જ્યોતિષ શાસ્ત્રએ જણાવે છે રાત્રે કેટલા વાગ્યે કરવો રોમાંસ, કઈ ભૂલો કરવાથી બચવું.

રાત્રે કેટલા વાગ્યે રોમાંસ કરવો, અને તે દરમિયાન કઈ ભૂલો કરવાથી બચવું જોઈએ? જાણો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેના જવાબ

રાત્રિનો સમય સૂવા માટે જ હોય છે. જેવી રાત પડતાંની સાથે જ આપણે બધા પથારીમાં આવી જઇએ છીએ. પરંતુ શું તમે જાણો છો? કે રાત્રે સૂતા પહેલા કરવામાં આવેલા કેટલાક કામ અથવા ભૂલો તમને ભારે પડી શકે છે. વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર મુજબ મહિલાઓ અને પુરુષોએ રાત્રે સૂતા પહેલા અમુક ખાસ કામ કરવાનું દરેક સ્થિતિમાં ટાળવું જોઈએ. જો તમે આ ભૂલો કરો છો તો તમારી સાથે કાંઈક ખરાબ થઈ શકે છે.

1. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમારે રાત્રે અત્તર લગાવીને સુવું જોઈએ નહીં. ઘણી વાર એવું બને છે કે આપણે કોઈ પાર્ટીમાં જઇએ છીએ અને મોડી રાત્રે આવીએ છીએ ત્યારે આપણે સીધા પલંગ ઉપર સૂઈ જઈએ છીએ. જો કે, આમ કરવું તમને મોંઘુ પડી શકે છે. અત્તરની તીવ્ર સુગંધ ભૂતિયા શક્તિઓને આકર્ષે છે. તેનાથી તમને ખરાબ અને ડરામણા સપના પણ આવી શકે છે. તેથી તે વધુ સારું એ છે કે તમે સૂતા પહેલા તમારા હાથ, પગ અને ચહેરાને સારી રીતે ધોઈ લો.

2. વાસ્તુ શાસ્ત્ર મુજબ તમારે તમારા સુવાની પથારી નીચે કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુ રાખવી ન જોઈએ. આમ કરવાથી પેટ સંબંધિત સમસ્યા ઉભી થઈ શકે છે. લોકો ઘણી વાર તેમના ઓશિકા નીચે જ ઘડિયાળ અથવા મોબાઈલ રાખીને સૂઈ જાય છે. તે પણ વાસ્તુ અનુસાર ખોટું હોય છે. તેનાથી તમે હંમેશા તનાવમાં રહી શકો છો. સારું એ રહેશે કે જો તમે ઘડિયાળ અથવા મોબાઇલ જેવી વસ્તુઓ તમારા પલંગથી થોડે દૂર જમણી તરફ રાખો.

3. મહિલાઓએ સૂવાના સમયે પોતાના માથાના વાળ બાંધવા જોઈએ. ખુલ્લા વાળ સાથે સૂવું દુષ્ટ શક્તિઓને આકર્ષિત કરે છે. આ સિવાય, ચોટલી ધરાવતા પુરુષો અને બાળકોએ પણ વાળ બાંધવા અથવા ઢાંકી લેવા જોઈએ.

4. સુતા પહેલા પતિ અને પત્નીએ એકબીજા સાથે લડવું ન જોઈએ. આને કારણે ઓરડાની નકારાત્મક ઉર્જા વધવા લાગે છે અને આવતા સમયમાં તમને તેના નકારાત્મક પરિણામો જોવા મળે છે.

5. રાત્રે સ્ત્રી અને પુરુષ બંનેએ સ્મશાન ઘાટ, કબ્રસ્તાન અને ચોકમાં ન જવું જોઈએ. વિષ્ણુ પુરાણ અનુસાર, રાત્રે 12 થી 2 વાગ્યા સુધી આ સ્થાનો ઉપર મૃત આત્માઓ ભ્રમણ કરે છે. તે સમય તેમના જાગવાનો સમય હોય છે. તેથી તમારે આ સ્થાનો ઉપર રાત્રે ફરવાનું હંમેશા ટાળવું જોઈએ.

6. રાત્રે સુતા પહેલા પલંગ અને તેની આસપાસની જગ્યા સાફ કરવી જોઈએ. તમારા પલંગની આસપાસ રહેલી ગંદકી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. તેનાથી બેડરૂમમાં પતિ-પત્ની વચ્ચે લડાઈ ઝગડા વધી શકે છે.

7. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, મહિલા અને પુરુષોએ રાત્રે 12 વાગ્યા પછી જ શારીરિક સંબંધ (જાતીય સંભોગ) કરવા જોઈએ. તેનું કારણ એ છે કે 12 વાગ્યા પછી બીજો દિવસ શરૂ થાય છે અને બ્રહ્મ મુહૂર્ત શરૂ થાય તે પહેલાંનો સમય શરુ થઇ જાય છે. આ તે સમય હોય છે જ્યારે મનુષ્યમાં માનસિક અને આધ્યાત્મિક શક્તિઓ ઊંચા સ્તર ઉપર હોય છે. જણાવી દઈએ કે આ મધ્યરાત્રિના એક પ્રહર પછી જ બ્રહ્મ મુહૂર્ત શરૂ થાય છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.