ ગયા પછી તેમાં એક એક કરી બધી લુઈ નાખો. તે દરમિયાન ગેસનો તાપ મીડીયમ રાખો કેમ કે તેનાથી અનરસા બળવાનો ડર રહે છે. સાથે જ મીડીયમ તાપ રહેવાથી અનરસા અંદરથી પાકી જશે.

સ્ટેપ 5 : જયારે આછા બ્રાઉન થવા લાગે, તો તેને એક એક કરીને પ્લેટમાં કાઢી લો. આ રીતે તમે સરળતાથી ઘરે અનરસા બનાવી શકો છો. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો તેને શેર અને લાઈક જરૂર કરો અને આવી રીતે બીજી પણ સરળ રેસીપી વાચવા માટે જોડાયેલા રહો ગુજ્જુ ફન ક્લબ સાથે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.