અક્ષય કુમારે કર્યો ‘જય શ્રીરામની’ લલકાર, ફેન્સે જણાવ્યું : ઇન્ડસ્ટ્રી માંથી કોઈ તો બોલો.

અક્ષય કુમારે રામ મંદિર ભૂમિ પૂજન પર મોડેથી પ્રતિક્રિયા આપવા પર તેમના ફેન્સે ઉઠાવ્યા સવાલ

5 ઓગસ્ટના દિવસે દેશની રાજનીતિ અને ઇતિહાસમાં નોંધાઈ ગયો છે. અયોધ્યામાં ભગવાન શ્રી રામની જન્મભૂમિ પર મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન કરવામાં આવ્યું. અયોધ્યા નગરીમાં દીપોત્સવ મનાવવામાં આવ્યો તો આખા દેશમાં રામભક્તોએ દિવાળી માનવી. હર્ષ અને ઉલ્લાસનું વાતાવરણ ચારો તરફ દેખાઈ રહ્યું છે. આ ઉલ્લાસ બોલિવૂડમાં પણ દેખાયો. સ્ટાર્સ સોશિયલ મીડિયા દ્વારા રામ મંદિર નિર્માણના ધાર્મિક કાર્યની શરૂઆત પર પોતાની ખુશી દેખાડી અને જય શ્રી રામનો જયકારો લગાવ્યો. અક્ષય કુમારે પણ તેને લઈને પ્રતિક્રિયા આપી.

વિદેશોમાં પણ આ કાર્યક્રમની ધમક સંભળાઈ. અમેરિકાના પ્રખ્યાત ટાઈમ્સ સ્ક્વાયર પર રામ મંદિર ભૂમિ પૂજન કાર્યક્રમની ઝલક એક મોટા આકારની એલઇડી પર દેખાઈ, જેના ફોટા શેયર કરતા અક્ષય કુમારે લખ્યું : દિવાળી આ વર્ષે જલ્દી આવી ગઈ, હકીકતમાં ઐતિહાસિક દિવસ છે, જય શ્રી રામ.

અક્ષય કુમારે આ ટ્વીટ રાત્રે લગભગ 11 વાગ્યે કર્યું હતું, જયારે ભૂમિ પૂજન દિવસમાં લગભગ 12 વાગ્યે થયું. અક્ષય કુમારના ફેન્સ સતત તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર તેમની પ્રતિક્રિયા જાણવા માટે ઉત્સુક હતા અને રાત્રે જેવું જ તેમનું ટ્વીટ આવ્યું, ફેન્સ તેમની આ લેટ ટ્વીટ પર સવાલ પૂછવાનું શરુ કરી દીધું. એક યુઝરે લખ્યું : સવારથી આ ટ્વીટની રાહ જોઈ રહ્યો હતો. બીજા એક યીઝરે લખ્યું છેવટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી કોઈ તો બોલ્યું

રામ મંદિર ભૂમિ પૂજન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે. અક્ષય કુમારની આવનારી ફિલ્મની વાત કરવામાં આવે તો તેમની આવનારી ફિલ્મ લક્ષ્મી બમ ડિજ્ની પલ્સ હોટસ્ટાર પર આવવાની છે. હમણાં તે ‘વેલબોટમ’માં વ્યસ્ત થઇ ગયા છે, જે આવતા વર્ષે આવવાની છે.

2021 માં અક્ષયની બચ્ચન પાંડે પણ રિલીઝ થવાની છે. તેનાથી પહેલા દિવાળી પર પૃથ્વીરાજ રિલીઝ થવાની છે. પરંતુ કોવિડ 19 ના કારણે હમણાં ફિલ્મની રિલીઝમાં બદલાવના કોઈ સમાચાર નથી. તેમની ફિલ્મ સૂર્યવંશી પણ 24 માર્ચના રોજ રિલીઝ થવાની હતી પરંતુ કોરોના કારણે હવે તે ક્યારે અને ઓનલાઈને પ્લેટફોર્મ પર રિલીઝ થશે કે થિયેટર પર તેનો ખુલાસો થયો નથી.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.