નિવૃત્ત થતા સમયે મળશે આટલા કરોડ રૂપિયા, બસ કરવાનું રહેશે આવી રીતે રોકાણ.

આ રોકાણ કરવા પર તમે પણ મેળવી શકો છો, નિવૃત થતા સમયે આટલા કરોડ રૂપિયા. ભારતમાં નિવૃત્ત થયેલા 90 ટકા લોકો પોતાની બચત ઉપર આધારિત હોય છે. તેવામાં તમારી પાસે તમારી નિવૃત્તિ માટે શું પ્લાન છે? શું તમે બચત માટે અત્યારથી પ્રયત્નો શરુ કરી દીધા છે કે તેના માટે યોજના બનાવી રહ્યા છો. ભારતમાં નિવૃત્તિની ઉંમર સામાન્ય રીતે 60 વર્ષ છે.

તેવામાં જો તમે તમારી ઉંમર 40 વર્ષ છે, તો આવતા 20 વર્ષની સંભવિત મોંઘવારીના હિસાબે તમારી યોજના તૈયાર કરવી પડશે, જેથી નિવૃત્તિ પછી પણ તમે સરળતાથી તમારો સમય પસાર કરી શકો. એક સારો નિવૃત્ત પ્લાન તમારે કઈ બાબતોને ધ્યાનમાં રાખવી પડશે. અમે તમને નિવૃત્ત વખતે બે કરોડ મેળવવાની ટીપ્સ આપી રહ્યા છીએ.

આ રીતે બચતની યોજના બનાવો : માની લો કે તમારી માસિક આવક 40 હજાર રૂપિયા છે. તેમાંથી તમે 10,000 રૂપિયા ભાડાના આપો છો. તે ઉપરાંત ઘર ખર્ચમાં પણ 10,000 રૂપિયાનો ઉપયોગ કરો છો. એક બાળકના અભ્યાસ પાછળ 5000 રૂપિયા ખર્ચ થાય છે. ઓફીસ જવા અને બીજા ખર્ચા ઉપર લગભગ 10 હજાર રૂપિયા ખર્ચ થાય છે. તેવામાં તમારી પાસે 5000 રૂપિયા રોકાણ માટે વધે છે.

old man money

જો આ રકમને તમે એસઆઈપી દ્વારા મ્યુચઅલ ફંડમાં નિવૃત્તિ સમય સુધી એટલે કે 20 વર્ષ સુધી લાંબુ રોકાણ કરો છો તો તમે સરળતાથી 2.62 કરોડ રૂપિયા જમા કરી લેશો. રોકાણ ઉપર રીટર્નની ગણતરી અહિયાં 10 ટકાના દરે કરવામાં આવી છે. આ રકમ તેનાથી ઘણી વધુ હોઈ શકે છે કેમ કે લાંબા ગાળા ઉપર તમને તેનાથી સારું રીટર્ન મળી શકે છે.

ત્રણ ગણો વધી જશે માસિક ખર્ચ : જે રીતે મોંઘવારીમાં વધારો થઇ રહ્યો છે, આવનારા દિવસોમાં મહિનાનો ખર્ચ પણ વધશે. જ્યાં સુધી નોકરી છે અને સારો પગાર છે, તો તેને લઈને વધુ ચિંતા નથી રહેતી પરંતુ નિવૃત્તિ પછી ખર્ચ ચલાવવું મુશ્કેલ બની જશે. મોંઘવારી દર સરેરાશ છ ટકાના હિસાબે જ આગળ વધે છે, તો 25 વર્ષ પછી હાલનો ખર્ચ બમણાથી પણ વધુ થઇ જશે. એટલે જો તમે અત્યારે 25 હજાર ખર્ચ કરો છો, તો 25 વર્ષ પછી 75 હજાર રૂપિયા થશે.

રોકાણની શરુઆત વહેલા કરો : જો તમે હજુ સુધી નિવૃત્તિના પ્લાનિંગ માટે રોકાણ શરુ નથી કર્યું, તો હવે મોડું ન કરો. વહેલી તકે રોકાણ શરુ કરવાથી તમે સરળતાથી નિવૃત્તિ માટે ફંડ જમા કરી શકશો. તમારે રોકાણ માટે મોટી રકમની પણ જરૂર નથી. તમે સરળતાથી મનપસંદની રકમની યોજના બનાવીને મેળવી શકશો.

હાલની આવકથી 25 ગણી મોટી બનાવો : નાણાકીય નિષ્ણાંતોના કહેવા મુજબ નિવૃત્તિ પછી શાંતિમય જીવન માટે કોઈ પણ વ્યક્તિએ પોતાની હાલની આવકથી 25 ગણી વધુ સેવાનિવૃત્તિ યોજના બનાવવી જોઈએ. તેના માટે જરૂરી છે કે 30 વર્ષની ઉંમરથી જ સેવાનિવૃત્તિની યોજના બનાવીને બચત કરી રોકાણ કરવાનું શરુ કરી દો છો, તો તે સરળતાથી આવતા 25 વર્ષમાં તમારી હાલની આવકથી 25 ગણી મોટી યોજના બનાવી લેશો.

કેમ જરૂરી છે યોજના બનાવવી : નિવૃત્તિ પછી તમારું જીવન ઉત્સાહથી ભરેલું અને શાંતિપૂર્ણ હોવું જોઈએ. જો તમારી નિવૃત્તિનું પ્લાનિંગ યોગ્ય નથી તો તમે આ સોનેરી પળોને સારી રીતે જીવી નહી શકો. એટલા માટે જરૂરી છે કે તમે તમારા જીવનના કામવાળા સમયમાં જ નિવૃત્તિના પ્લાનિંગ માટે થોડો સમય કાઢો. ઉપર જણાવેલી વાતોનું પાલન કરીને તમે નિવૃત્તિ પછી જીવન નિશ્ચિત રીતે શાંતિ ભરેલું પસાર કરો.

આ વાતોનું રાખો ધ્યાન :

પાંચ તબક્કામાં તૈયાર કરો પ્લાન

તમારા લક્ષ્યને નક્કી કરો

વર્તમાન આર્થિક સ્થિતિનું મૂલ્યાંકન કરો

તમારી જોખમ ક્ષમતાને ઓળખો

રોકાણના વિકલ્પોને સમજો

સમય સમયે પોર્ટફોલીયો બદલો

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.