160 વર્ષ પછી બન્યો શુભ સંજોગ, અધિક માસમાં 9 દિવસ છે સર્વાર્થસિદ્ધિ યોગ, પુરા થશે શુભ સંકલ્પો.

શુભ સંજોગની સાથે શરુ થયો અધિક માસ, આ 9 દિવસ છે સર્વાર્થસિદ્ધિ યોગ, જાણો 160 વર્ષ પછી બનેલ સંજોગનું મહત્વ

આ વર્ષે મલ માસ એટલે કે અધિક માસ 18 સપ્ટેમ્બરથી શરૂ થયો છે, જેનું સમાપન 16 ઓક્ટોબરે થશે. આ વર્ષે અધિક માસમાં 15 દિવસ શુભ યોગ રહેશે. અધિક માસ દરમિયાન 9 દિવસ સર્વાર્થસિદ્ધિ યોગ, 2 દિવસ દ્વિપુસ્કર યોગ, 1 દિવસ અમૃત સિદ્ધિ યોગ અને 2 દિવસ પુષ્ય નક્ષત્ર યોગ બની રહ્યા છે. પુષ્ય નક્ષત્ર પણ રવિ અને સોમ પુષ્ય હશે. માન્ય પૌરાણિક સિદ્ધાંતો અનુસાર આ મહિના દરમિયાન યજ્ઞ હવન સિવાય શ્રીમદ્દ દેવીભાગવત, શ્રી ભાગવત પુરાણ, શ્રી વિષ્ણુ પુરાણ, ભવિષ્યોત્તર પૂરાન વગેરેનું શ્રવણ, વાંચન, મનન વિશેષ રૂપથી ફળદાયી હોય છે.

160 વર્ષ પછી બન્યો છે શુભ સંયોગ :

જ્યોતિષાચાર્ય અનીષ વ્યાસે જણાવ્યું કે, અધિક માસના અધિપતિ ભગવાન વિષ્ણુ છે. એટલા માટે આ આખા મહિના દરમિયાન ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરવો વિશેષ લાભકારી હોય છે. હિંદુ ધર્મમાં જ્યાં અધિક માસનું વિશેષ મહત્વ છે, ત્યાં જ્યોતિષ શાસ્ત્રના હિસાબે પણ તેને ઘણો વિશેષ માનવામાં આવે છે. અને આ વર્ષે જે અધિક માસ આવ્યો છે. તે ઘણો શુભ માનવામાં આવી રહ્યો છે. જ્યોતિષ વિદ્વાનોનું માનવું છે કે, અધિક માસમાં આવો શુભ સંયોગ 160 વર્ષ પછી બની રહ્યો છે, અને હવે પછી આવો શુભ અધિક માસ 2039 માં આવશે.

અધિક માસનો સમય :

17 સપ્ટેમ્બરે શ્રાદ્ધ પુરા થયા પછી 18 સપ્ટેમ્બરથી અધિક માસ શરુ થયો કે. અને આ અધિક માસ 16 ઓક્ટોબર સુધી ચાલશે. ત્યારબાદ 17 ઓક્ટોબરથી નવરાત્રી ઉજવવામાં આવશે. હિંદુ પંચાંગ અનુસાર, આ વર્ષે આસો મહિનામાં અધિક માસ છે, જેનો અર્થ છે કે આ વર્ષે બે આસો મહિના હશે. આસો મહિનામાં નવરાત્રી, દશેરો જેવા તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે અધિક માસમાં ઘણા શુભ સંયોગ બની રહ્યા છે. જ્યોતિષાચાર્યો અનુસાર અધિક માસમાં 15 દિવસ શુભ સંયોગ બની રહ્યા છે.

શુભ યોગમાં થઇ અધિક માસની શરૂઆત :

અધિક માસની શરૂઆત 18 સપ્ટેમ્બર શુક્રવારે, ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર અને શુક્લ નામના શુભ યોગમાં થઈ છે. આ દિવસ ઘણો શુભ રહેશે. આ મહિનામાં 26 સપ્ટેમ્બર અને 1, 2, 4, 6, 7, 9, 11, 17 ઓક્ટોબરના રોજ સર્વાર્થસિદ્ધિ યોગ પણ હોવાથી લોકોની મનોકામનાઓ પુરી થશે. તેના સિવાય 19 અને 27 સપ્ટેમ્બરે દ્વિપુષ્કર યોગ પણ છે. આ યોગમાં કરવામાં આવેલા કોઈ પણ કામનું બે ગણું ફળ મળે છે.

આ વખતે અધિક માસમાં બે દિવસ પુષ્ય નક્ષત્ર પણ આવી રહ્યું છે. 10 ઓક્ટોબરે રવિ પુષ્ય અને 11 ઓક્ટોબરે સોમ પુષ્ય નક્ષત્ર રહેશે. આ એવી તારીખો હશે, જયારે કોઈ પણ જરૂરી શુભ કામ કરવામાં આવી શકે છે. આ તિથિઓ ખરીદી વગેરે માટે શુભ માનવામાં આવે છે. એટલા માટે આ તિથિઓમાં કરવામાં આવેલી ખરીદી શુભ ફળદાયક હોય છે.

અધિક માસ દરમિયાન 9 દિવસ સર્વાર્થસિદ્ધિ યોગ, 3 દિવસ દ્વિપુષ્કર યોગ, 1 દિવસ અમૃતસિદ્ધિ યોગ અને 2 દિવસ પુષ્ય નક્ષત્રના યોગ બની રહ્યા છે. અધિક માસમાં સર્વાર્થસિદ્ધિ યોગ બનવાથી લોકોની મનોકામનાઓ પુરી થશે. જયારે દ્વિપુષ્કર યોગમાં કરવામાં આવેલા કામોનું ફળ બે ગણું મળે છે. તેના સિવાય પુષ્ય નક્ષત્ર ખરીદી માટે શુભ સાબિત થશે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.