અત્યારે તરત અનઇન્સ્ટોલ કરી નાખો આ 10 એપ, ગુગલે પણ પ્લે સ્ટોર પર ડીલીટ કરી આ એપ કારણ કે …

થોડા દિવસો પહેલા સરાહા એપ ખુબ પ્રખ્યાત થયેલ હતી. આ એક દ્વારા તમે તમારી વાત કોઈપણ ને બિન્દાસ કહી શકતા હતા. આ એપ ની ખાસિયત એ હતી કે મેસેજ કરવા વાળા વ્યક્તિની ઓળખાણ ગુપ્ત રાખવામાં આવતી હતી. લોકો તુક્કા જ લગાવતા રહી જતા હતા કે કયો મેસેજ કોને મોકલ્યો છે. થોડા દિવસો સુધી આ એપ ખુબ પ્રખ્યાત રહેલ પણ પછી તેને બંધ કરી દેવામાં આવેલ. આ એપ ઉપર આરોપ લગાવેલ કે તે સાઈબર બુલીંગને પ્રોત્સાહન આપે છે. ઓસ્ટ્રેલીયાની રહેવાસી એક મહિલાએ કહ્યું કે આ એપ દ્વારા લોકોની તેમની 13 વર્ષની દીકરીને વિચિત્ર એવા મેસેજ મોકલવામાં આવે છે. આ વાતથી પરેશાન થઈને મહિલાએ change.org ઉપર પીટીશન ફાઈલ કરી દીધી. પીટીશનમાં દલીલ કરવામાં આવેલ કે આ એપ દ્વારા લોકોને ડરાવવા અને ધમકાવવામાં આવી રહેલ છે.

લોકો તેનો ખોટો ઉપયોગ કરી રહેલ છે અને તે વ્યક્તિને સેલ્ફ હર્મ કરવા માટે મજબુર કરી રહેલ છે. આ એપ ની વિરુદ્ધ કોલિને પીટીશન ફાઈલ કરી જેને ૪૭૦,૦૦૦ લોકોનું સમર્થન મળ્યું. ત્યાર પછી ગુગલે પ્લે સ્ટોર માંથી આ એપને ડીલીટ કરી દીધી અને ગુગલ દ્વારા બેન કરી દેવામાં આવેલ છે. આવી જ ઘણી છે બધી અલગ અલગ કારણે પ્રતિબંધિત છે આ એપ જાણો કઈ છે તે ૧૦ એપ? આવો તમને જણાવીએ.

Tubemate

આ એપનો ઉપુઓગ યુજર્સ યુ ટ્યુબ કે વિડીયી ડાઉનલોડ કરવા માટે કરતા હતા. તે વાત ગુગલને પસંદ ન આવી અને તેમણે પ્લે સ્ટોર માંથી આ એપને દુર કરી. હવે યુ ટ્યુબના વિડીયોને ગુગલે ડાઉનલોડ કરવા માટે એક્સેસ આપી દીધેલ છે.

CM Lnstaller

આ એપ દ્વારા લોકો ફોનને રૂટ કર્યા વગર CyanogenMod ROMs ઇન્સ્ટોલ કરી શકતા હતા. તે દુર કરવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

TV portal

આ એપ દ્વારા લોકો ટીવી શો સીધા પોતાના ફોન ઉપર જોઈ શકતા હતા.તેથી તેને કોપીરાઇટના ઈશુ ને લઈને ડીલીટ કરી દેવામાં આવેલ.

AdAway

આ એપ એડ ને બ્લોક કરી દેતું હતું. તેથી ફોનમાં આવનારી એડ બ્લોક થઇ જતી હતી. તેને પ્લે સ્ટોરમાંથી ડીલીટ કરી દેવામાં આવેલ.એડ રીમુવ કરવા માટે આ સૌથી સારી અને પ્રખ્યાત એપ હતી.

PSX4Droid

આ સૌથી જાણીતી ગેઈમ એપ હતી. પણ ગુગલે તેને પણ કોપીરાઇટને લઈને ડીલીટ કરી દીધી. હવે પ્લે સ્ટોર ઉપર આ એપ તમને નહિ મળે.

Amazon UnderGround

આ એપ પણ લોકોને ઘણી બધી એપ્સ અને ગેઈમ ડાઉનલોડ કરવામાં કદડ કરતું હતું. આ એપને પ્લે સ્ટોર ઉપર રાખવી ગુગલની પોલીસી ની વિરુદ્ધ હતું. તેથી તેને પ્લે સ્ટોર માંથી દુર કરી દીધી.

Rush Poker

આ પ્લે સ્ટોર ઉપર સૌથી જાણીતી ગેંબલિંગ એપ ગણવામાં આવતી હતી. આ એપ એટલા માટે બેન કરી દીધી કેમ કે થોડા દિવસો પછી લોકો તેને રીયલ મની સાથે રમવા લાગ્યા. તે બાળકો ઉપર ખુબ ખરાબ અસર કરી રહેલ હતું.

Popcorn Time

આ એપથી યુઝર્સ વિડીયો, મુવી, સીરીઝ વગેરે ડાઉનલોડ કરી શકતા હતા જે લીગલ ન હતું. તેથી ગુગલે તેને પ્લે સ્ટોર માંથી દુર કરી.

F-Droid

આ એપ ઉપર ઘણી બધી એપ્સ નું કલેક્શન થયા કરતું હતું જે પ્લે સ્ટોર ઉપર હતું નહી. તેથી ગુગલે આ એપને બેન કરી દીધું.

Lucky Patcher

આ એપ એડ રીમુવ કરવા ઉપરાંત લાઇસન્સ વેરીફીકેશન ના કામમાં આવતું હતું. તેને પણ ગુગલે પ્લે સ્ટોર માંથી દુર કરી દીધું.