રાક્ષસો ભગવાન શિવ પાસેથી છીનવી લેવા માંગતા હતા તેમનું ઘર કૈલાશ, પણ આ કારણે પ્રાપ્ત નહિ થયો વિજય

ભગવાન શિવનું ઘર કૈલાશ રાક્ષસો છીનવી લેવા માંગતા હતા, પણ આ કારણે તેઓ સફળ થયા નહિ, જાણો તેના વિષે

કૈલાસ પર્વતને ભગવાન શિવનો વાસ માનવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર, મહાદેવ કૈલાશમાં તેમના સંપૂર્ણ પરિવાર સાથે રહેતા હતા. આ જ કારણ છે કે કૈલાસ પર્વતને સૌથી પવિત્ર પર્વત માનવામાં આવે છે અને કૈલાસ પર્વતની પૂજા કરવામાં આવે છે. જો કે, હજી સુધી કોઈ પણ વ્યક્તિ કૈલાસ પર્વત ઉપર ચઢી શક્યો નથી. ભક્તો દર વર્ષે કૈલાસ પર્વતની યાત્રા દરમિયાન દૂર ઉભા રહીને જ આ પર્વતના દર્શન કરે છે.

ખરેખર દંતકથા અનુસાર ઘણી વખત રાક્ષસો અને નકારાત્મક શક્તિઓએ ભગવાન શિવ પાસેથી કૈલાસ પર્વત છીનવી લેવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેઓ કૈલાસ પર્વત ઉપર ક્યારેય ચઢી ન શક્યા અને આજે પણ કોઈ પર્વતારોહક કૈલાસ પર્વત ઉપર ચઢી નથી શક્યો. જે પણ આ પર્વત ઉપર ચઢવાનો પ્રયાસ કરે છે, તે કાં તો ચઢી નથી શકતો અથવા તો તેનું હૃદય પરિવર્તન થઇ જાય છે.

આખરે કેમ કોઈ ચઢી શક્યું નહીં

વિશ્વના સૌથી ઉંચા શિખર માઉન્ટ એવરેસ્ટ ઉપર 7000 થી વધુ લોકો ચઢી ચુક્યા છે. જેની ઉંચાઈ 8848 મીટર છે. પરંતુ કોઈ પણ કૈલાસ પર્વત ઉપર ચઢ્યું નથી અને તેની ઉંચાઇ ફક્ત 6638 મીટર જ છે. એવું કહેવામાં આવે છે કે ઘણા પર્વતારોહકોએ તેના ઉપર ચઢવાનો પ્રયત્ન કર્યો હતો. પણ તેની ઉપર ચઢવું અશક્ય હતું. કારણ કે જ્યારે પણ કોઈ પર્વતારોહક તેના ઉપર ચઢે છે, ત્યારે તેના શરીરના વાળ અને નખ ઝડપથી વધવા માંડે છે અને તે દિશાહીન થઇ જાય છે.

કૈલાસ પર્વતના ચઢાણ સંબંધિત ઘણી કહાનીઓ છે. કેટલાક લોકો માને છે કે ભગવાન શિવ કૈલાસ પર્વત ઉપર વસતા હતા, તેથી કોઈ જીવંત માણસ તેની ઉપર પહોંચી શકતો નથી. મૃત્યુ પછી આ પર્વત ઉપર જઇ શકાય છે અથવા ફક્ત તે જ વ્યક્તિ જઈ શકે છે કે, જેણે તેના જીવનમાં કોઈ પાપ ન કર્યું હોય.

ચીનની સરકારના કહેવા ઉપર પર્વતારોહકોનું એક જૂથ કૈલાસ ઉપર ચઢવા માટે ગયું હતું. પરંતુ તેઓ પણ સફળ થઈ શક્યા નહીં.

આ ઉપરાંત રશિયાની એક ટીમ પણ આ પર્વત પર ચઢવા માટે ગઈ હતી. 2007 માં, રશિયન પર્વતારોહક સર્ગે સિસ્ટીકોવે તેની ટીમ સાથે કૈલાસ પર્વત ઉપર ચઢવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ થોડે દૂર ચઢયા પછી, તેને અને તેની ટીમના સભ્યોને માથામાં ભારે દુ:ખાવો થવા લાગ્યો. પગે જવાબ આપી દીધો અને જડબાના સ્નાયુઓ ખેંચાવા લાગ્યા. જેના કારણે તેમણે ચઢાણ વચ્ચે જ રોકી દીધુ અને નીચે ઉતરવાનું શરૂ કર્યું.

શિવ પિરામિડ તરીકે છે પ્રખ્યાત

1999 માં, રશિયન વૈજ્ઞાનિકોની એક ટીમ એક મહિના માટે કૈલાસ પર્વતની નીચે રહી અને તેના કદ વિશે સંશોધન કર્યું. પછી વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે આ પર્વતનો ત્રિકોણાકાર શિખર એક પિરામિડ છે. જે બરફથી ઢંકાયેલો રહે છે. જેના કારણે તે શિવ પિરામિડ તરીકે પણ ઓળખાય છે.

દર વર્ષે હજારો ભક્તો કૈલાસ યાત્રા દરમિયાન કૈલાસ પર્વતની મુલાકાત લે છે અને આ પર્વતનું પરિભ્રમણ કરીને ફરે છે. કૈલાસ માનસરોવરની યાત્રા કરવામાં 3 અઠવાડિયાથી વધારે સમય લાગે છે અને આ યાત્રા ઘણી મુશ્કેલ હોય છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.