ટ્રેનમાં ચા પીવો છો? તો થઇ જજો સાવધાન, આ પાણીથી બને છે ચા

આજકાલ આપણે આપણું આરોગ્ય જાળવવા ઘણા પ્રકારની કાળજી લેવાની જરૂર છે. જો તે અંગે થોડી પણ બેદરકારી રાખી તો આરોગ્ય ખરાબ થવાની સંપૂર્ણ શક્યતા રહેલી છે. અને આ કાળજી છે ખાવા પીવાની. આપણે ખાવાની વસ્તુમાં પણ ખુબ જ કાળજી રાખવાની જરૂર છે, તેમાં પણ અનેક જાતની ભેળસેળ જોવા મળે છે. પીવાની બાબતમાં પણ એવું જ હોય છે. જેમ કે ઠંડા પીણા, ચા કોફી વગેરેમાં આપણે ખુબજ કાળજી રાખવાની જરૂર છે. કારણ કે એમાં પણ હવે શુદ્ધતા નથી રહી. આવી જ એક વાત આજે અમે તમારી સામે લઇને આવ્યા છીએ, જે ધ્યાનથી વાંચજો.

મિત્રો, જો તમે ટ્રેનમાં ચા પીવો છો, તો ધ્યાનથી જોઈ લો ત્યાં શું થાય છે? જો તમે પણ ટ્રેનમાં મળતી ચા પીવો છો. તો આ ખબર વાંચ્યા પછી ત્યાંની ચા ક્યારેય નહી પીશો. ખાસ કરીને આ દિવસોમાં સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં ટ્રેનમાં ચા, કોફી સપ્લાઈ કરવા વાળા વેન્ડર ટ્રેનના ટોયલેટ માંથી પાણી લાવી રહ્યા છે. અને તે પાણીનો તેઓ ચા બનાવવા માટે ઉપયોગ કરે છે.

વિડીયોમાં જોઈ શકાય છે કે ચા બનાવવા વાળા ચા અને કોફીના વાસણને ટોયલેટના પાણીથી ભરી રહ્યા છે. વિડીયોમાં તે વ્યક્તિ જોઈ શકાય છે, જેણે વાદળી રંગનો શર્ટ પહેર્યો છે. આ વિડીયોને શરુઆતમાં જોવાથી થોડી વાર માટે બધું જ સામાન્ય લાગે છે. પરંતુ થોડી વાર પછી ટોયલેટનો દરવાજો ખુલે છે, અને એક વ્યક્તિ ટોયલેટ માંથી કોફી અને ચા ના વાસણમાં પાણી ભરે છે.

વિડીયોમાં જોઈ શકાય છે કે, વ્યક્તિ ચા માટે ટોયલેટનું ગંદુ પાણી ભરી રહ્યો છે. પહેલા પણ ઘણી વખત ટ્રેનમાં મળતા ભોજનને લઇને લોકો ફરિયાદ કરી ચુક્યા છે. ગયા વર્ષે માર્ચ મહિનામાં રાજધાની એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા લોકોએ ખરાબ ખાવાનું આપવાની ફરિયાદ કરી હતી. એટલું જ નહિ સીએજીએ પોતાના રીપોર્ટમાં જણાવ્યું હતું કે, ટ્રેનમાં આપવામાં આવતું ભોજન ખાવા લાયક નથી. તો હવે જ્યારે પણ તમે ટ્રેનમાં મુસાફરી કરો તો આ વાતોનું ધ્યાન રાખજો.

આ માહિતી જીનાસિખો અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.

વીડિઓ જુઓ : (વિડીયો લોડ થવામાં સમય લાગી શકે છે, રાહ જોવા વિનંતી.)

અમારા તરફથી રજુ કરવામાં આવેલો આજનો આ આર્ટીકલ તમને જરૂર પસંદ પડ્યો જ હશે, એવી અમને આશા છે. તો તમે આ આર્ટીકલને તમારા મિત્રો, સગા સંબંધિઓ તથા અન્ય લોકો સાથે જરૂર શેર કરશો. જેથી તેઓ પણ તેના વિષે જાણકારી મેળવી શકે, અને આમાં રજુ કરવામાં આવેલી માહિતીને જરૂર પડ્યે પોતાના જીવનમાં ઉપયોગમાં લઇ શકે. અને આપના તરફથી અમોને આવો જ સહકાર મળતો રહેવાથી, અમે અમારા તરફથી પણ આવા અવનવા આર્ટીકલ તમને આપવા અને એના વિષે માહિતગાર કરવા હંમેશા પ્રયત્નશીલ રહીશું. નમસ્કાર અને જયહિન્દ.